________________
નિશ્ચય અને વ્યવહાર : ૫૮૫
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી કેશીશ્રમણનેા અંધકારમાં અટવાતા જીવાને પ્રકાશ કેણુ આપશે ?’–આવે પ્રશ્ન છે. આ પ્રશ્ન ઘણા સમજવા જેવા પણ છે. કારણ, જગત સત્તા પ્રકાશને પૂજતા આવ્યે છે. હિન્દુ પ્રતિદિન પ્રાતઃ સાયં સૂર્યને નમસ્કાર કરે છે. મુસલમાને સદા ચદ્રમા અને તારાને પૂજે છે. પારસીઓ ચાવીસે કલાક અગ્નિને પ્રજ્જવલિત રાખે છે. અંધારાથી સો દૂર ભાગે છે. પ્રકાશ માટે સૌ તલસે છે; પરંતુ પ્રકાશનાં દન દુર્લભ છે. કારણ જો પ્રકાશ મળી જાય તેા અંધારૂં કોઇપણ જાતના પ્રશ્ન વગર એક ક્ષણમાં પલાયમાન થઇ જાય. પ્રકાશની સામે અંધારાને ટકવાનું ગજું પણ શું? આને માટે એક રૂપક યાદ આવે છે. એક વખત અધારાએ બ્રહ્માને ફરિયાદ કરીઃ ‘સૂરજ મારી પાછળ પડયેા છે. હું મારૂ અખંડ સામ્રાજ્ય સ્થાપવા જ્યાં પ્રયત્ન કરુ છું ત્યાં તે થોડા જ વખતમાં તે મારા સામ્રાજ્યના ભાંગીને ભુક્કો ખેાલાવી દે છે. માટે કૃપા કરી આપ સૂર્યને સમજાવા તે બ્રહ્માએ અંધારાને આશ્વાસન આપતાં કહ્યું: ‘હું અવશ્ય સૂર્યને તારા કા માં અવરોધ ઊભા ન કરવા તેને સમજાવીશ.’
સારૂં.’
ઠપકો આપીશ અને
બ્રહ્માએ બીજા દિવસે સૂર્ય ને ખેલાવી અંધારાની વાત કહી સંભળાવી. એટલે સૂર્ય નમ્રતાથી જવાબ આપ્યાઃ અંધારાનાં તે મે કયારેય દન કર્યા પણ નથી. અંધારૂં મને કયાંય ભેગું પણુ થયું નથી. આમ છતાં આપ કહેા છે તેમ જ હોય તે અંધારાને મારી સામે ઊભું રાખેા એટલે મારે કારણે અંધારાને જે પરેશાની થતી હશે તેની હું અવશ્ય માફી માગીશ.'
બ્રહ્માએ ઘણા પ્રયત્ન કર્યાં પરંતુ આજ સુધી બન્નેના મેળાપ થયે જ નથી.
તાત્પય એ છે કે, પ્રકાશના એક કિરણની સામે અખડ અને પ્રગાઢતમ અંધારૂ એક ક્ષણ માટે પણ ટકી શકતું નથી.
અંધારામાં અટવાતા જીવાને પ્રકાશ આપનાર તે સૂય કાણુ છે ? આવે શ્રી કેશકુમાર શ્રમણના પ્રશ્ન છે:
भाणू य इह के वुत्ते ? केसी गोयममब्बवी । केसिमेव યુવંત' तु गोयमा કૂનમની
તે સૂય કાણુ છે એવેા પ્રશ્ન શ્રી કેશીકુમાર શ્રમણે પૂછતાં શ્રી ગૌતમ સ્વામીએ જવાબ આપ્યાઃ
उग्गओ स्त्रीण संसारा सच्वन्तु जिण मक्खरे। । सेा करिस्सइ उज्जाय सव्वलेायम्मि पाणिण ॥
જેના સ`સાર ક્ષીણ થઇ ગયા છે, જે સર્વજ્ઞ છે એવા જિન દેવરૂપ ભાસ્કર ઊગી ચૂકયા છે તે બધા જીવા માટે પ્રકાશ કરશે.
એક યુગ હતા ત્યારે તે જ માણસે ઉપદેશ આપતા જેમણે આત્માના સાક્ષાત્કાર ઈં હાય. જેણે જાણ્યું નથી તે ખેલવાની ચેષ્ટા પણ કરતા નહિ. કારણ, જાણ્યા વગર ખેલ' એ