________________
૧૨ : ભેદ્ય પાષાણ, ખેલ્યાં દ્વાર
કલ્પસૂત્રની સ્થવિરાવલીનું સંકલન પણ આગમ-વાચનાની માફક ત્રણ વખત થયેલ છે. એટલે યશોભદ્ર સુધીની એક પરંપરા પાટલિપુત્રની પ્રથમ વાચનના પૂર્વેની છે. આર્ય ફલ્યુમિત્ર સુધી સ્થવિરેનું સંકલન દ્વિતીય વાચના વખતના સંકલનનું પરિણામ છે. ત્યારપછીની સ્થવિરાવલી દેવદ્ધિ ગણિ ક્ષમા શ્રમણને વખતની અંતિમ વાચના જે વીર નિર્વાણથી ૯૮૦મા વર્ષની છે. એટલે સ્થવિરાવલીનાં નામોમાં પૃથક્તા આવી જવા પામી છે. તેનું કારણ આ છે.
શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ભારત વર્ષમાં એકથી અનેક વાર બાર બાર વર્ષના ભયંકર દુષ્કાળ પડ્યા. આર્યાવજી સ્વામીની પાટ પર જ્યારે આર્યવસેન આસિત થયા ત્યારે તેમના વખતમાં ભયંકર દુષ્કાળ પડે. નિર્દોષ ભિક્ષાનું મળવું અસંભવ બની ગયું. જેના કારણે ૭૮૪ શ્રમણે અનશન કરી સ્વર્ગવાસી થયા ભૂખથી નાનાં મોટાં બધાં તડફડવા લાગ્યાં. જિનદાસ શ્રેષ્ઠીએ એક લાખ દીનારથી એક અંજલિ પ્રમાણ અન્ન લીધું. તેને રાંધી તેમાં વિષ ભેળવી, સમસ્ત પરિવાર સાથે ખાવાની જયારે તેઓ તૈયારી કરી રહ્યા હતા ત્યારે આચાર્ય વા સ્વામી. સુભિક્ષની ઘેષણ કરી અને બધાના પ્રાણની રક્ષા કરી. બીજે જ દિવસે અન્નથી ભરેલું જહાજ આવી ગયું. જિનદાસે તે અન્ન ખરીદીને, મૂલ્ય લીધા વગર ગરીબ વચ્ચે વહેંચી દીધું. થોડા વખત પછી વરસાદ થવાથી સર્વત્ર આનંદની ઊર્મિઓ ઊછળવા લાગી. જિનદાસ શેઠે પિતાની વિરાટ સંપત્તિને ત્યાગ કરી, નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્ત અને વિદ્યાધર નામના પોતાના ચાર પુત્રની સાથે દીક્ષા ગ્રહણ કરી.
રાજા સમ્પતિ મૌર્ય અને આર્ય વજના સમયના દુર્ભિક્ષના કારણે જે શ્રમણ સંઘ, દક્ષિણ પ્રદેશ, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં વિચરતો થયે હતો તે દીર્ઘ કાળ સુધી ઉત્તર-પૂર્વના ભારતમાં વિચરનાર શ્રમણ સંઘ સાથે મળી ન શકે. તે કારણે ઉત્તરના શ્રમની સ્થવિરાવલી અને દક્ષિણ તેમજ પશ્ચિમ પ્રાંતમાં વિચરનારા સાધુઓના સંઘની સ્થવિરલીમાં પૃથક્તા આવી.
આગમોની પણ ત્રણ વાચનાઓ થઈ. પ્રથમ વાચન આર્ય ઋન્દિલની અધ્યક્ષતામાં મથુરામાં થઈ. આ વાચનામાં ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં વિચારના શ્રમણો જ એકત્રિત થયા હતા. આ વાચને માથરી વાચના તરીકે જાણીતી થઈ.
બીજી વાચના આર્ય નાગાર્જુનના નેતૃત્વમાં દક્ષિણાત્ય પ્રદેશમાં વિચરણ કરનારા શ્રમણની થઈ. પરંતુ બન્ને વાચનામાં એકબીજા એકબીજાથી મળી શક્યા નહિ.
ત્રીજી વાચના વલ્લભી વાચનાના નામથી જાણીતી છે. વીર નિર્વાણથી ૯૮૦ વર્ષ વીતી ગયા પછી વલ્લભીપુર નગરમાં દેવદ્ધિ પ્રમુખ શ્રમણસંઘે આગમને પુસ્તકના રૂપમાં લિપિ બદ્ધ કર્યા. એક વખત દેવદ્ધિ ક્ષમા શ્રમણ કફની શાંતિ માટે, સુંઠને એક ગાંઠિ એક ગૃહસ્થ પાસેથી માંગીને લાવ્યા. ભજન સમયે વિસ્મૃતિ દૃષથી ખાવાનું ભૂલી ગયા. પ્રતિક્રમણ વખતે, પ્રતિ લેખના કરતાં, સૂંઠની ગાંઠ કાનમાંથી જમીન પર પડી ગઈ. પડવાનો અવાજ સાંભળતાં તેમને સુંઠની