________________
૬૪૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર પ્રતીક રૂપમાં પ્રતિવર્ષ આ દિવસે દીપ જલાવીને પ્રકાશ કરીશું એવે તેમણે નિર્ણય કર્યો છે. તે દિવસે પ્રકાશ કરવાથી આમ દીપાવલી વર્ષને પ્રારંભ થયે.
આપણે જોઈ ગયા કે કારતક અમાવાસ્યાની પ્રત્યુષ્કાળ રાત્રિમાં ભગવાન મહાવીરનું પરિનિર્વાણ થયું અને અંતિમ રાત્રિમાં ગૌતમસ્વામીએ ચાર કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી લીધું. આજ કારણથી કારતક સુદ-૧ ગૌતમ પ્રતિપદા પડવો)ના નામથી પ્રખ્યાત છે. આ દિવસે અરૂણોદયના પ્રારંભથી જ નૂતન વર્ષને આરંભ થાય છે.
આજના દિવસે ઉપર જણાવ્યા મુજબ શ્રી ગૌતમસ્વામીને કૈવલ્ય પ્રાપ્ત થયું હતું. શ્રી ગૌતમસ્વામીએ મેહ પર વિજય મેળવી મેહાન્ધકારને દૂર કરી જ્ઞાન પ્રકાશ મેળવ્યું. તેથી આજને દિવસ પરમ હર્ષને દિવસ છે. લેકે આજે બાહ્ય અંધકારને દૂર કરવા સેંકડો દીવાઓ પ્રગટાવે છે. લેકે દીપાવલીની રેશની માટે સંખ્યાતીત રૂપીઆ ખર્ચી નાખે છે પરંતુ જરા ગંભીરતાપૂર્વક વિચાર કરશે તે જણાશે કે, ગૌતમસ્વામીએ આજના દિવસે જે પ્રકાશ મેળવ્યો હિતે, તે આ રીતે તેલના અને વીજળીના દીવામાં કરોડ રૂપીઆ ખર્ચી નાખે છતાં કેઇને મળી શકે ખરે? આવા ભભકા અને બાહ્ય પ્રકાશથી કાંઈ અંતરને અંધકાર નાશ થાય ખરે? અંતરનું અંધારું તે શ્રી ગૌતમ સ્વામીને પગલે ચાલવાથી જ દૂર થઈ શકે. દિવાળીની સાચી ઊજવણી તેલ અને વીજળીના દીવા પ્રગટાવવામાં નથી, પરંતુ જ્ઞાન-તિ પ્રગટાવવામાં છે. મેહને ખસેડવાથી આન્તતિ પ્રગટે છે.
આંતરિક ચેતના તે આજે સુષુપ્ત બની છે. બાહ્ય પ્રકાશે એને બદલે અસાધારણ પ્રગતિ સાધી છે. એક યુગ હતું જ્યારે કેડિયાને પ્રકાશ પણ રાત્રિના અંધકારમાં ખાસ પ્રકાશની ગરજ સારતે. બધાં કામે ચગ્ય રીતે કેડીઆના પ્રકાશમાં પણ થઈ જતાં. સમય જતાં વૈજ્ઞાનિક વિકાસ સાથે કેડીઆના પ્રકાશને મેળ ન રહ્યો. વિજ્ઞાને જેમ ઉત્કાન્તિની હરણફાળ ભરી તેમ પ્રકાશમાં પણ વૈકાસિક ફેરફાર આવ્યું. કોડીઆનું સ્થાન ફાનસે લીધું. ફાનસનું જીવન પણ બહુ લાંબુ ન ટકયું. ગેસના દીવાઓના તેજસ્વી પ્રકાશે ફાનસને દબાવી દીધું. ફાનસને સ્થાને ઠેકઠેકાણે પેટ્રોમેકસ ઝિંદાબાદ થઈ ગયા. પેટ્રોમેકસ સળગાવવામાં ભારે શ્રમ અને અન્ય અનેક અગવડતાઓને કારણે ગેસ બત્તીની જગ્યા વિજળીએ પૂરી; અને આમ વૈકાસિક ક્રમ મુજબ ટયુબ લાઈટે અને ત્યારબાદ મરકયુરી લાઈટે રાત્રિમાં પણ દિવસનું ભાન કરાવતી થઈ. આ રીતે બાહ્ય સૃષ્ટિનું પ્રકાશતત્વ ઉત્તરોત્તર વર્ધમાન સ્થિતિમાં રહ્યું છે.
પરંતુ મારો પ્રશ્ન આ છે કે, બાહ્ય પ્રકાશ સાથે આંતરિક પ્રકાશ વધે છે ખરે? આજે જે સ્થિતિ સદંતર ઊલટી દેખાય છે. બાહ્ય પ્રકાશ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ અંદરનો અંધકાર વધતું જાય છે. દુનિયા વધારે પ્રગાઢ મેહના વિનાશકારક અંધકારમાં