________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. હિંદુસ્તાનમાં મલબાર કિનારા ઉપર સેન્ટ ટોમસમાં ખ્રિસ્તી લેકેને મઠ હતા, તેવી રીતે ઈરાનમાંથી બે ખ્રિસ્તી પાદરીઓ ચીનના નાનકીનમાં ઘણું દિવસ રહ્યા હતા. તે સમયે સિલોન અને ચીન વચ્ચે વ્યવહાર ચાલુ થયો હતો. આ ખ્રિસ્તી પાદરીઓએ ચીના લેકે કીડામાંથી રેશમી કાપડ કેવી રીતે બનાવતા તે શીખી લીધાબાદ ધર્મ પ્રસાર કરવાને બહાને કહે, કે પૈસાની લાલચે કહ, પણ ગમે તે કારણે તેઓ યુરોપ જઈ જસ્ટિનિઅનને મળ્યા. તેણે તેઓને પૈસાની મદદ કરી, અને રેશમના કીડા પિતાના રાજ્યમાં લાવવામાં આવે તે તેઓને મોટી બક્ષિસ આપવા કબૂલ કર્યું. એ ઉપરથી પાદરીઓ પાછા ચીન ગયા, રેશમના કીડા વિશે સઘળી માહિતી મેળવી, વાંસની નળીમાં એ કીડા ચોરી લઈ જઈ યુરોપમાં બાદશાહને આપ્યા, અને ત્યાં સેતુરનાં ઝાડ રેખાં. આ પ્રમાણે આ ઝાડે તેમજ કીડા ખાસ કરીને પીલેપનીસસના પ્રાંતમાં પુષ્કળ થયાં. ગ્રીસ દેશમાંથી આ ઉદ્યોગ સિસિલી બેટમાં દાખલ થયે અને ત્યાંથી તેને પ્રવેશ ઈટાલીમાં થયો. આ વખતથી ચીનને રેશમી કાપડને વેપાર પાછળ પડી ગયે, અને યુરોપના વેપારીઓ એ ધંધામાં ઘણા આગળ આવ્યા. - 10, આરબ લેકે વેપારી ઉગ –ફિનિશિયન, ગ્રીક, રેમન, મિસર અને આખરે ઈરાની ઈત્યાદી રાજ્યના તાબામાં પૂર્વને વેપારની દેરી વારાફરતી કેવી રીતે આવી તે આપણે ઉપર જોઈ ગયા. હવે આરબ મુસલમાનોએ આ ધંધામાં કેવી રીતે પ્રવેશ કર્યો તે જોઈએ. આરબ લેક. ધણા પ્રાચીન કાળથી અરબસ્તાનમાં જ રહેતા હતા, અને તેમના મહમદ પૈગંબરના જન્મ સુધી તેઓ ત્યાંથી બહાર નીકળી શક્યા હતા નહીં. મહમદ સરખા ચતુર આગેવાનની રાહબરી હેઠળ તેઓનું રાજ્ય ઉત્તમ રાજ્યોની પંક્તિમાં આવ્યું, અને નવા ધર્મના છત્ર નીચે આ મુસલમાની રાજ્ય આબાદ થતાં તેઓએ આસપાસનાં રાજ્ય જીતી લીધાં. દરીઆ ઉપર પણ તેઓની સત્તા બળવાન થઈ એટલે પૂર્વને સઘળે વેપાર થડાજ વખતમાં તેમના હાથમાં આવ્યો. તેઓ ધર્મપ્રસાર કરવામાં અને દેશ જીતવામાં જેવા શૂરવીર અને ખંતીલા હતા, તેવાજ વેપારના કામમાં હતા.