Book Title: Giri Garjana
Author(s): Girishchandra Maharaj
Publisher: Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 694
________________ પ્રકાશ પર્વ રૂપચતુર્દશી : ૬૩૩ અવસ્થિત છે. તેમની અંતિમ દેશના કે જે તેમણે અઢાર દેશના રાજાઓ સમક્ષ આપી હતી, તે આપણી પાસે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર એ ભગવાનને અંતિમ સમયને ઉપદેશ છે. શ્રી કલ્પસૂત્રમાં આ સંબંધે સ્પષ્ટ ઉલ્લેખ છે छत्तीसच अपुवागरणाई वागरित्ता पधाण नाम अज्झयण विभावेमाणे विभावेमाणे कालग वित्तिक्क ते समुज्जो छिन्न जाइ जरामरण बधणे सिद्धे बुद्धे मुत्ते अंतकडे परिव्वुडे सव्वदुक्ख पहीणे । અર્થાત્ બીજા કોઈ વડે પ્રશ્ન ન કરવામાં આવેલ છતાં તેનાં સમાધાન કરનારા છત્રીસ અધ્યયનેને કહેતાં કહેતાં મહાવીર સ્વામી કાળધર્મને પ્રાપ્ત થયા, સંસાર તજીને ચાલ્યા ગયા, ઊર્ધ્વગતિને ઉપલબ્ધ થયા. તેમનાં જન્મ, જરા અને મરણના બંધન વિચ્છિન્ન થઈ ગયા. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા. સંપૂર્ણ કર્મોને તેમણે નાશ કર્યો. બધી જાતને સંતાપથી તેઓ મુક્ત થયા. તેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયાં. આ પ્રકાશપર્વના પવિત્ર દિવસોમાં ભગવાનની અંતિમ દેશના રૂપ આ પરમ પાવન વાણુને આપણે પ્રતિક્ષણ સ્મૃતિને વિષય કરીને રાખવી જોઈએ અને તેમણે બતાવેલા જીવને પગી આત્મસાધક સિદ્ધાંતને તાણાવાણાની માફક આપણાં જીવનમાં વણી લેવા જોઈએ, કે જેથી જીવન પરમ પવિત્ર અને વિકાસની દિશામાં હરણફાળ ભરનારૂં બને, વૈશાલી ગણરાજ્યના પ્રમુખ મહારાજા ચેટક ભગવાન મહાવીરના મુખ્ય શ્રાવક હતા. તેમના છએ જમાઈ ઉદયન, દધિવાહન, શતાનીક, ચંદ્રપ્રદ્યોત, નન્દિવર્ધન તથા શ્રેણિક તેમજ નવ મલ્લી રાજાઓ અને નવ લિચ્છવી રાજાઓ એમ અઢાર ગણનરેશે પણ ભગવાનના પરમ ભકત હતા. આ અઢારે દેશના રાજાઓ, આ દિવસે માં, પાવાપુરીમાં આવી, પ્રભુના ચરણે પૌષધપવાસ વ્રતને સ્વીકાર કરી, ભગવાનની દેશનામાં સંલગ્ન બન્યા છે. તમે લક્ષ્મીપૂજાના આકર્ષણના પ્રલેભનમાં પૌષધપવાસ જેવા કીમતી અને પ્રભુતાપૂર્ણ વ્રતને પણ તિલાંજલિ આપી દે છે. તેમાં રહેલી પ્રભુતા તમને કેમ દેખાતી નથી અને તમે માનેલી લહમીમાં તમને પ્રભુતાનાં દર્શન કેમ થાય છે તે હું સમજી શકતા નથી. આ તે અઢારે દેશના અઢાર રાજવીઓ છે. તમે કલ્પી શકો છો કે તેમની પાસે તમારા કરતાં અવશ્ય વધારે કીમતી સંપદા અને સત્તા હતી. શું તેમને લક્ષમી પૂજન નહોતું ગમતું? શું તેમને તમારી માફક ફટાકડા ફોડવાને શેખ નહેતે થતું? શું તમારી માફક તેમને દવડા પ્રગટાવતા નહેતા આવડતા? તેમના વૈભવ અને ઐશ્વર્યમાં શું ખામી હતી કે તેઓ તમારી માફક પિતાના આનંદ માટે તમારા વ્યવહારને ન અનુસરી શક્યા? વિચાર કરશે તે તમને ખબર પડશે કે, આવા ભગવાન જેવા પ્રબુદ્ધ વ્યક્તિઓને સમાગમ પરમ પુણ્યની ઉપલબ્દિાનું ફળ હોય છે. આ સાંસારિક વ્યવહાર અને કાર્યકલાપે તે ક્ષણિક સુખને આપનારા છે. ક્ષણિક સુખ ખાતર આત્યંતિક સુખની આરાધના અને ઉપાસના

Loading...

Page Navigation
1 ... 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726