________________
૬૪૬ : ભેઘા પાષાણુ, ખેાલ્યાં દ્વાર
આકુળવ્યાકુળ થવા લાગ્યા, ત્યારે ગાવન પર્વતને છત્રીની જેમ ટચલી આંગળી ઉપર ધારણ કરીને, ભગવાન શ્રીકૃષ્ણે વ્રજની સમસ્ત જનતાનું રક્ષણ કર્યુ.. પ્રલયનાં પૂરને એસાર્યાં અને ઈન્દ્રના મિથ્યાભિમાનને ઊતાયુ'. આવા અવિસ્મરણીય ક્રાન્તિના ઇતિહાસને સ્મૃતિગોચર કરાવનાર પવ તે પડવા.
આ તે નૂતનવર્ષના સબંધની પૌરાણિક વાતો થઈ આપણે તે આજસુધી જે જ્ઞાન મેળવેલુ છે તેને આજના દિવસથી એક એક મિનિટ વધારતાં જવાના અને તેને જીવનમાં ઊતારતા જવાના સંકલ્પ કરવાના છે. આવા શુભ સંકલ્પ કરી જીવનમાં તેને આચરીશુ તેા જ આવતા વર્ષના પ્રારંભમાં આપણુ' આખુ જીવન રૂપાંતરિત થઇ લેાકેાત્તર બની જશે.
એક સત્પુરુષે પેાતાના સંતાનને એક પૈસા આપીને કહ્યું: ‘તારે આ પૈસાને હમેશાં ખમણેા કરતા જવા. એટલે આજે એક પૈસાને એ પૈસા કરવા; ખીજે દિવસે ચાર; અને ત્રીજે દિવસે આઠ. આમ એક મહિના સુધી બમણા ખમા કરતાં જવું.
એક નવા પૈસાને બમણા કરવાનુ કામ કોઇ મુશ્કેલ કામ નથી, પરંતુ એક નવા પૈસાને ખમણા કરવાનું કામ જો યથાવિધિ ચાલ્યા કરશે તેા તમારા એક માસના ટૂંકા ગાળામાં તે એક પૈસા રૂા. ૫૩,૬૮,૭૦૯ અને ૧૨ નયા પૈસા; ત્રેપન લાખ અડસઠ હજાર સાતસો નવ અને ખાર નવા પૈસા થઇ ઊભા રહેશે. આપણે એક માસના ગાળાને નજીવા ગાળા માનીએ છીએ, તેને ઓછુ મહત્ત્વ આપીએ છીએ. પરંતુ જેની તમે ગણતરી કરી શકેા છે એવી આ ક્ષર સોંપત્તિ પણ જો એક માસના ટૂંકા ગાળામાં ત્રેપન લાખથી ઉપરની રકમ બની જાય, તે। આત્મ સાધના અને ભગવદ્ આરાધનાના સમય એક સેકડથી શરૂ કરીને પ્રતિ દિવસ જો ખમણેા કરતાં જઇએ તે આવતા વર્ષોંના નૂતન પ્રભાતે કેટલા પ્રમાણમાં આપણે શુદ્ધિ સાધી શકીએ તે વિચારવાની
વાત છે.
ખંધુએ ! સંસારની અધી વસ્તુ અદ્ભુત જીવન અને અનેરા સૌંદર્યાંથી સભર છે. માત્ર આપણા અહંકારને લઇને તે સૌ અને મીઠાશ આપણે જીવનમાં ન જોઇ શકતાં હોઇએ કે ન અનુભવી શકતાં હાઇએ, તે તે આપણી વિકૃતિ અને અહંકારને જ આભારી છે. એક વાર આપણામાંથી અહ કારના વિકાર ખસી જતાં જગતને જોવાની આપણી આખી દૃષ્ટિ જ બદલાઇ જશે. જ્યાં નજર નાખીશુ ત્યાં વ્યિ સૌનાં અદ્ભુત દČન થશે. અહંકાર મટી જતાં આખું અસ્તિત્વ મા થી ભરાએલ અને અનુપમ દિવ્યતાવાળુ દેખાશે. જીવનને ખારૂ બનાવનાર તત્ત્વ અહંકાર છે. અહંકારથી મુકત થઇ જવાના માણસ જે આજના શુભ દિવસથી જ સ'કલ્પ કરે અને તેવા પ્રયત્ન કરે, તે! આખી પ્રકૃતિ તેને માટે ધીરે ધીરે મીઠાશ અને સૌથી ભરેલી બની જશે અને તે મધુરતામાં તેને પ્રભુતાના પદ-ધ્વનિ, ચરણ સંચાર સ ́ભળાવા લાગશે. મનુષ્ય જયારે પિત્તજવરની માંદગીમાંથી ઊભા થાય છે ત્યારે તેને સ્વાદિષ્ટ વસ્તુ પશુ સ્વાદવાળી નથી લાગતી, મીઠી વસ્તુ પણ રોચક નથી લાગતી. આ રીતે અહંકાર પણ એક