________________ 30 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. ઉપરથી પણ આ વેપાર કેટલે ભારે હતું તે જણાય છે. પણ તે સમયે હિંદુસ્તાનમાંથી કાચો માલ ઘણું જ નહીં એ ધ્યાનમાં રાખવાનું છે. રોમન લેકેને હિંદુસ્તાનના પૂર્વ કિનારા ઉપરનાં બંદર બાબત ઘણી માહિતી નહતી, તે પણ ત્યાંને તેમજ બીજો માલ ખુશ્કીમાગૅ પશ્ચિમ કિનારે આવી ત્યાંથી યુરોપ જતે. એંગસ્ટર્સ બાદશાહના સમયે લખાયલા સ્ટેબોના ગ્રંથમાં હિંદુસ્તાન વિશેની કંઈ વિશેષ હકીકત નથી. એ પછી પચાસ વર્ષે થયેલા ઇતિહાસકાર પ્તિનીને પણ એ બાબત ખબર નહતી. ત્યારબાદ સુમારે એંસી વર્ષે ટોલેમીએ લખેલી હકીકત મળી આવે છે તે ભૂગોળશાસ્ત્રના સંબંધમાં ઘણી મહત્વની છે. પશ્ચિમ તરફને પહેલે પ્રસિદ્ધ જોશી ટોલેમી હતો. 9 ઈરાન-આરંભમાં ઈરાન દેશ ઉપર ઈરાની રાજાઓને જ અમલ હતા. તેમાંના પરાક્રમી રાજા ડેરીઆસના વખતમાં ઈરાન ઘણુંજ આબાદ હતું. એણે પોતાના રાજયના તેમજ આજુબાજુના પ્રદેશના સર્વ ભાગની તપાસણી કરી, અને હિંદુસ્તાનની બાતમી મેળવવા માટે અથાગ પરિશ્રમ ઉઠાવ્યો. સાઈલેજ્યુસ નામના સરદારને લશ્કર સાથે હિંદુસ્તાન મોકલી સિંધુ નદીમાં ક્યાં લગી વહાણો આવી શકે છે તેની તેણે તપાસ કરાવી. તે તરફના પ્રદેશ ફળદ્રુપ છે અને ખેતી ઉત્તમ પ્રકારની હોવાથી લકે શાંત અને સંપત્તિવાન છે એવું આ સરદારે ડેરીઅસને કહેતાં તેને આ દેશ જીતવાની અત્યંત ઉત્કંઠા થઈ. તે પ્રમાણે તેણે સિંધુ નદી પર્વતનો સઘળો પ્રદેશ પિતાને કબજે કર્યો. તે વેળા ડેરીઅસના રાજયનું એકંદર વસુલના એક તૃતીઆંશ ભાગ જેટલું આ નવા જીતેલા પ્રાંતમાંથી તેને મળતું એટલા ઉપરથી જ હિંદુસ્તાનની સુસ્થિતિની કલ્પના કરી શકાય. આગળ જતાં સિકંદર બાદશાહે ઇરાન દેશ છો અને ત્યાં તેના અનુયાયીઓએ નવું રાજ્ય સ્થાપ્યું, પણ તે ઘણું દિવસ ટક્યું નહીં. ઘેડા સમયમાં પાર્થિઓ નામના ઈરાનની પૂર્વ તરફના પ્રદેશના લોકોના હાથમાં એ દેશનું રાજ્ય ગયું. પાર્થિઅન નામે ઓળખાતું એ રાજ્ય સુમારે છે વર્ષ સુધી ચાલ્યું. ત્યારબાદ ઈ. સ. ના ત્રીજા શતકમાં અર્દેશર અને શાપુરી નામના બે ઈરાની રાજા ઘણું પરાક્રમી થયા તેમણે ઈરાની વંશની પુનઃ