________________
પ૬૮ : ભેવા પાષાણ, ખેલ્યાં દ્વાર ક્રિયા આદિ પરિણામેથી પરિણત થાય છે ત્યારે તભિન્ન અન્ય દ્રવ્ય સ્વયં તેમાં નિમિત્ત થાય છે. દ્વાદશાનુપક્ષામાં સ્વામી કાર્તિકેયે ઉક્ત અભિપ્રાયને સમર્થન આપતાં જણાવ્યું છે કે
णिय णिय परिमाण णिय-णिय दव्वंपि कारण होरि । ....
अण्ण बाहिर दव्व णिमित्तमत्तं वियाणेह ।। બધા દ્રવ્ય પિતા પિતાના પરિણમનના ઉપાદાન પ્રધાન મુખ્ય કારણ હોય છે. અન્ય બાહ્ય દ્રવ્યને માત્ર નિમિતા જ જાણવું જોઈએ.
આ તે ઉપાદાન–નિમિત્તાની ભૂમિકારૂપે કથન કરેલ છે. વિષયની ગંભીરતાને અનુલક્ષી આ વિષય ગ્ય રીતે લંબાશે એમાં શંકા નથી. આજે તે આટલેથી જ અટકીએ છીએ. આજે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વાત ઉપાદાન-નિમિત્તની ગંભીરતામાં કહેવી રહી જાય છે, તે તે વિષે આવતી કાલે વધારે વાત કરીશું.
ઉપાદાન-નિમિત્ત સમીક્ષા
બે નિમિત્તેનું વિવેચન ગઈકાલના પ્રવચનમાં થઈ ગયું છે. આજે ત્રીજા નિમિત્તના સંબંધમાં રીતે વિચાર કરીશું. તે મુજબ ત્રીજા નિમિત્તમાં ઈચ્છા, પ્રયત્ન અને કારક સાકલ્યના જ્ઞાનથી યુક્ત મનુષ્યાદિને સમાવેશ થાય છે. ગઈકાલે મેં ક્રિયાવાન નિમિત્તેને લક્ષ્ય કરી જે કાંઈ કહ્યું છે તે પ્રકૃતિમાં પણ ઉપયોગી છે. આમ છતાં જો એમ કહેવામાં આવે છે, અન્ય દ્રવ્યનાં કાર્યો પરત્વે ક્રિયાવાન નિમિત્તેને પ્રયત્ન ઈચ્છાપૂર્વક હેય છે, તે આ પણ વિચારવું જોઈશે કે, પિતાની ઈચ્છાપૂર્વકના પ્રયત્ન વડે તે કયા પ્રકારના કાર્યની ઉત્પત્તિમાં પ્રેરક કારણ છે? શું જે દ્રવ્ય વિવક્ષિત કાર્યરૂપથી પરિણમી રહ્યું છે તેને કાર્યરૂપમાં પરિણમન કરવામાં તેઓ નિમિત્ત કારણ છે? અથવા જે દ્રવ્ય વિરક્ષિત કાર્યરૂપથી પરિણમી રહ્યું નથી તેને વિવક્ષિત કાર્યરૂપથી પરિણમાવવામાં તેઓ પ્રેરક કારણ છે? પ્રથમ પક્ષને સ્વીકારવામાં તે તેમની અંશમાત્ર પણ પ્રેરકતા સિદ્ધ થતી નથી. કારણ, જે દ્રવ્ય સ્વયં કાર્યરૂપમાં પરિણમન થઈ રહ્યું છે તેમાં તેમણે શું કર્યું કે જેથી તેમની પ્રેરકતા સિદ્ધ થાય? દ્રવ્ય પિતાની મેળે જ પરિણમી રહ્યું છે તેથી તેમાં તેમને કાંઈ કરવાપણું રહેતું નથી.
બીજા પક્ષને સ્વીકારવાથી જે દ્રવ્ય સ્વયં વિવક્ષિત કાર્યરૂપથી પરિણમી રહ્યું નથી તેને શું બીજા કેઈ વિવક્ષિત કાર્યરૂપથી પરિણમાવી શકશે ખરા? દાખલા તરીકે, બાવળ વાવવામાં આવે અને આપણે ઈચ્છીએ કે તે અબ થઈ જાય, તે શું તે આપણી અભિલાષા માત્રથી અથવા અભિલાષા મુજબના આપણા પ્રયત્નથી, આ થઈ જશે ખરો? નિમિત્તવાદીઓએ પણ આ સત્ય સ્વીકારવું જ પડશે કે, બાવળ વાવીને આંબે થઈ શકે નહિ. આમ જ્યારે બાવળમાંથી