________________
૬૫૪ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર
સાધુ પુરુષના સંબંધની જે ઉપરની હકીકત છે તે બેનના સંબંધમાં પણ છે. ભાઈના વિષે તેની જે સંત અને હંસ જેવી વિશુદ્ધવૃત્તિ છે તે સંત જીવનની એક નાનકડી આવૃત્તિ જ છે. ભાઈ માટેને આ અપૂર્વ ત્યાગ બેનના પવિત્ર હૃદય સિવાય કયાંય જોવા મળે એમ નથી.
યમરાજ બેનના નિષ્કામ, નિષ્કલ, નિષ્પાપ અને સરળ હૃદયને યથાર્થ અભ્યાસ કરી ગદ્ગદિત થઈ ગયા. બેનના આવા નિઃસ્વાર્થ પ્રેમની ઝાંખી થતાં તેમની આંખો અશ્રુ ભીની થઈ. બે ક્ષણ માટે તે અવાફ થઈ ગયા. બેનની માનસિક ઈચ્છાને પરિપૂર્ણ કરવાની ભાવનાવાળા યમરાજને આવી લકત્તર માંગણીએ વિચાર કરતા કરી મૂક્યા. તેઓ ગદ્ગદિત થઈ ગયા. કાંઈપણ લીધા વગર ભાઈના યોગક્ષેમની જ એકાંત વિશુદ્ધ ભાવના ભાવવાની બેનની કીમતી વાતથી તેમનું હૃદય પુલક્તિ બની ગયું. તેઓ હર્ષવિભોર બની ગયા. અને તેમણે બેનની, ઈસિત ભાવનાને ફલીભૂત કરતાં કહ્યું “તથાસ્તુ' . આ તે ભાઈબીજના સંબંધની પ્રાસંગિક અને પૌરાણિક કથા છે. રક્ષાબંધનની આવૃત્તિ સમી આ કથા ભાઈ અને બહેનના નિસ્વાર્થ, નિષ્કલંક અને નિષ્પાપ સાત્વિક પ્રેમનું જીવંત સ્વરૂપ છે. એટલે જ આર્યોના દરેક તહેવારો અને શુભ કાર્યોમાં ભાઈને બેનની અને બેનને ભાઈની અપેક્ષા રહે છે. ભાઈ વગર બેનના અને બેન વગર ભાઈના જીવનમાં જે એક અપૂર્ણતા રહી જાય છે તેની પૂર્તિ ધર્મભાઈ અને ધર્મબેન તરીકે બનાવી:પૂરવામાં આવે છે. ગાઈ જીવનના બધા માંગલિક પ્રસંગે આ બંનેની ઉપસ્થિતિથી પૂર્ણતા અને પ્રભુતાને પામે છે. - એકના પણ અભાવથી ઉત્સવ ખામી ભરેલ અને અપૂર્ણ રહી જવા પામે છે.
. સગાં ભાઈબંનેમાં જે વિશુદ્ધ સ્નેહ અને સદ્ભાવ હોય છે, તે ધર્મના ભાઈબંનેમાં પણ હોય છે. ધર્મની બેન બનાવવામાં ભાઈ પિતાને ગૌરવશીલ માને છે. •
રાજસ્થાનના એક પ્રસિદ્ધ શહેરની આ ઘટના છે. એક શેઠ હતા.- તુલારામજીના નામથી • તેઓ ઓળખાતા હતા. પૈસેટકે ઘણા સુખી હતા. સંસ્કાર અને આચારશીલ:આત્મા પણ ખરા. ઘરમાં માત્ર લહમીદેવીની જ કૃપા હતી એટલું જ નહોતું પરંતુ બધી રીતે તેઓ સુખી હતા.• પુત્ર, પુત્રવધૂઓથી ઘર ભર્યુંભર્યું લાગતું. એક પૌત્રની ખામી શેઠને માનસને અવશ્ય ચાલ્યા કરતી હતી. પરંતુ બધી ભાવનાઓની જેમ આ આશા પણ નિયતિ અને પ્રારબ્ધવશાત્ અવશ્ય પૂર્ણ થશે એવી તેમના હૃદયમાં શ્રદ્ધા અને નિષ્ઠા હતી એટલે માનસિક રીતે પણ તેમને શાંતિ હતી. આ રીતે આનંદથી દિવસે પર દિવસે પસાર થઈ રહ્યા હતા.
wાં સદાચાર, વિચાર અને સવાણીને ત્રિવેણી સંગમ હોય છે તે ઘર સ્વયમેવ તીર્થ બની જાય છે. આપણી પવિત્રતા ઘરને મંદિર બનાવી દે છે અને અપવિત્રતા મંદિરને