________________
૬પર : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
ભાઈનું કદી કમેાતે (અકાળ) મૃત્યુ ન થાય. આ ત્રણ ભેટો જો તમે મને આપશે તે મને ખૂબ જ આનંદ થશે.’
આ તે પૌરાણિક કથા છે. પરંતુ આ નાનકડી કથામાં પણ બેનના હૃદયમાં ભાઈના ાગક્ષેમની જે ચિંતા હાય છે તેના ભારાભાર પડઘા છે. પેાતાના અંગત સ્વાર્થની એમાં ગધ પણ નથી. ભાઈ પાસેથી પોતાને કાંઈ મળે એની લેશમાત્ર બેનને પરવા હોતી નથી. માત્ર પાતાના ભાઈને ઊના વા પણ ન વાય, તેની તેના મનમાં કાળજી હેાય છે. આ ત્રણે ભેટની માંગણમાં યમીના સ્વા પાષણની એક પણ માંગણી નથી. પહેલી ભેટમાં તે પેાતાના ભાઈ યમરાજ પાસે માંગણી કરે છે કે, ભાઈબીજના દિવસે દરેક ભાઈ પાતાની બેનને ત્યાં અવશ્ય જમવા જાય. એમાં ભાઈ તરફની બહેનની અપૂર્વ સાત્ત્વિક અને નિષ્ઠાભી ભાવનાના પડઘા જોવા મળે છે. ભાઈને સત્કારવાને એનને અવસર મળે, ભાઈ માટે એન ભલે ઘસાય પણ ભાઈના આગમન અને ભાઈ ને જમાડવાના અપૂર્વ આનંદથી પોતે વંચિત ન રહે તેમજ પેાતાના ભાઈ પેાતાને ત્યાં જમી પેાતાની માનસિક સંતુષ્ટિમાં વધારો કરે, એવી નિઃસ્વાથ અને ભાઈ તરફની અસાધારણ મમતાનું દર્શન કરાવનારી આ પ્રથમ ભેટની માગણી છે. ત્રીજી ભેટની માંગણી છે કે, આજના દિવસે યમુનાજીમાં સ્નાન કરે તે યમપાશથી મુકત થાય. આ માંગણીમાં પણ બેનના કશા જ જ સ્વાર્થ પ્રતિધ્વનિત થતા નથી. સાત્રિક હિતમાં, સજન હિતાય સજન સુખાય તેણે આ માંગણી મૂકેલી છે. આપણે ત્યાં ગંગા યમુના આદિ નદીએનું ભારે માહાત્મ્ય સનાતનકાળથી ચાલતું આવ્યું છે. પરમ પવિત્રતાના પ્રતીક તરીકે આ નદીએ આર્ચીના માનસમાં પવિત્ર તૌ અને માતાની ગરજ સારી છે. આ નદીઓના પ્રવાહે પણ કેવા સુ'દર અને મનેાહર છે! તે ભવ્ય અને ગંભીર પ્રવાહા સૌનાં હૃદયને આકષી લે એવા સુરમ્ય છે ! હિમાલયમાંથી નીકળીને વહેતી ગગા અને યમુનાના તીર પર પેાતાના રાજ્યાને તૃણવત્ લેખી, ફેંકી દઈ, ભલભલા રાજા પણ રાજિ અની તપશ્ચર્યાં કરવા બેસી જતા એવી એ પરમ પાવનકારી નદીએ છે ! આવી આ નદીઓનાં દશનથી આર્યનાં માનસને પાર વગરની શાંતિ મળતી. યમુના નદીની સાથે તે હિન્દુઓના પૂર્ણાવતાર ભગવાન શ્રીકૃષ્ણની આખી લીલા જોડાએલી છે. કૃષ્ણ ભકતે ને આવી યમુના નદીમાં સાક્ષાત્ પરમાત્માનાં દર્શન થતાં હાય તે તેમાં કાઈ આશ્ચયની વાત નથી. રસખાન જેવા મુસલમાન કવિને પણ જો યમુના માટે આવી ભકિત જન્મી શકે તે યમુન ને કૃષ્ણમય જોનારા હરિભકતાને તેમાં પ્રભુતાની. ઝાંખી થાય એમાં શું આશ્ચય ? રસખાન પેાતાની ભાવના ભાવુક હૃદયથી વ્યકત કરતાં કહે છે કે
मानुस हों तो वही रसखानि
बसेो व्रज गोकुल गांव के ग्वारन | जो पसु हो तो कहां बस मेरो चरो नित नंदकी धेनु मंझारन ॥
રસખાન એક મુસલમાન ભક્ત કવિ થઈ ગયા. ભાવના વ્યક્ત કરતાં તેઓ પ્રાથના કરે છે કે: હે પ્રભુ ! જો મનુષ્ય તરીકે મારા જન્મ થાય તે ગોકુલ ગામના ભરવાડને ત્યાં