________________
૬૫૮ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર આવા સેવાશાસ્ત્ર નિષ્ણાતના હાથમાં સારવાર માટે સેંપવામાં આવેલ દરદી સર્વથા સુરક્ષિત અને હેમકુશળ રહેશે. પરંતુ ઉપચાર કળામાં નૈપુણ્ય ધરાવનાર તે વ્યકિતના પાંડિત્યપૂર્ણ વ્યકિતત્વમાં જે અનુકંપાને સહજ ગુણ નહિ હોય, તે દરદીની પ્રાણપથી સારવાર અને સેવા થશે ખરી ?
શ્રી વિનોબા ભાવે તે ભકિતના આ મર્મને સમજાવતાં કહે છે કેઃ “બળદ જાડે, ખાસ જબર અને માતેલો હોય પરંતુ ગાડું ખેંચવાની તેની ઇચ્છા જ ન હોય તે તે ગળિયો થઈને બેસી જાય છે. અરે, અડિયલ થઈને ગાડાને ખાડામાં નાખે છે. દિલની ઊંડી લાગણી વગર કરેલાં કર્મથી તુષ્ટિ-પુષ્ટિ થતાં નથી”
હૃદય જે ભકિતથી ભરેલું અને છલકતું હશે તે પરમાત્મભાવની મૂળ ગંગોત્રી સાથે તેને સંબંધ બંધાઈ જશે. મૂળ ઉદ્દગમ સ્થાન કે જ્યાંથી જ્ઞાનાદિ બધા ગુણોની અખલિત ગંગા અવિરત વહ્યા કરે છે તેની અનુભૂતિપૂર્ણ પ્રતીતિ તેને થશે. પરિણામે ભકિતરસના અપૂર્વ માધુર્યનું આસ્વાદન કર્યા પછી જાગતિક બધા ભૌતિક ર તેને નીરસ અને ફીકા લાગવા માંડશે. મનુષ્ય જ્યાં સુધી અજ્ઞાન અને નાસમજ હોય છે, ત્યાં સુધી ઢીંગલી અને રમકડાં તેના આનંદનાં અંગ બની શકે છે, ગંજીપા અને શેતરંજની રસભરી રમતમાં તે રાત દિવસ એક કરી શકે છે, પરંતુ સાચા ફળના રસને ચાખ્યા પછી, લાકડાં કે પ્લાસ્ટિકના ફળ દેખાવે ગમે તેટલાં મેહક અને આકર્ષક હોય, છતાં પણ તે કૃત્રિમ ફળ તરફ તેને ઝાઝે ઉત્સાહ રહેતો નથી; તેમ અધ્યાત્મરસની અપૂર્વ મીઠાશને ચાખ્યા પછી કૃત્રિમ આનંદનાં સાધમાં તેને કોઈ જ આકર્ષણ રહેતું નથી. કેન્દ્રના રસ તરબળ ઝરાની મીઠાશ જેણે એકવાર પણ ચાખી છે તે બહારનું ગેળ ટોપરું જોઈ મોટું નહિ મટમટાવે.
ગઈકાલ સુધી પ્રકાશ પર્વ પંચકની વાત ચાલી. પ્રકાશ પર્વની ઉજવણી એટલે એમાં પ્રકાશ જ મોખરે રહે તેમાં કઈ જ આશ્ચર્ય નથી. મુંબઈ જેવા શહેરમાં તે પ્રકાશના ઘોડાપૂર જ જોઈ લે. માણસો પ્રકાશના ઘોડાપૂરને નિહાળવા કીડીયારાની માફક ઊભરાય છે. પ્રકાશના આ ઘોડાપૂરમાં એવી તે શી અપૂર્વતા છે તેની તે કાંઈ ખબર નથી, પર તુ ન જાણે કેમ, માણસેનાં હૃદયમાં તેને જોવાને ભારે ઉત્સાહ અને ઉમંગ હોય છે ! કચરાઈ જાય, હેરાન પરેશાન થઈ જાય પરંતુ જવાના વ્યાહથી તેઓ મુક્ત થઈ શક્તા નથી. ખરી રીતે જોતાં તે તેમાં એક પછી એક એ રીતે દીવડા કે લાઈટ ગોઠવેલી હોય છે. સંભવ છે કે સંખ્યામાં તે હજારે, લાખો કે કરડો હોય, પરંતુ ગોઠવવાની પ્રક્રિયા તે આ જ છે કે કોઈ બીજી? એમાં નવીનતા કે આશ્ચર્ય શું છે? જે તો ગણિતશાસ્ત્ર ભણ્યા છે તો તમે પણ સરળતાથી સમજી શકશે કે ગણિતની શ્રેણીમાં ૧+૨+૩+૪+૫ એમ અનંત સુધી સરયાળે મૂકી શકાય છે. બે સંખ્યા વચ્ચે રાખવાનું અંતર જાયું અને સમજાયું પછી બધી સંખ્યા માંડી જવાની જરૂર રહેતી નથી. દીવાઓ માટે પણ આવી જ જાતને એક કેમ છે તે પછી એમાં આ રીતે તન્મય થઈ જવા જેવું છે શું ?