________________
પ્રકાશ પર્વ દીપાવલી : ૬૪૧ સબડતી જાય છે. આજનું જન-જીવન વિલાસ અને વાસનાના સાગરમાં વધુ ને વધુ ઊંડી ડૂબકીઓ મારી રહ્યું છે. પરિણામે આજે જગત જવાલામુખીના શિખર ઉપર આસીત છે.
દીવાળી શબ્દમાં આમ તે ત્રણ જ અક્ષરે છે પરંતુ તેમાં રહેલે અર્થ ગંભીર છે. દી’ વાળે એટલે દીવાળી. દી–વાળને અર્થ આપણું આવતા દિવસે કરે, આપણા જીવનને અભ્યદય અને પ્રગતિની દિશામાં વાળે, જીવનની દિશા બદલી નાખે તે દીવાળી. દીવાળીની આપણે સૌ ઘણું ઉમંગથી પ્રતીક્ષા કરતા હોઈએ છીએ. તમે સંસારી તે પિતાના ઘર, ઓફિસ, દુકાન અને ઘરવખરીની પણ કાળજીથી સફાઈ કરે છે. ઘસી ઘસી વાસણોને અરીસા જેવા બનાવે છે, પરંતુ હદય અથવા અંતઃકરણના કચરા તરફ દષ્ટિ કરવાની સુદ્ધાં તમને કુરસદ નથી આ કેટલું આશ્ચર્ય છે? જેમાં પરમ દિવ્ય પરમાત્મા બિરાજે છે, તે મન જ ઉકરડાની માફક દુર્ગંધમય હશે, તે પરમાત્વભાવને પધારવાને અવકાશ જ કયાં રહેશે?
સાંજે ચોપડા પૂજન કરશે, મીઠાઈઓ લેશે, પણ આ બધાથી આત્માની આંતરિક ચેતનાને શો લાભ થવાને ? આજે તે આપણા શાસન-નાયક ભગવાન મહાવીરને નિર્વાણ દિવસ એટલે આજે લાપસી અને મગ ભાવે પણ કેમ? પભુના પરિનિર્વાણના દિવસે પૌષધોપવાસના અનુષ્ઠાનથી પરમાત્મભાવને પિષણ આપવું જોઈએ કે વિવિધ મીઠાઈઓને ઉપભોગ કરીને દેહને પુષ્ટિ ? પૂજન કર્યા પછી પણ તમે ફરસાણ અને મીઠાઈ વાપરે છે, ફટાકડા ફેડે છે
એ તે કઈ જાતની દીવાળી છે ? પૌષધપવાસ જેવા પવિત્ર વ્રતનું અનુષ્ઠાન ન કરી શકવા માટે - પશ્ચાત્તાપની ભાવના જન્મવી જોઈએ. વીર નિર્વાણને આ આધ્યાત્મિક દિવસની આરાધના તમે 'ગને બદલે ભેગથી કરે છે તે તમારી આંતરિક નબળાઈ વિષે તમારા મનમાં જે ખેદ રહ્યા કરશે તે જ એક દિવસ અવશ્ય તમારામાં દિવ્ય ચેતના પ્રગટયા વગર રહેશે નહિ. તીવ્રતમ અનુષ્ઠાનના પુરુષાર્થો કદાચ તમે ન આચરી શકે તે પણ રાત્રિભેજનના ત્યાગ જેવા અતિ સામાન્ય કક્ષાના પ્રાથમિક અનુષ્ઠાનેની તે શ્રાવકે ઉપેક્ષા ન જ કરવી જોઈએ. તમારે તે વર્ષારંભના શુભ શુકનરૂપે ધાણું અને સાકર ખાવાનાં હોય છે એટલે રાત્રિ ભેજન ત્યાગની વાત તમને ગળે પણ કેમ ઊતરે?
પરંતુ આ જાતના કપેલા શકુનો સાચાં શકુને નથી. ધર્મરૂપ મંગલ ઉપાર્જન કરવાના પુરુષાર્થમાં જે પ્રમાદને અવકાશ આપશે તે ઉપાર્જિત પુણ્ય ખવાઈ જશે અને કહેવાતાં શકને અર્થોપાર્જનમાં સહાયક થશે નહિ. હાં, જ્યાં સુધી આત્મા માટે પ્રેમ અને ઉમળકે તમારા હૃદયમાં જાગશે નહિ ત્યાં સુધી અમારી આ પાયાની વાત તમારે ગળે ઊતરશે નહિ અને જ્યાં સુધી એ પાયાની વાત તમારે ગળે નહિ ઊતરે ત્યાં સુધી તમે તમારી ચાલી આવતી પરિપાટી અને પરંપરામાં આંશિક પણ ફેરફાર કરવા નહિ ઈચ્છે તે સ્વાભાવિક છે. છતાં