________________
નૂતન વર્ષાભિનંદન : ૬૪૭
જાતને વર છે. તે જીવનના સ્વાદને બેસ્વાદ બનાવી દે છે. તેને આજના દિવસે હડસેલવા કૃતનિશ્ચયી બને. પછી તમે જોઈ શકશે કે, જીવન ભારે સ્વાદથી ભરેલું, મધુર અને અમૃતરૂપ છે.
આપણે ત્યાં અહંકાર માટે બાહુબલીને દાખલે છે. તેમણે એવી ભયંકર તપ આરાધના કરી કે તેમના શરીર પાસે ધૂળ અને માટીના ઢગલા થઈ ગયા. શરીરની ચારેકેર લત્તાઓ વિંટળાઈ ગઈ. પક્ષીઓ આ સાધકને જડવસ્તુ માની તેમના શરીર ઉપર માળાઓ બાંધવા લાગ્યાં. શરીરનું ભાન ભૂલીને આમ તમય બની ગએલા આ પરમ આત્માના હૃદયના એક ખૂણામાં આમ છતાં નાનકડું રૂપ લઈને અભિમાન પિતાને અો જમાવીને બેઠું હતું. પરિણામે જે મેળવવું હતું તે પ્રાપ્ત થતું નહતું. બીજાને ધ્રુજાવી નાખે એવી ભયંકર તેમની તપશ્ચર્યા હોવા છતાં અભિમાનના એક નાનકડા અંશે તેમની ઈષ્ટ સિદ્ધિના દ્વારે અટકાવી રાખ્યાં હતાં ! તેમના મનમાં એ અભિમાન ઝળકી રહ્યું હતું કે, હું મેટ હેઈ મારા નાના દીક્ષિત ભાઈઓને કેમ વંદન કરું? ભગવાન ઋષભદેવના અઠ્ઠાણુ પુત્રીએ પોતાના પિતા ભગવાન ઋષભદેવ પાસે જ દીક્ષા સ્વીકારી હતી. આ બધા ભાઈઓ બાહુબલીથી ઉંમરમાં નાના હતા. પરંતુ જૈન શાસનને નિયમ છે કે, ઉંમરમાં નાનું હોય છતાં દીક્ષામાં માટે હોય તે મેટી ઉંમરવાળાએ પણ, ઉંમરમાં નાના પરંતુ દીક્ષાએ મોટાને, નમસ્કાર કરવા જોઈએ. બાહુબલી આ નિયમમાં અપવાદ થવા માંગતા હતા. અભિમાનને કારણે બાહુબલીનું મન આ સનાતન સત્યને સ્વીકારવા તૈયાર નહતું કે પોતાના નાના ભાઈઓ ભલે ઉંમરમાં નાના છે પરંતુ દીક્ષા પર્યાયમાં મોટા છે માટે મારે તેમને વંદન કસ્વા જોઈએ. તેમની ઉત્કટ તપ આરાધના હતી છતાં અભિમાનના આ અંશે તેમને સિદ્ધિને લાભ થવા દીધું નહિ. આ અહંકારને અવશેષ જ્યાં સુધી તેમનામાં હતું ત્યાં સુધી તેમને કેવળજ્ઞાન કે કેવળદર્શનનો લાભ થતે નહતો. ભગવાન ઋષભદેવ બાહુબલીના આ શલ્યને પામી ગયા. તેમણે તરત જ પિતાની બ્રાહ્મી અને સુંદરી નામની બે દીકરીઓ (બાહુબલીની સાધ્વી બહેનો ને બાહુબલીને આ સત્ય સમજાવવા તેમની પાસે મોકલી. ભગવાનના આદેશથી તેમની બંને બહેને બાહુબલી પાસે આવી. બાહુબલીને સમજાવતાં તેમણે કહ્યું: “ભાઈ! હાથી ઉપરથી જરા નીચે ઊતરે; અહંકારરૂપી હાથી ઉપર બેઠા બેઠા કેવળજ્ઞાન નહિ થાય !” બંને બહેનના આ શબ્દો બાહુબલીના હૃદય સેંસરવા ઊતરી ગયા. તેઓ સમજી ગયા કે મેં રાજ્ય, વૈભવ, સંપત્તિ અને સુઓને તો ત્યાગ કર્યો છે, જે વિભાવતઃ પર અને દૂર છે તેને છોડવાને મેં પ્રયત્ન કર્યો છે પરંતુ મારી સાથે તાદામ્ય પામી ગએલા અને મારા આધ્યાત્મિક વિકાસને અટકાવનારા મારા અહંકાર તરફ જ હે બેદરકાર રહ્યો છું. આટલી તપશ્ચર્યા પછી પણ મને અભિપ્રેત સાધ્યની સિદ્ધિ ન થતી હોય તે તેનું એક માત્ર કારણ મારે અહંકાર જ છે. મારી બહેને સાચું જ કહી રહી છે. આ અહંકાર રૂપી હાથી ઉપર હું બેઠે છું ત્યાં સુધી મારું કલ્યાણ ક્યાંથી થાય? એમ વિચારી અહંકારના વિકારને તેઓ ત્યાગ કરે છે. અહંકારને સ્થાને