Book Title: Giri Garjana
Author(s): Girishchandra Maharaj
Publisher: Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 679
________________ ૬૧૮ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર ધંધાની ભાષામાંથી બ્રહ્મત્વનું દિવ્ય જ્ઞાન મેળવી લે છે. એ સાત્ત્વિક પુરુષને માટે તેમનાં કર્યાં એ જ તેમના આધ્યાત્મિક જીવન ઘડતરની લેાકેાત્તર નિશાળેા હતી. તેમનાં કમેર્યાં દેખાવમાં ભલે સાંસારિક, સ્થૂલ અને આજીવિકામૂલક દેખાતાં હતાં પરંતુ વાસ્તવમાં તે કમે પરમાત્મભાવ ભણી ખે’ચી જનારાં હતાં. આવે। નિષ્કામ કર્મચાગી સતત કર્મોમાં પ્રવૃત્ત રહેતો હાવાથી સમાજમાં દંભને વિસ્તરવાના અવકાશ મળતા નથી. સમાજમાંથી દંભને હટાવવાનું કામ ભારે ભગીરથ કાય છે. દંભથી સમાજના નકશે. વિકૃત બની જાય છે. જ્ઞાની કમની સાધનાથી જે શૂન્ય બની જાય તેા બીજાની નિષ્ક્રિયતાને સહજ ટેકા મળી જાય. પરિણામે પાખંડ, દંભ નિષ્ક્રિયતા કે જડતાને વિસ્તરવાનુ બેફામ મેદાન મળી જાય. કચેગોને લઈ સમાજ આ પાપામાંથી ઊગરી જાય છે. કમ યાગી સ્વયં સંતૃપ્ત હવા છતાં અને સાધનાના પરમ શિખરને સ્પર્યાં પછી પણ નિષ્કામ કર્મ યાગને ચીવટથી વળગી રહે છે. નાનાં બાળકોની ઢીંગલા ઢીંગલીની રમતમાં કે ઢીંગલા ઢીંગલીનાં લગ્નમાં મોટા ગણાતા માબાપે પણ રસ લેતા હોય છે. છોકરાની રમતમાં ભળી તેનાં આનંદ અને મીઠાશમાં વધારો કરવાની તેમની વૃત્તિ હાય છે. ભૂલીને પણ જો માખાપ બાળકોની ઢીંગલા ઢી ́ગલીની રમતમાં રસ ન લે અને બાળકોની રમતથી છેટા રહે, તેા બાળકોને પણ રમતમાં મજા ન પડે. એ જ રીતે કચેાગી પણ કમ`સંતૃપ્ત થઈ કમ કરવાનુ છોડી તો શકે છે, તેને માટે હવે કર્મોની કોઇ અપેક્ષા પણ નથી પરંતુ ખાળકોની રમતમાં માબાપ રસ ન લે અને જેમ ખાળકો નીરસ ખની જાય તેમ નિષ્કામ કર્મચાગી પણ જો કમ કરવાનું છેાડી દે તે બીજા જે કમ રહ્યા છે તેઓ પણ કમ છેાડી બેસશે અને મનમાં અધૂરા અને ભૂખ્યા રહી આનંદ વગરના લૂખા થઇ જશે. કચેાગી કદી પણ પોતાની જાતને વિશિષ્ટ વ્યકિત તરીકે માનતા નથી. એક સામાન્ય માણસની માફક જ તે કર્મીમાં જોડાએલા રહે છે. હુ મહત્ત્વની અને ગણ્ય વ્યકિત છુ’–એવી અહીંની સામાન્ય રેખાના સ ંસ્પર્શ પણ તેને થવા પામતા નથી છતાં સકામ બુદ્ધિથી કને આચરનાર વ્યક્તિ કરતાં તેનાં કર્મોમાં હજાર ગણી વધારે મહેનત, વધારે તેજસ્વિતા અને ચિંતા હેાય છે. કર્મો તે। સદા કર્મો જ હાય છે; તેનામાં પારમાર્થિક કે અપારમાર્થિ કની કોઈ છાપ લાગેલી હોતી નથી. તેની જાહેરાત કરવાની પણ હોતી નથી. કર્મ કરનારની વૃત્તિ, ઉત્સાહ, ભાવના અને પરમા પરાયણતાના આધારે કર્મો સ્વાથી અને પરમાથી બની જાય છે. ક યાગીના કામમાં સેગણા ઉત્સાહ જણાશે. ખાવાનુ એછું મળે તેા ચે આઠ ગણુ કામ તેના હાથે થવાનું. તેની પ્રભુપરાયણતા તેનાં દરેક કાચમાં પ્રગટ થવાની. કપૂર અને ચંદન જેવા તેના સ્વચ્છ અને પવિત્ર જીવનની સુવાસ સત્ર ફેલાઈ જવાની. આ રીતે અનાસકત કચેાગી ફુલાકાંક્ષાથી શૂન્ય હશે. પરંતુ પાર વગરનાં કીમતી ફળો તેને પ્રકૃતિ અને પરમાત્મા તરફથી પરમ અસ્તિત્વ મારફત મળ્યા કરશે. આવા નિષ્ઠાશીલ

Loading...

Page Navigation
1 ... 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726