________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. 31 સ્થાપના કરી. અર્દેશીર (ઈ. સ. 22-240) ને આર્ટીકસરસિસ અને શાપુરી (ઈ. સ. 240-71) ને સારી એવાં નામો યુરેપિઅન ઈતિહાસકાએ આપેલાં છે. આ બેઉ રાજાની કારકિર્દીમાં એટલે ઈસ્વી સનના ત્રીજા શતકમાં ઈરાન અને ચીન વચ્ચેનો વ્યવહાર ઘણોજ વધી ગયે. માની નામના એક ઈરાની ધર્મસુધારકે ચીન દેશમાંથી ત્યાંની કળાશલ્યનાં તેમજ કારીગીરીનાં કામે ઈરાન લાવી ત્યાં તેને પ્રસાર કર્યો (ઈરાન–રાષ્ટ્રકથામાળા.) આ વખતથી ઈરાની લેક વેપારના કામમાં ઘણા અગાડી પડયા. પહેલાં તેઓ જળ માર્ગે પ્રવાસ કરતાં ગભરાતા હતા પણ પાછળથી તે ધાસ્તી જતી રહેતાં એ માર્ગ તેઓ હિંદુસ્તાન સાથે વેપાર કરવા લાગ્યા. તેવીજ રીતે ઉત્તરે જમીન ઉપર હિંદુસ્તાન તથા ચીનને જે વેપાર કાસ્પિાન સમુદ્ર ઉપર થઈને તથા યુટીસ નદીની ખીણમાં થઈને યુરોપ સાથે ચાલતે હતા તે બન્ને માર્ગ ઈરાની લેકે એ હસ્તગત કર્યા. પૂર્વે ગ્રીશિઅન લેકે સાથે ઈરાનના બાદશાહને જે ઝનુની લડાઈ થઈ હતી, અને જે સુમારે સે બસો વર્ષ લગી ચાલી હતી, તેનું મૂળ કારણ પણ આ વેપાર હતો. રોમન લેકે પુષ્કળ એશઆરામી હોવાથી તેઓને આ તરફના માલની વિશેષ જરૂર પડતી; અને એ માલ યુરેપમાં પુરું પાડવાનું કામ ઈરાની વેપારીઓના હાથમાં જવાથી તેઓ પૈસાવાળા થયા અને પિતાની મરજી માફક માલની કિમત મુકાવવા લાગ્યા. રેમન બાદશાહ ઔરેલિઅનની કારકિર્દીમાં (ઈ. સ. 70- ર૭૫) રોમ શહેરમાં એક પાંડ (40 તલા) વજનના રેશમી કાપડની કિમત બાર ઐસ એટલે ત્રીસ તોલા સોના જેટલી પડતી.* " આપણને રેશમી માલની વધારે જરૂર પણ એ મહત્વના માલને સંપૂર્ણ મકો પાર્થિઅને વેપારીના હાથમાં રહે, ખુશ્કીને માર્ગ તથા દરી ઉપર બને ઠેકાણે એ લેકેજ પ્રબળ રહે, અને આ વેપારમાં આપણા દેશની સંપત્તિ પરધમ વેપારીઓ ઘસડી લઈ જાય,” એ બાબત જસ્ટિનિઅન બાદશાહને (ઈ. સ. પર૭-૫૬૫) વિશેષ ખેદ થયો. આજ પ્રમાણે સે બસો વર્ષ લગી ચાલ્યું હતું, પણ જસ્ટિનિઅન બાદશાહ પરાક્રમી હતું એટલે તેણે ઈરાની લેકીને વેપાર બુડાવવા અનેક યુક્તિઓ રચી. * Smith's Student's Gibbon. P. 300.