________________
૬૪૪: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર
દીવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય,
ફટાકડા ફટફટ ફૂટે બાળક બહુ હરખાય. આવાં ગીત ગાતાં આજે સૌ કઈ હરખઘેલાં બની જાય છે. નવી શ્રદ્ધા, નવા ઉલ્લાસ, નવા ચોપડા અને નવી લેવડદેવડ આજે સૌ ધર્મ, ન્યાય, નીતિ અને માનવતાભર્યા સંકલ્પ સાથે પ્રારંભ કરે છે.
શ્રી ગૌતમસ્વામીની સમજાવટથી શ્રી કેશીકુમાર શ્રમણ પણ આજે પાર્શ્વ પરંપરામાંથી ભગવાન મહાવીરના શાસનમાં મંગળ પ્રવેશ કરે છે અને એ રીતે આજના યુગને અનુકૂળ મહાવીર પરંપરાને પોતાને ટેકે જાહેર કરે છે. પિતાની કૃતજ્ઞતા તે ગઈકાલે જ નમ્રતાપૂર્વક જાહેર કરી હતી અને આજે તેઓ પ્રથમ તથા અંતિમ જિને દ્વારા ઉપદિષ્ટ તેમજ સુખાવહ પંચમહાવ્રતરૂપ ધર્મમાર્ગમાં ભાવથી પ્રવેશ્યા.
पंच महव्वय धम्म पडिवजइ भावओ। परिमस्स पच्छिमाझि मग्गे तत्थ सुहावहे ॥
શ્રી કેશીકુમાર પાર્શ્વનાથ પરંપરાના હતા. પાર્શ્વ પરંપરાની સાધના ઘણી સગવડતાભરી હતી, પરંતુ જ્યારે શ્રી ગૌતમ સ્વામી સાથેના વિચાર વિનિમયમાં નિર્દભ સત્યને તેમને સાક્ષાત્કાર થયે ત્યારે કેઈપણ જાતના વાહને અવકાશ આપ્યા વગર તેમણે સરળ સત્યને સ્વીકાર કર્યો અને ભગવાન મહાવીરની કષ્ટસાધ્ય સાધનાના વિકટ માર્ગના સહજ પથિક બની ગયા.
નૂતન વર્ષાભિનંદન
આજે નવા વર્ષના મંગળ પ્રભાતે આ સમુદાય એકત્રિત થએલ છે. દિવસ તે જે રાજ ઉગે છે તે જ આજે પણ ઊગે છે; પરંતુ સૌનાં માનસમાં આજે રોજ કરતાં કંઈ અનેરા ઉત્સાહના અદ્ભુત દર્શન થાય છે. સંનાં હૃદય પુલકિત અને આનંદિત છે. વિષાદ, ખિન્નતા, પરેશાની અને સંતાપે જાણે આજે દુનિયામાંથી વિદાય લીધી હેય, અને તેને સ્થાને આહલાદ, સંતેષ, પ્રસન્નતા અને અમેદભાવ ઊતરી આવ્યા હોય તેમ અનેરો આનંદપૂર્ણ દા દષ્ટિગોચર થઈ રહ્યાં છે. પ્રેમના અમીમય વારિ સૌનાં નયનમાંથી નીતરી રહ્યાં છે ! ઉલ્લાસના ઉમંગભર્યા ભાવે સોનાં હૃદયમાંથી સરી રહ્યા છે ! આબાલવૃદ્ધ સૌ આનંદની મસ્તીએ ચડ્યાં છે!
સબરસ પરસ, શ્રેયસ અને પ્રેયસ નીપજાવનાર, નૂતન વર્ષને શુભ પ્રારંભ સૂચવતે, નવા વર્ષનો આ પરમ કલ્યાણમય દિવસ છે. આજથી નવા વર્ષને શુભ પ્રારંભ થાય છે અને