________________
૬૫૬ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર
વિધવા મહિલાની પ્રમાણિતાથી શેઠ ખુશ થઈ ગયા. તે ચારે દીનાર બાળકના હાથમાં ઍપતાં શેઠે કહ્યું : આ દીનારે ભૂલથી પડી ગએલી નથી બેટા! સમજપૂર્વક જ લાડવામાં નાખવામાં આવેલી છે. તમારા માટે જ છે. તમારાજ હકની છે. -
બાળક જ્યારે ચાર દીનારે સાથે ઘેર પાછા વળે અને પિતાની વિધવા માતાને આખી હકીકત અથથી ઇતિ સુધી કહી સંભળાવી ત્યારે વિધવાનું માનસ શેઠની નિયત તરફ આશંક્તિ થયું-કદાચ આ દીનારાને બહાને તેઓ મારી કઈ વસ્તુ લુંટવા તે નહિ માંગતા હોયને? એમ માની તેણે ફરી પિતાના પુત્રને તે દીનારે પરત કરવા શેઠ પાસે મોકલ્યા. પુત્રે આ વખતે બહુ સ્પષ્ટ શબ્દોમાં શેઠને કહ્યું: “અમારે અણહકની કઈ વસ્તુ જોઈતી નથી. માત્ર આપની કૃપાદ્રષ્ટિ છે એટલું બસ છે –એમ કહી તે ચારે દીનારે તેણે તેમના ચરણોમાં ધરી દીધી.
આ જોઈ શેઠજી પિતે બાળક સાથે વિધવા મહિલાના ઘેર આવ્યા. આ જોઈ મહિલા તે ધ્રુજી ઊઠી. તેનું માનસ ભય વિહુવલ બન્યું. પરંતુ શેઠ પાસે પડેલા ખાટલા પર બેસી કહેવા લાગ્યા: “બહેન ! મનમાં જરા પણ ભય કે આશંકાને અવકાશ ન આપે. આજથી હું તમારે ધર્મ ભાઈ છું. એક ભાઈ તરીકે બહેનના દુઃખમાં સદા સહાનુભૂતિ બતાવવી તે મારે ધર્મ છે. વળી આજે તો ભાઈ બીજ પણ છે. ભાઈ માટે આનાથી વધારે કીમતી દિવસ બીજે કર્યો હોઈ શકે? આની પ્રતીતિ માટે બહેન! હું આજે તારા હાથથી રાખડી બંધાવું છું કે, જેથી ભાઈ તરીકેની મારી ફરજમાં હું સદા જાગૃત રહું
શેઠજીની સહજ સરળતા જોઈ વિધવાનું મન આશ્વસ્ત બન્યું. તે હર્ષિત થઈ ગઈ. તે રાખડી લઈ આવી અને શેઠના હાથે બાંધી અને તેમને પોતાના ભાઈ બનાવ્યા. શેઠે પણ પિતાના ખિસ્સામાંથી ચાર પાંચ મુષ્ટિ દીનારે કાઢી વિધવાનાં ચરણમાં મૂકી દીધી અને કહ્યું બહેન! એક ભાઈની બહેનને આ તુચ્છ ભેટ છે. તે સ્વીકારી અને કૃતાર્થ કરે!”
આ ભાઈબીજના દિવસે બનેલી એક સત્ય ઘટના છે. આ ઘટનામાં આપણી પવિત્ર સંસ્કૃતિને દિવ્ય રણકારો અને ભવ્ય પડ જોવા મળે છે.