________________ પ્રકરણ 1 લું.] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. મુસલમાનોને અમલ જે જે દેશમાં પ્રસર્યો ત્યાં ત્યાં ખુઠ્ઠી માર્ગે મુસાફરી કરવાની સગવડ વધી અને તેને લીધે વેપાર પણ ધમધોકાર વગે. મક્કાની જાત્રા જવા માટે સઘળા મુસલમાનોને મહમદની સખત તાકીદ હતી. આના જેવડી મોટી બીજી કોઈ પણ જાત્રા દુનીઆમાં ન ભરાતી હોવાથી, વેપારી લેકે પણ પુષ્કળ ત્યાં આવતા, અને કરડે રૂપિઆની ઉથલપાથલ થતી. આ પ્રમાણે મુસલમાનોનું લક્ષ વેપાર તરફ દોરાયું હતું. ખલીફ ઉમરે ઈરાન દેશ જીત્યા પછી ત્યાંને વેપાર પિતાના તાબામાં રહે એવા હેતુથી તેણે બસરા શહેર વસાવ્યું તે પાછળથી ઘણું પ્રસિદ્ધિમાં આવ્યું. મિસરના વેપારીઓ સિલેનની પેલી તરફ ગયા નહોતા, પણ આ આરબ વહાણવટીઓ પિતે ઠેઠ ચીન લગી જતા અને ત્યાંને માલ આણતા. મુસલમાનોએ ઈરાન દેશ જીત્યા પછી સુમારે બસો વર્ષે લખાયેલે એક આરબ મુસાફરો ગ્રંથ મળી આવે છે, તે ઉપરથી તે સમયના વેપારની ઘણી હકીકત આપણને મળે છે. એ પ્રવાસી સને 85 માં મુસાફરીએ નીકળ્યો હતો. એક બીજા આરબ મુસાફરે તેણે આપેલી હકીકતમાં ઉમેરો કર્યાથી બન્નેની હકીકત એક બીજાને મળતી આવે છે અને બેઉ હકીકત ભોસાલાયક છે. આરબ વહાણવટીઓ હોકાયંત્રથી અણુવાકેફ હેવાથી ગ્રીક અને રેમન લેકેની માફક તેઓ પણ કિનારે કિનારે જતા. આરબ વેપારીઓ સિઆમ, સુમાત્રા તથા તેની પૂર્વે આવેલા ટાપુઓ લગી જઈ ચીનના કેન્યન બંદરે આવતા અને ત્યારે માલ ઈરાની અખાત લગી લઈ જતા. પુષ્કળ આરબ લેકે હિંદુસ્તાનમાં તેમજ તેની પૂર્વ તરફના દેશમાં જઈ વસ્યા હતા. કેન્ટનમાં તેમની વસતી એટલી બધી હતી કે ચીનના બાદશાહે તેમને ન્યાય કરવા માટે એક મુસલમાન કાજીની નિમણુક કરી આપી હતી. અનેક ઠેકાણે આરબોએ લેકને મુસલમાન ધર્મની દીક્ષા આપી હતી, અને ઘણાં ખરાં મેટાં મોટાં બંદરમાં આરબી ભાષાનો પ્રચાર હતે. ચીની વાસણોની બનાવટની હકીકત હિંદુસ્તાનમાં પહેલ વહેલાં આરબ લેકેજ લાવ્યા. ચાહનો ઉપગ આખા ચીન દેશમાં નવમા સૈકામાં પ્રસરેલું હતું, તેની માહિતી આરબ પ્રવાસીઓએ અન્ય રાજ્યોને