________________
૬૨૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
સંત પોતે તેને ઘરે પધાર્યાં. તેણે તેમનાં ચરણામાં વંદન કર્યાં. એકનાથે કૂશળ ક્ષેમની પૃચ્છા કરી એટલે તે ગૃહસ્થે જવાબ આપ્યા : પ્રભુ ! હવે જાઉ છું.'
શ્રીનાથે પૂછ્યુ ગએલા આ છ દિવસેામાં તમારા હાથે કેટલું પાપ થયું ? પાપના કેટલા વિચારો મનમાં જાગ્યા ?’
મરણુ પથારીએ પડેલા અને એકનાથના વચન મુજબ આતુરતાથી મૃત્યુની પ્રતીક્ષા કરતી તે વ્યકિતએ જવાખ આપ્યા નાથ ! પાપના વિચાર કરવાના વખત જ કયાં હતા? મારી દૃષ્ટિ સામે તે યમરાજના ભયંકર પજો ઘૂમ્યા કરતા હતા ત્યાં અશુભ વિચારને અવકાશ જ કયાંથી મળે ?”
એકનાથે જવાબ આપ્યા : ‘ભાઇ ! સાત દિવસ પૂર્વે તે પૂછેલા પ્રશ્નના જવાબ તને મળી ગયા છે. હવે તને સમજાઇ ગયું હશે કે મારૂ જીવન નિષ્પાપ કેમ છે ? મરણના વાઘ હંમેશાં સામે ઘૂરકતા ઊભા હાય ત્યારે પાપ કરવાનું સૂઝે પણ કયાંથી ? પાપ કરવા માટે પણ જીવને એકદમ નિરાંત જોઇએ. મરણની એક ક્ષણ માટે પણ વિસ્મૃતિ ન થવા દેવી એ પાપમાંથી મુકત થવાના એક માત્ર ઇલાજ છે. મરણુ સામે દેખાતું હાય, ત્યારે કાની હિંમતે માણસ પાપ કરી શકશે ??
શ્રી કેશીકુમાર શ્રમણુ પેાતાના પ્રશ્નના સંબંધમાં સમીચીન સ્પષ્ટતા મેળવવા ફરી પેાતાના પૂછેલા પ્રશ્નના અનુસંધાનમાં જ પૂછી બેસે છે કે
अणे य इह के बुते ? केसी गोयममब्बवी । केसिमेव वंत તુ गोयमा इणमब्बवी ॥
તે સ્થાન કયું છે ? શ્રી કેશીકુમાર શ્રમણે આમ પૂછતાં શ્રી ગૌતમ સ્વામીએ જવાબ આપ્યા: યાદ રાખો, મૃત્યુ સતત પીઠ પાછળ ઊભું છે છતાં માણસ તેને જ ભૂલવાના પ્રયાસમાં રચ્યાપચ્યા રહે છે. મૃત્યુને યાદ રાખી જીવનની દિશાને બદલવાની વાતને તે વિસારે પાડી દે છે. અરે, ‘મરણુ' શબ્દ પણ તેનાથી સહેવાતા નથી. ‘મરણુ’ શબ્દના ઉચ્ચારમાં તેને મૃત્યુના ભયના દન થાય છે. પરંતુ જીવતા જીવે જો મૃત્યુને અનુભવ ન થયા તે પરમ નિર્વાણુની પરમ શાંતિની ઉપલબ્ધિ થપિ શકય બનવાની નથી. જીવનના બીજા છેડા મૃત્યુને અડે છે એ વાત ખ્યાલમાં રાખી છેવટની ઘડી પુણ્યમય, અત્યંત પાવન અને રૂડી કેમ થાય તેના સતત વિચાર કરવા જોઇએ.
010