________________ 28 હિંદુસ્તાનનો અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. મિસરના ખલાસીઓ કિનારે કિનારે હિંદુસ્તાન આવતા હતા. આરબી સમુદ્રમાં આખું વર્ષ વર્ષારૂતુને પવન નિયમિત રીતે બે જુદી જુદી દિશાએથી વાય છે અને જેને મેન્સન (મોસમ) કહે છે તે વાતથી આ ખલાસીઓ જાણીતા હતા. એને ઉપયોગ ઈ. સ. ના બીજા સૈકામાં હિપાલસ નામના વહાણવટીએ કર્યો. રેમન ઈતિહાસકાર પ્તિનીએ તેની જે હકીકત આપી છે તે ઉપરથી માલમ પડે છે કે એલેકઝાન્ડ્રીઆથી બે માઈલ ઉપર આવેલા જુલિઓપોલિસ આગળ હિંદુસ્તાન જનાર માલનાઈલ નદીમાં વહાણ ઉપર ચડતું. ત્યાંથી તે માલ 303 માઈલ ઉપર આવેલા કૌંસ શહેરમાં જતે, જ્યાં પહોંચતાં તેને બાર દિવસ લાગતા. કૅસથી ખુશ્કીને માર્ગ એ માલ 258 માઈલ દૂર બર્નિસ જઈ રાતા સમુદ્રમાં દાખલ થતા. આ ખુશ્કીને પ્રવાસ બાર દિવસમાં પુરે થતે. તાપને લીધે એ માલ લઈ જનારાં ઉંટનાં ટોળાં આખી રાત ચાલતાં અને દિવસે વિશ્રાંતિ લેતાં, એટલે બર્નિસમાં થઈને અરબસ્તાનને કિનારે ગેલા બંદરે એ માલ પહોંચતાં ડા દિવસ થતા. ત્યાંથી એ ખલાસીઓ વર્ષારૂતુના પવનની મદદથી સીધે રસ્તે ચાળીસ દિવસમાં મલબાર કિનારે આવતા. અહીં માલ વેચી તથા નવો માલ ભરી તેઓ ડિસેમ્બરના સુમારમાં મિસર જવા માટે નીકળતા. આવી રીતે જવા આવવામાં લગભગ એક વર્ષ થતું. આ મેન્સનના પવનની મદદ લઈ ભરદરીએ જવાને આ માર્ગ રે મન લોકોને ખબર હતે. મિસર દેશ રેમન લેકોએ જીતી લીધા પછી પૂર્વ તરફને વેપાર તેમના હાથમાં જઈ પડે. | મુખ્ય ત્રણ જાતને માલ જેવો કે મસાલા, જવાહર અને રેશમી અને તેવું જ બીજું ઉંચું કાપડ રેમન લેકે હિંદુસ્તાનમાંથી યુરોપમાં લાવતા. એ લેકમાં પ્રેત બાળવાની રીત પ્રચલિત હોવાથી એ કામ માટે હિંદુસ્તાનનાં સુગંધી વસાણુને તેઓ ઉપયોગ કરતા. સિલાની ચિતામાં સુગંધી વસાણાના 210 ભાર વપરાયા હતા. પિમ્પીની પ્રતવિધીમાં નીરે બાદશાહે જેટલાં વસાણું બાળ્યાં તેટલાં આખા હિંદુસ્તાનમાં એક વર્ષમાં પાકે પણ નહીં. આમાંનાં કેટલાંક વસાણું અરબસ્તાનમાંથી પણ આવતાં.