________________
૩૯૪ : ભેદ્યાપાષાણુ, ખાલ્યાં દ્વાર
नामोक्त स्थापनाद्रव्य द्रव्यार्थिक नयार्पणात् । पर्यायार्थार्पणाद भावस्तैन्यसिः સભ્યનીતિઃ ॥
આદિના ત્રણ નિક્ષેપે દ્રષ્યાથિક નયના વિષયેા છે. ભાવનિક્ષેપ પર્યાયાર્થિ ક નયના વિષય છે. દ્રષ્યાર્થિ ક નયના વિષય છે દ્રવ્ય એટલે અન્વય. અને આ અન્વય નામ, સ્થાપના અને દ્રવ્યમાં ઉપલબ્ધ થાય છે. કારણ આ નિક્ષેપોના સબંધ ત્રણે કાળાથી છે. ભાવનિક્ષેપના સંબધ માત્ર વમાન કાળથી છે એટલે તેમાં અન્વય નથી. તેને વમાન પર્યાયની સાથે સંબંધ હેાવાથી તે પર્યાયાકિના વિષય મનાય છે.
તિંદુક ઉદ્યાનમાં સમાગમ અને આધ્યાત્મિક વિચાર-વિનિમય કરનારા શ્રી કેશીકુમાર શ્રમણ શ્રી ગૌતમસ્વામીના આદેશ મેળવી ફરી પ્રશ્ન કરે છેઃ
अणे गाण सहस्साण मझे fuge गायमा | तेय ते अहिगच्छन्ति कह ते निज्जिया तु मे ? ३५
હે ગૌતમ ! હજારો તેને કેવી રીતે જીત્યા ?
શત્રુએ વચ્ચે તમે ઊભા છે. તેઓ તમને જીતવા ઇચ્છે છે. તમે
મનુષ્યમાં જે વિસંગતિની સ્થિતિ છે એટલે કે, તેની અંદર જે સ્વવિધી વૃત્તિએ અને વાસનાઓની અરાજકતા છે, તેને કારણે જ તેનું ચિત્ત સતેષ, શાંતિ અને આનંદથી ભરેલું હાવાને બદલે, તે કોલાહલ અને અસમાધિથી પરિપૂર્ણ હેાય છે. મનુષ્ય જન્મે છે ત્યારથી માંડીને વૃદ્ધ થઈ ગયા પછી પણ આંતરિક દ્રષ્ટિથી તે ત્યાં જ ઊભેા હાય છે. વિજ્ઞાન અથવા બીજા ઉપાયેાથી, પદા જ્ઞાનની ઉપલબ્ધિની દ્રષ્ટિથી, તેણે ગમે તેટલી પ્રગતિ સાધી હોય, પરંતુ આત્મજ્ઞાનની દ્રષ્ટિથી તેણે ભાગ્યે જ આગળ ડગલુ ભર્યુ. હાય છે! આંતરિક ઉપલબ્ધિઓની દૃષ્ટિથી મનુષ્ય પ્રાયઃ એવા ને એવા જ રહે છે, જેવા પ્રકૃતિએ તેને ઉત્પન્ન કર્યાં હતા ! આંતરિક દ્વિશામાં તે જરા જેટલી પણ પ્રગતિ કરતા નથી! તેનું કાર્યક્ષેત્ર જ બાહ્ય અને સ્થૂલ હાય છે. પદાર્થોના આકષ ણામાં તે ખેંચાઈ જાય છે. અહં તેને કઈ દિશામાં આગળ વધવા શ્વેતા નથી. વાસનાઓની અરાજકતા પોતાના કુંડાળામાંથી તેને મુકત થવા દેતી નથી. તે પોતે પણ ભૌતિક અને વાસનાના જગતથી પ્રભાવિત બની જાય છે ! આવી માનવજાતની સહજ નબળાઈઓથી હે ગૌતમ ! તમે મુકત અને શૂન્ય જણાએ છે. તમેાએ તમારામાં શુદ્ધ ધર્માંને જાગૃત અને પ્રતિષ્ઠિત કેવી રીતે કર્યો કે, જે શત્રુઓના સામાન્ય માણસો શિકાર બની જાય છે તેના ઉપર તમારું આવુ... સાત્રિક આધિપત્ય છે? આ વિજયશ્રી તમને કઈ રીતે ઉપલબ્ધ થઈ ?