________________
ભાઈબીજ : ૬૫૫ પણ નરકનું રૂપ આપી દે છે. વખત જતાં કુદરતની કૃપા આ ધર્મી અને સદાચારી પરિવાર પર ઊતરી. પહેલી જ વાર તેમની પુત્રવધુ ગર્ભવતી થઈ આ સુખદ વાતથી ઘરમાં આનંદ મંગળ છવાઈ ગયે. સુખી અને સંપન્ન ઘર તે હતું જ. આ ખામી જ્યારે દૂર થઈ જવા પામી ત્યારે સુખના પરમ શિખરને સ્પર્શવાની સ્થિતિમાં સી આવી ગયા. આનંદથી ભર્યા વાતાવરણમાં સાત માસ પસાર થતાં વાર ન લાગી. સુખની ક્ષણમાં સમય જાણે ના થઈ ગયો હોય તેમ દિવસે ઝડપભેર પસાર થઈ ગયા! સમય તે જે હોય છે તે જ હોય છે પરંતુ દુઃખની ક્ષણેમાં એક મિનિટ કલાક જેવી લાગતી હોય છે અને સુખમાં એક કલાક મિનિટ જે થઈ જાય છે. સાત માસ પૂરા થયા કે અઘરણીને ઉત્સવ ઊજવવામાં આવ્યું. ગામના દરેક ઘરની
ધ કરવામાં આવી. સીની સ્થિતિ, સંપત્તિ અને સંખ્યાની પણ યોગ્ય નેધ કરવામાં આવી. આર્થિક દૃષ્ટિથી ઉત્તમ, મધ્યમ અને સાધારણ સ્થિતિનું સમીચીન વિભાજન કરવામાં આવ્યું. સાધારણ સ્થિતિવાળાઓની ગણતરીમાં એક વિધવા મહિલાના ઘરને પણ ઉલ્લેખ હતું, જેને ત્રણ દીકરાઓ હતા અને પાસ પડોશમાં કામ કરીને તેમજ સૂતર કાંતીને પિતાની આજીવિકા ચલાવતી હતી. શેઠજીને આ અસહાય વિધવા તરફ સહાનુભૂતિ જન્મી. આવી અનાથ વિધવાને સહાય આપવી તે તેમનાં મનથી એક ભાઈનું કર્તવ્ય હતું. શેઠ આ સત્ય પણ બરાબર સમજતા હતા કે, ખાનદાન ઘરની વિધવા છે. મફતમાં મળેલી વસ્તુને તે કદી સ્વીકાર કરશે નહિ; એટલે અઘરણી મહત્સવને બહાને તેઓ તેને સહાય આપવા કૃતનિશ્ચયી બન્યા.
અઘરણી નિમિત્તે દરેક ઘેર મોકલવા માટે લાડવા બનાવવામાં આવ્યા. મધ્યમ સ્થિતિવાળા ગૃહસ્થને મોકલવાના લાડવામાં એક એક રૂપી નાખવામાં આવ્યું અને અત્યંત સાધારણ સ્થિતિવાળા ઘરમાં મોકલવાના લાડવાનાં એક એક દીનાર મૂકવામાં આવી. બીજા દિવસે નિશ્ચિત વિધિપૂર્વક બધા ઘરમાં અઘરણું મહત્સવ નિમિત્તના લાડવા વિતરિત કરી નાખવામાં આવ્યા.
તે વિધવાના ઘરે પણ ચાર લાડવાનું પીરસણું આવ્યું. વિધવાને બાળક જે લાડ ખાવા લાગે કે તેમાંથી એક દીનાર નીકળી. બીજા લાડવા ભાંગવામાં આવ્યા છે તે દરેકમાંથી ઢીનારો નીકળી. વિધવા મહિલા વિચાર કરવા લાગી કે, રાતના લાડુ બાંધતી વખતે બુંદી જેવા શેઠ નમ્યા હશે અને તેમનાં ખિસ્સામાંથી દીનારે સરી પડી હશે. આ મહોર વગર હકની વસ્તુ છે. તેને રાખી લેવામાં ચોરીનું પાપ લાગશે. આમ વિચારી તેણે પોતાના પુત્રને ચારે દીનારો શેઠને પાછી મેંપવા તરતજ શેઠને ઘેર મેકલ્ય.
માતાની આજ્ઞાથી પુત્ર તરત શેઠને ઘેર ગયે. ત્યાં આવી પુત્રે ભૂલથી પડી ગયેલી ચાર દીનારાની વાત શેઠને કરી અને પિતાની માએ પાછી મોકલાવેલી એ અણહકની દીનારો લઈ લેવા શેઠને વિનંતિ કરી.