________________
૬૪૨ ઃ ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર
અમારે તે અમારા કતવ્ય મુજબ પાયાના સત્યને પ્રગટ કરવાનું હોય જ છે. જે મુમુક્ષુ આત્મા હશે તેને માટે તે અવશ્ય ઉપકારક થશે.
લગ્ન વખતે ધારણ કરેલાં વર તમે આજે શારદા પૂજન પ્રસંગે પણ પાછાં પરિધાન કરશે અને આવાં વચ્ચેથી મનમાં મલકાશે પણ ખરા; પરંતુ જ્ઞાનીઓનાં વચને તરફ જે દ્રષ્ટિ નહિ નાખે તે જીવનના સરવૈયાને મેળ મેળવો મુશ્કેલ થશે. આપણા દિવસો સત્કાર્ય અને પરમાર્થમાં ગયા કે સ્વાર્થ અને અસત્કાર્યોમાં વ્યતીત થયા તેની જે યથાર્થ દૈનિક નેંધ હશે, તે જીવનના સરવૈયામાં ભાગ્યે જ મુશ્કેલી આવશે. પરંતુ માણસ પિતાનાં જીવનની નિયમિત ડાયરી રાખવાના પુરુષાર્થની સતત ઉપેક્ષા કરતે હોય છે. માણસના હાનિ અને લાભ અર્થ સાથે જ જોડાએલા હોય છે. તેમની દ્રષ્ટિમાં આર્થિક હાનિ જ મટી હાનિ છે. જીવનની કીમત પૈસાથી આંકનાર વ્યાપારી માનસમાં સૌથી કીમતી અને પ્રતિષ્ઠિત તવ પૈસે જ હોય છે. પૈસાને કેન્દ્રમાં રાખી જીવનારને જીવનના સત્વ અને તત્વ કરતાં પૈસાની કીમત વધારે હોય છે.
દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધરીને દાનવીર રાજા બલિને ત્યાં યાચના કરવા પગ મૂક્યું. તેમણે રાજાના ઔદાર્યની કસોટી કરી. કારણું બલિને નિયમ હતો કે નિત્યનિયમ વખતે જે કેઈ જે કાંઈ માંગે તે નિઃસંકેચ આપવું. ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધરી ત્રણ ડગલાંની યાચના કરી. બલિરાજા સ્વસ્તિ કહી ઊભો રહ્યો. વામન રૂપધારી વિષ્ણુએ ત્રણ ડગલાંમાં તે ત્રણે લેક–સ્વર્ગ, મૃત્યુ અને પાતાળને માપી લઈ રાજા બલિને પાતાળમાં ચાંખે. આ પૌરાણિક પ્રસંગની પુનીત યાદ આપતી દીપાવલી લાખ લાખ દીવાને દીપથાળ લઈને રૂમઝૂમ કરતી આવે છે અને એ રૂપાણી દાનને મહિમા ગાતી ગાતી ક્ષિતિજને પેલે પાર ચાલી જાય છે.
રાજા વિક્રમના જીવનની પણ આવી જ મીઠી કથા છે. આવતી કાલથી વિક્રમ સંવતનું નવું વર્ષ પ્રારંભ થશે. રાજા વિકમે એવું તે શું પરાક્રમ કર્યું કે જેનાથી તેના નામનો સંવત્સર આજે પણ જીવંત છે? પૃથ્વીના આ પટ પર અનેક માંધાતાઓ જમ્યા અને મૃત્યુને ભેટયા છતાં તે કેઈને નામથી સંવત્સર શરૂ થયા નથી અને જે થયા હોય તે વિક્રમ સંવતની માફક ટકયા નથી. ત્યારે રાજા વિક્રમમાં એવી તે શી વિશેષતા હતી કે વિક્રમ સંવત અદ્યાવદિ સુવ્યવસ્થિત ઢંગથી ચાલી રહેલ છે?
કહેવાય છે કે, રાજા વિક્રમે આજના શુભ દિવસે પિતાનું બધું લેણું માંડી વાળ્યું હતું. કેઈને પણ દેણને ભય ન સતાવે, કેઈની પણ મુશ્કેલીમાં વધારે ન થાય, સૌ સ્નેહ અને પ્રેમથી પિતાનું સુખપૂર્વકનું જીવન જીવી શકે તે માટે પરમ કરૂણા ભાવથી પ્રેરાઈ, સ્નેહની સ્યાહી અને કરુણાની કલમ લઈ તેણે દુઃખી પ્રજાનું દેણું માફ કર્યું. હજારે માણસના અંતરના આશીર્વાદ મેળવ્યા. તેણે સાચું સરવૈયું કાઢ્યું અને નવા ચેપડા સાથે નવા વર્ષથી નવું જીવન શરૂ કર્યું.