________________
૫૭૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર
આ વિષયને જ જરા સરળતાપૂર્વક વધારે સ્પષ્ટ કરવા પ્રયત્ન કરું છું. તે મુજબ, જગતના જી સમક્ષ મુખ્ય બે પ્રશ્નો છે. પ્રથમ પ્રશ્ન તે એ છે કે, તે વર્તમાનકાળમાં પરતંત્ર કેમ થઈ રહ્યો છે ? શું તે પિતાની નબળાઈના કારણે પરતંત્ર છે? અથવા કર્મોની બલવત્તાનાં કારણે પરંતર છે? બીજો પ્રશ્ન એ છે કે, આ પરતંત્રતાથી મુકત થઈ તે સ્વતંત્ર કેવી રીતે થશે? અન્ય નિમિત્ત કારણો તેને સ્વતંત્ર બનાવશે કે તે પોતે પિતાના જ પુરુષાર્થ વડે સ્વતંત્ર થશે? આ બન્ને પ્રશ્નના જવાબથી જૈનદર્શનમાન્ય ઉપાદાન-નિમિત્ત પર છેડે વધારે પ્રકાશ પાડી શકાશે.
દરેક વિચારશીલ માણસ કે જે જૈનદર્શનના માત્ર એકડાને જ ભલે જાણ હોય, છતાં આ વાત તે તે સ્વીકારે જ છે કે, જૈનદર્શનમાં જેટલા જડ-ચેતન દ્રવ્યોનો સ્વીકાર છે તે બધા પિતયે તાના સ્વતંત્ર વ્યકિતત્વને લઈને પ્રતિષ્ઠિત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને પિતાને નાનકડે ભાગ પણ આપી શકતું નથી. જે દ્રવ્યનું જે વ્યક્તિત્વ અનાદિકાળથી પ્રતિષ્ઠિત છે તેમાં બીજું દ્રવ્ય જરા જેટલી પણ હીનાધિકતા કરી શકતું નથી. આ જૈનદર્શનના અસંદિગ્ધ સિદ્ધાંતે છે. આ સિદ્ધાંત અન્વયે પ્રત્યેક દ્રવ્યના ઉત્પાદ વ્યયરૂપ કાર્યના સંબંધમાં વિચાર કરવાથી વિદિત થાય છે કે, જે દ્રવ્યમાં જે સ્વભાવ અથવા વિભાવરૂપ કાર્ય થાય છે તે પિતાના પરિણમન
સ્વભાવના કારણે થાય છે તેમજ ઉપાદાન શકિતના બળથી જ થાય છે. બીજુ કેઈ દ્રવ્ય તેને ઉત્પન્ન કરે ત્યારે જ તેનું સ્વભાવ અથવા વિભાવરૂપ કાર્ય થાય છે તેમ નથી. કારણ અન્ય દ્રવ્યથી તેની ઉત્પત્તિ માનવાથી પણ દ્રવ્યના પરિણમન સ્વભાવની સિદ્ધિ થતી નથી; અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને પિતાનો અંશ પણ આપી શકતું નથી. આ સત્યનું સમર્થન પણ કરી શકાય નહિ. એટલે
જ્યાં સુધી પ્રત્યેક દ્રવ્યના પરિણમન સ્વભાવને પ્રશ્ન છે અને જ્યાં સુધી તેના સ્વતંત્ર વ્યકિતત્વને સવાલ છે ત્યાં સુધી એમ જ માનવું ઉચિત છે કે પ્રત્યેક દ્રવ્યમાં જે ઉત્પાદ–વ્યયરૂપ કાર્ય થાય છે તેમાં દ્રવ્ય સ્વાધીન છે. આવી માન્યતા પારમાર્થિક સત્ય અને વસ્તુ સ્વભાવને અનુરૂપ પણ છે. આમાં કઈપણ પ્રકારની શંકાને અવકાશ નથી. કારણ, તેમ શંકા કરવા જતાં દરેક દ્રવ્યના પરિણમન સ્વભાવ અને સ્વતંત્ર વ્યકિતત્વની અવહેલના થશે જે કંઇપણ રીતે ઉચિત નથી. કારણ, આ - એની અવહેલનાથી છએ દ્રવ્ય અને તેના ભેદ-પ્રભેદની આખી વ્યવસ્થા વિકૃત થઈ જશે. છતાં જૈન દર્શનમાં પ્રત્યેક કાર્યની ઉત્પત્તિમાં નિમિત્તોને સ્વીકાર થએલ છે તેનું કારણ આ પ્રમાણે છે.
દરેક દ્રવ્યના પિતા પોતાના સમર્થ ઉપાદાન અનુસાર, પ્રત્યેક સમયમાં કાર્ય થતી વખતે, અન્ય દ્રવ્યની પર્યાય તેના બેલાધાનમાં સ્વયં નિમિત્ત થાય છે. પિતાના પરિણમન સ્વભાવ અને સ્વતંત્ર વ્યકિતત્વના કારણે બેલાધાન કરી, કાર્યને સ્વયં ઉપાદાન કરે છે. હાં, કાર્યની ઉત્પત્તિ માટે ઉપાદાન કે જે બળનું આધાન કરે છે તેમાં અન્ય દ્રવ્યની પર્યાય સ્વયં નિમિત્ત થઈ જાય છે. આ વસ્તુસ્થિતિ છે છતાં નિમિત્તની મુખ્યતા માટે આવા તર્કો કરી શકાય છે.
(૧) ઉપાદાન હોય પરંતુ નિમિત્ત ન હોય તે કાર્ય થઈ શકે નહિ.