________________
પ્રકાશ પર્વ રૂપચતુર્દશી : ૬૩૭ આ ચોદ જીવસ્થાને છે. આપણે છેલા જીવસ્થાનમાં કમિક વિકાસની રીતે આવી ગયા છીએ. દેવને પણ ઈર્ષ્યા ઊપજાવે એવી ઉત્તમ મનઃ શકિત અને આત્મધર્મ સાધવાને પુરુષાર્થ તમને અમને સૌને ઉપલબ્ધ થએલ છે. એટલે આ રૂપચતુર્દશીને ઉપગ મેલી, સંસાર વધારનારી, પાપવર્ધિની વિદ્યાઓની સાધનામાં કરવાને બદલે ૧૪ પૂર્વના જ્ઞાન મેળવી લેવામાં કે પિતાના અપ્રતિમ પુરુષાર્થ વડે ૧૪ ગુણ સ્થાને પાર કરવામાં વાપરીએ તે જ આપણા માટે હિતકર છે.
૧૮ દેશના રાજાઓની માફક તમારા સૌમાં પણ આ દિવસેનાં માધ્યમથી આવા જ અધ્યાત્મભાવ પ્રગટી જાય તો તમારે પણ બેડે પાર થઈ જાય. પરંતુ તમે તે આ બધું કરવાને બદલે, વહેલી સવારે ઊઠી રંગેની પૂરે છે, ફટાકડા ફેડે છે, અનેક જીવને કચ્ચરઘાણ કાઢે છે અને મંગળમય દિવસોને પિતાની રીતે અમંગળરૂપ બનાવી લે છે.
જ્ઞાનના દીપક પ્રગટાવવાને બદલે તમે રેશનીથી ઘેલા બને છે, બીજાને પણ ઘેલા બનાવે છે. આ આખાયે પાપમાં પડવાને માર્ગ છે. માત્ર દીવડા પ્રગટાવવાથી દીવાળી ઊજવાય નહિ. જ્ઞાનરૂપી દીવા પ્રગટાવીએ તે ચારે દિશા ઝળહળી ઊઠે. આજે સાંજે વડા બનાવી કકળાટ કાઢશે. દર વર્ષે આ અખલિત પરિપાટી અનુસરાય છે. પરંતુ કકળાટમાં કશો જ ફેર પડતે નથી. જેણે કકળાટ કાઢયે હોય તેનાં દિલને સદા શાંતિ જ હેય. બહેનેવડા નાખવા જાય છે ત્યારે ગોળ કુંડાળું કરીને એક એક વડું ચારે દિશામાં ઊછાળે છે, અને માને છે કે, ઘરને કકળાટ ઘરમાંથી બહાર નીકળી ચારે દિશામાં વહેંચાઈ ગયેલ છે. આ તે માત્ર અંધશ્રદ્ધા છે.
રેવીસ જાતનાં ધાન્યમાંથી આજે અડદની દાળના વડાં જ શા માટે બનાવે છે ? કારણ, અડદ શકિતશાળી ધાન્ય છે. ઉપરથી કાળું છે પરંતુ અંદરથી ઊજળું છે. વીસ ધાન્યમાં જેમ અડદ વિશેષ શકિત આપનાર છે તેમ વીસ દંડકમાં માનવને દંડક સૌથી વધારે શક્તિશાળી દંડક છે. માટે અડદની માફક હે જીવ! તું તારી કાળાશ કાઢી નાખ. માષતુષ મુનિ જેમ અડદ અને તેનાં ફેતરાંના પાર્થથી કશા જ વિશેષ જ્ઞાન વગર આત્મજ્ઞાનને પામી ગયા, તેમ આપણાં સૌ માટે અડદના વડાં જડ-ચેતનના વિવેકમાં એક આદર્શ પ્રતીક બનીને ઊભાં રહે તે મનુષ્યભવ સાર્થક થઈ જાય. આવા કળાટે તે આપણે રૂઢિને આધીન થઈ પ્રતિવર્ષ કાઢતાં આવ્યાં છીએ, પરંતુ કકળાટ પિતાને સ્થાને જ ઊભો હોય છે. અવસર આવ્યું તે પાછો આવી જાય છે. માટે પ્રતિજ્ઞા કરે કે હવે તે હું કષાયને જ કકળાટ કાઢે કે જેથી જન્મ મરણની પરંપરામાંથી સદાને માટે ઊગરી જાઉં! જે જીવે પર્વોના પરમાર્થને સમજી આધ્યાત્મિક ગણતરીએ તેને ઊજવે છે તેઓ આત્મ કલ્યાણ અવશ્ય સાધી જાય છે.
શ્રી કેશીકુમાર શ્રમણના શિવેના માધ્યમથી ઉદ્દભવેલી બધી શંકાઓનું નિરાકરણ શ્રી ગૌતમસ્વામી જેવા પરમ આત્મા પાસેથી થઈ જતાં શું થયું તેને ઉપસંહાર કરતાં શાસ્ત્ર પિતે કહે છે