________________
ભક્તિની ભવ્યતા : ૬૫૯
આપણુ રસ અને આનંદની સવારથી ઊઠી સાંજ સુધીના પ્રતિક્ષણના અનુભવની જો આપણે વાત કરીએ તે આપણને આપણા ઉપર જ હસવું આવ્યા વગર નહિ રહે. રાપણે રસ અને આપણે આનંદ આપણું જ મને રંજનનું સાધન થઈ જશે. સવારની ચામથેડી ખાંડ નાખશે, શેડો મસાલે, એલચીના ફેતરાં અને પછી માં મટમટાવી કહેશેઃ જે તે ચા મને ચાલે નહિ. સવારને ચા બગડે એટલે આખો દિ’ બગડે. મારા ઘર સિવાય બીજા કેઈને ઘરની ચા મને ફાવે નહિ. માણસે ચામાં પણ શું લેભ કરતા હશે? ઈશ્વર જાણે, બાકી સવારનો ચા તે અપટુડેટ હવે જોઈએ. ક્યારેક વળી હાથમાં એક લીંબુ આવી જાય તે તે લીંબુના રસમાં થોડુંક પાણી અને થોડીક ખાંડ મેળવી બેલી ઊઠશેઃ કેવું મજાનું શરબત ! આવું લિજજતદાર શરબત ભાઈ સિવાય કંઈ બનાવી શકે નહિ !
આ તે પ્રાથમિક દાખલા છે. માણસ મૂળ આનંદની મીઠાશને ભૂલી ગયું છે એટલે તે આવા સુખાભામાં સુખની શોધ કરવા લાગી ગયું છે. પ્રકૃતિમાંથી નૈસર્ગિક ઈશ્વરીય આનંદ મેળવવાની વાતમાં તેને દિલચસ્પી નથી. આનંદનાં મૂળ ઝરાઓ કે જેમાંથી સતત આનંદ ઝરતે હોય છે તેને તે બેઈ બેઠે છે અને કૃત્રિમ સુખની માયાજાળ ઊભી કરી તેમાંથી સુખ લુંટવા તે પ્રયત્ન કરવા લાગ્યો છે. ઘૂઘવાટા અને ઉછાળા મારતા સમુદ્રમાં, પર્વતમાં, નકીઓના અખ્ખલિત વહેતા પ્રવાહમાં, વનરાઈઓ, કુંજનિકુંજે, વન અને ઉપવનમાં સ્વાભાવિક પ્રભુતાના દર્શન કરવાની કલા તે મૂલતઃ બેઈ બેઠો છે એટલે અફાટ, વિરાટ અને વિશાળ આકાશમાં ચમકતા અસંખ્ય તારાઓમાં પ્રકૃતિના ચમત્કારિક સૌંદર્યના દર્શન તેને કયાંથી થાય? છતાં દરમાં પડેલી સૌંદર્ય અને આનંદની એક અતૃપ્ત ભૂખ માણસને સતત સૌંદર્ય અને આનંદની તલાશમાં ધકેલતી રહે છે. પરિણમે સાચા સૌંદર્ય અને સાચા આનંદને ઓળખવામાં, મેળવવામાં તે સમર્થ બને છે અને પિતાના મનથી કલ્પિત, કૃત્રિમ અને અપ્રાકૃતિક વસ્તુઓમાં આનંદની ઝાંખી કરી સંતુષ્ટિ માની બેસે છે. પવિત્ર આકાશને શાંત ચંદ્ર તારાઓને છોડી, તે બંધિયાર થિયેટરનાં આગના ઢીંગલાં નાચતાં જોઈને તાળીઓ પાડવા લાગે છે.
આત્માનું સ્વરૂપ તે સચ્ચિદાનંદ છે. આનંદ એ આત્માને સ્વાભાવિક ગુણ છે. જે જેનો ગુણ ધર્મ અને સ્વભાવ છે તેને તેમાં તિરોભાવ કેમ દેખાય છે? આ આનંદગુણ કેમ આવૃત્ત થઈ ગયો છે? માણસ એટલો બધે નિરાનંદમય કેમ બન્યું છે? બંધિયાર થિયેટરના આગના નાચતાં નિજીવ ઢીંગલા જોઈને આખરે તે તે શેડો ક્ષણભર આનંદ મેળવશે. પરંતુ એનાથી તેની જે નિરાનંદમય પ્રકૃતિ થઈ ગઈ છે તેમાં ફેરફાર ક્યાંથી થશે?
માણસને ત્યાં છોકરાને જન્મ થાય કે તરત જ એકદમ જોરથી થાળી વગાડવામાં આવે છે. છોકરાના જન્મને આનંદ થાળી વગાડીને વ્યકત કરવામાં આવે છે. પિતાને ઘેર પુત્ર