________________
તમગુણ અને તેને ઉપાય
આત્મા સ્વયં સંપૂર્ણ છે. તે અનંત ગુણોને અક્ષયભંડાર છે. આત્માની પ્રતીતિના અભાવમાં જ વસ્તુઓનું આકર્ષણ માણસના માનસને આકર્ષિત કરે છે. પિતાના અક્ષય નિધાનની સાધારણ પ્રતીતિ પણ જે કઈ ઉપાયથી માણસને થઈ જાય તે જાગતિક કીમતી ગણતાં પદાર્થો પણ તેને માટે નિર્મૂલ્ય થઈ ઊભા રહે. આત્માને સ્વયંભૂ સ્વભાવ પણ ઊર્ધ્વગામી એટલે ઉપરની દિશામાં જ ગતિ કરવાનું છે. ઉપર ફેંકવામાં આવેલે પથ્થર જેમ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લઈ પૃથ્વીની દિશામાં ખેંચાય છે, તેમ ઊર્ધ્વગતિ સ્વભાવવાળે આત્મા પણ વિકાર, દેહાધ્યાસ અને મસાકાર બુદ્ધિના ગુરુત્વાકર્ષણથી દશે દિશામાં આડી-અવળી અને ઊંધી ગતિ કર્યા કરે છે. કઈ પણ વસ્તુને ભારે વજન બાંધે એટલે જેમ તે નીચે ખેંચાય છે તેમ વિભાવદશાનાં વમળમાં અટવાએલા આત્માની પણ આવી જ સ્થિતિ છે. મમતા, વિકાર, વાસનાઓ અને દેહાત્મભાવથી જે આત્માને એકદમ અલગ પાડી શકવાની કેત્તર દિવ્ય શક્તિને આવિર્ભાવ થઈ જાય, તે આત્માને પિતાની દિશામાં સ્વતંત્રતા પૂર્વક પ્રગતિ કરવાનું સુગમ બની શકે; પરંતુ આ વાત કહેવામાં જેટલી સરળ અને સાદી સીધી લાગે છે તેટલી જીવનમાં સક્રિય બનાવવી અઘરી છે. આત્માને વિભાવની મેલમાંથી મુક્તિ મળે તે જ અલૌકિક આનંદની ઉપલબ્ધિ જીવ માટે સરળ બને એમ છે.
આત્મા અનંત શક્તિ અને અનંત ગુણેને અધિપતિ છે. છતાં પિતાના વૈભવ, સમૃ અને આંતરિક શકિતઓથી તે અજ્ઞાત હોવાને કારણે ગુલામીની અવસ્થા તે ભેગવી રહ્યો છે. ઈન્દ્રિયે, મનના વિચાર અને વિકારે આત્માને જે માર્ગે લઈ જવા માંગે છે તે માર્ગે તેઓ તેને સરળતા પૂર્વક દેરી જાય છે. અનાથની માફક તે તેમની પાછળ પાછળ રાતે જાય છે. આ બધા બહારના પ્રવાસીઓ છે, મુસાફરે છે, એ સત્ય ન સમજવાના કારણે પધિક અને વિદેશી વિભાવની સત્તા તે મૂંગે મોઢે સ્વીકારી લે છે એ જ તેની મોટી અજ્ઞાનતા છે. વિકારો, વાસનાઓ, પદાર્થમૂલક સુખદુઃખો તે દેહની સાથે સંબંધ ધરાવનારા છે, પિતાની સાથે તેમને જરાયે સંબંધ નથી એ સત્ય જે આત્મા એક વખત યથાર્થ રીતે સમજી જાય, તે આત્મા પર આ વિકારેના સામ્રાજ્યની સત્તા એક ક્ષણ પણ ટકી શકે નહિ. આત્માનું સાર્વભૌમત્વ સ્થપાઈ જાય અને આ રીતે જે પોતાની જાત પર શાસન કરે તે વિશ્વને સમ્રાટ જ નહિ, સ્વયં વિરાટ બની જાય
આત્મા અને દેહમાં પાર્થકય વિવેક અને વૈરાગ્યને આભારી છે. નાવડી ચલાવવાનું કામ હલેસાં મારનારાઓ કરે છે, પરંતુ દિશાને નિર્ણય કરવાનું કામ સુકાનીનું છે. નિશ્ચિત દિશાની જળયાત્રા માટે જેમ હલેસાં અને સુકાન બન્નેની અનિવાર્ય જરૂર છે તેમ દેહનાં સુખદુઃખ અને