Book Title: Giri Garjana
Author(s): Girishchandra Maharaj
Publisher: Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 722
________________ ભક્તિની ભવ્યતા : ૬૬૧ આજે માણસ ઈન્દ્રિયેના આનંદને જ સર્વસ્વ માને છે. જે માણસને પાંચને બદલે ચાર જ ઈન્દ્રિય મળી હોત તો સૃષ્ટિમાં ચાર જ આનંદ તે માનવા લાગત; અને વળી કઈ અન્ય ગ્રહને એકાદ માનવી આ સૃષ્ટિ ઉપર ઊતરી આવે અને તેને જો પાંચને બદલે છે ઈન્દ્રિયે હોય તે તે પાંચ ઈન્દ્રિયવાળો માણસ પોતાની જાતને તેની સામે રાંક અને દરિદ્ર અનુભવવા લાગે ! સૃષ્ટિના બધા અર્થો પાંચ ઈન્દ્રિયેથી કયાંથી સમજાશે? બિલાડા ગધેડા કે કૂતરાના શબ્દો કાને પડે તે અશુભની આપણે કલ્પના કરી બેસીએ પરંતુ આપણાં દર્શનથી ગધેડા, બિલાડા કે કૂતરાને જે અનિષ્ટ આપત્તિ આવી હશે તે કોને કહેવા જશે ? એક જ જાતના સંગીતથી એકને આનંદ થાય છે અને બીજાને અણગમે. એટલે ઈન્દ્રિયેથી મળતા આનંદે સાચા આનંદ નથી. તે નકલી અને છેતરનારા આનંદ છે. આપણને ખરા અને પારમાર્થિક આનંદને અનુભવ નથી થયો એટલે આ છેતરનારા આનંદ પર આપણે ઝોલા ખાઈએ છીએ. મહાભારતમાં આવે છે કે, અશ્વત્થામાં જ્યારે બાળક હતા ત્યારે કેઈને દૂધ પીતાં જોઈ તેમને પણું દૂધ પીવાનું મન થયું. બાળકની ગમે તેવી ઈચ્છાને પણ પૂરી કરવા માતા જીવના જોખમે પણ પ્રયત્ન કરે છે. બાળકના મનની સંતુષ્ટિ એ જ માતાના મનનો આનંદ હોય છે. એટલે અશ્વત્થામાને દૂધ આપવાની માતાની અંતર્ભાવના હોવા છતાં અતિશય ગરીબીને કારણે તે બાળકના મનોરથને પૂર્ણ ન કરી શકી. પરિણામે પાણીમાં લેટ ભેળવી દૂધને બદલે અશ્વત્થામાને પીવરાવવા લાગી. શ્વેત રંગની સમાનતા જોઈ અશ્વત્થામાં પણ પાણીમાં ભેળવેલ લેટ દૂધ માની પી જતા. સાચા દૂધને સ્વાદ ચાખે નહિ ત્યાં સુધી લેટ ભેળવેલું પાણી પણ દૂધમાં ખપ્યું. એ જ પ્રમાણે જ્યાં સુધી માણસે સાચા આનંદનો આસ્વાદ માણ્યો નથી ત્યાં સુધી કૃત્રિમ આનંદ પણ તેને સાચે આનંદ જ લાગે છે. પરંતુ એક વખત આત્માનંદની અનુભૂતિ થાય છે પછી આજ સુધી માણેલા, પકડી રાખેલા અને સંઘરેલા બધા આનંદ તેને ફીકા લાગવા માંડે છે. ખરા આનંદના સ્ત્રોતને શેધી કાઢવાને શ્રેષ્ઠતમ માર્ગ ભકિત છે. એ માગે યથાવિધિ, યથોચિત રીતે અને અખલિત પદ્ધતિએ ચાલવા જે કઈ પણ પ્રેમપૂર્વક પ્રયત્ન કરે છે તેને માટે આગળ જતાં ઈશ્વરીય ભવ્યતાનાં ભવ્ય દ્વારે ઉદ્ઘાટિત થઈ જાય છે. ક્ષુદ્રતા અને તુચ્છતા નામશેષ થઈ જાય છે. - ભકિતના ભવ્ય મંદિરમાં એક વાર પ્રવેશ થયે એટલે ઈશ્વરીય સૌંદર્ય અને સામર્થ્ય જેવા અને ઓળખવા મળે. મહાભારતમાં આ કથા બહુ પ્રચલિત છે. પાંચ પાંડવ અને દ્રૌપદી હિમાલય માર્ગે સ્વર્ગે જવા નીકળ્યાં. રસ્તામાં ક્રમિક રીતે યુધિષ્ઠિરના બધા ભાઈઓ અને દ્રૌપદી સુદ્ધાં ઢળી પડ્યાં. માત્ર યુધિષ્ઠિરની સાથે તેમને એક કૂતરે જ રહ્યો. ચાલતાં ચાલતાં

Loading...

Page Navigation
1 ... 720 721 722 723 724 725 726