________________
: ૬૪૯
નૂતન વર્ષાભિનંદન : છે. જ્યારે તે પાંચસેા શિષ્યા ઘાણીમાં શેરડીની માફક પીલાતા હાય, તેમનાં હાડકાંઓના કટકે કટકા થતા હાય, તેમનાં આંતરડાં અને નસાના ઢગલા મહાર નીકળી આવતા હાય, તેમનાં શરીરમાંથી લેાહીના ફુવારાઓ છૂટતા હાય, તેમનાં શરીરના દે...દા થઇ જતા હોય ત્યારે કારમી વેદનાના આવા દુઃખદ પ્રસંગે પણ પાંચસો શિષ્યામાંથી એકપણ શિષ્યના સાડા ત્રણ કરોડ રામરાઇના એક રૂંવાડાંમાંથી પણ કંપન, ભય કે ધ્રૂજારીનુ' નામ ન છૂટે તે આત્મજ્ઞાનના દિવ્ય પ્રકાશને આભારી નથી તેા બીજું શું છે? જ્ઞાનની કસેટી આવા વિપત્તિના પ્રસંગોમાં જ થાય છે. આવી મુશ્કેલીની ક્ષણામાં જો આત્મિક સ્થિરતા યથાવત્ ટકી રહે તે જ્ઞાન યથા રૂપે પરિણમ્યાની સાખિતી થાય.
આજના આ પરમ મોંગલ દિવસે દિલ અને દિમાગના દરવાજા ખુલ્લા રાખો. પ્રાણી માત્ર પરત્વેની સદ્ભાવના અને સહૃદયતામાં વધારો કરો. જાણ્યે અજાણ્યે પણ કોઇનાં હૃદયને આઘાત પહેાંચાડયા હાય, કાઇને સતપ્ત અને સ ંત્રસ્ત કર્યાં હાય, ન કહેવાના શબ્દો કહી કાઇને દુભવ્યા હાય તે અંતઃકરણપૂર્વક ક્ષમા યાચજો ! કોઇના અધિકારો હડપવાની અનધિકાર ચેષ્ટા કરી હોય, ખીજાના યશ પેાતાને નામે ચઢાવ્યે હાય, બીજાને સહજ મળતા લાભ રાજ નૈતિક કુશળતાથી પોતાની તરફ વાળી લીધે હાય, બીજાના હક્કો ઝુંટવી લેવા કુશળ પ્રયત્ને કર્યાં હાય, તે। મહેરબાની કરી તેમના અધિકારે, લાભા, હક્કો અને યશઃસંપદા તેમને પુનઃ પરત કરી વિશ્રાંતિ મેળવશેા. તમારા આશ્રિતાનું તમારા હાથે શેષણ થયુ. હાય, કાર્ય કરીને વળતર ઓછું આપવાની અને કા વધારે પિરમાણુમાં લેવાની રાક્ષસીય મનેવૃત્તિ ભૂલે ચૂકે પણ તમારામાં પ્રવેશી હાય, તે તેમનાં તમે કરેલ શૈાષણને આજે તેમને માટેના સમીચીન પાષણમાં ફેરવી નાખો કે જેથી તેમનાં હૃદયમાં તમારી પ્રભુતાની પ્રેમ ભરી છાપ અંકિત થઈ જાય.
સ્થાયીરૂપે
નવા ચાપડામાં જે ચાર પરમ આત્માઓનાં શુભ નામે પ્રથમ પાને અંકિત કર્યાં છે, અને જેના ગુણ્ણા અને લબ્ધિ-સમૃદ્ધિ મેળવવાના તમે કામી છે, તેમના પવિત્ર નામને કદી ડાઘ ન લાગે અને તમારા ચાપડાની પવિત્રતા અને પ્રામાણિકતા તમારા દ ́ભભર્યા કાર્યોથી કદી અભડાઈ ન જાય તેની કાળજી રાખો. કાઈ કરજદાર, ગરીબ, અસહાય, વિધવા અથવા અશક્ત વ્યકિત તમારા ચાપડાના આંધનમાં બંધાઈ ગઈ હાય અને તે બંધનમાંથી મુક્ત થવાની તેની આર્થિક શકિત ન હોય, તે તેને કૃપા કરી તમામ ચાપડાનાં બંધનમાંથી પ્રેમપૂર્વક મુકત કરી દઈ તેમના મૂંગા આશીર્વાદ મેળવો.
યાદ રાખજો આ જગતમાં કોઈ ક્ષુદ્ર નથી. ખધા વિરાટ જ છે. આપણી ષ્ટિની ભૂલને કારણે આપણને તે ક્ષુદ્ર દૃષ્ટિગોચર થાય છે એટલું જ. બાકી બધું અસીમ છે. જોવાની ભ્રાંતિથી તે સસીમ દેખાય છે. એક વૃક્ષ જે આપણી દૃષ્ટિએ નગણ્ય દેખાય છે તે પણ