________________
૬૧૬ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર
આ તે રજોગુણથી જન્મતી અસ્વસ્થતાને સાધારણ અંગુલિનિર્દેશ માત્ર છે. તમે ગુણ તે રજોગુણ કરતાં પણ વધારે ભયંકર અને અસ્વાથ્યપ્રદ છે. રાવણના દરબારમાં તેના ભાઈ કુંભકર્ણની જે સ્થિતિ હતી તે તેના તમોગુણને આભારી હતી. જો કે એને એ તમગુણ જગતને માટે તે આશીર્વાદરૂપ જ નીવડે. કારણ, પુરાણના કથન મુજબ, જે બ્રહ્માએ તેને છ માસ સુવાનું વરદાન આપવાની સગવડતા ન ઊભી કરી હોત તે કુંભકર્ણ પિતાના અસાધારણ રાક્ષસીય આહારથી સારાયે જગતના અન્ન ભંડારને અધૂરા, અપૂર્ણ અને નાના બનાવી દેત! તેના એકલાના આહારથી જ આખાયે જગતના અન્ન ભંડારે ખૂટી જવા પામ્યા હોત ! તે છે માસ સુધી સૂઈ જતે તે સ્થિતિ જગતના છે અને અન્ન ભંડારો માટે પરમ શાંતિ અને વિશ્રાંતિરૂપ હતી. તમે ગુણ નિષ્ક્રિયતાની પરિસીમા રૂપ હોય છે. કર્તવ્ય વિમુખતા તેની નિશાની છે. કોઈ પણ કર્યા વગર બધું મેળવવાની અનિચ્છનીય રાક્ષસી વૃત્તિનું તેમાં પરિબળ હોય છે. સાપ અને અજગરની માફક ખાઈને પડયા રહેવું તે તમોગુણનું પરમ લક્ષણ છે. આ જગતમાં જેટજેટલા માનસિક રોગો દેખાય છે તે બધા તમે ગુણની ઉત્કટતાના છે. પરિણામે તમોગુણને આશ્રય આપનારને એક ક્ષણ માટે પણ શાંતિ હોતી નથી. ગાંડપણ, હિસ્ટ્રિયા, માનસિક નબલઈએ, નિષ્ક્રિયતા અને ક્રૂરતા આદિ અનિચ્છનીય સ્થિતિઓના મૂળમાં તમે ગુણની પ્રધાનતા
એકમાત્ર કારણ છે. એટલે રજોગુણ અને તમે ગુણને આશ્રય કરનારા લોકો શારીરિક કે માનસિક નિતા કે સ્વસ્થતાને કેમ ઉપલબ્ધ કરી શકે ?
સત્ત્વવૃત્તિપરાયણ માણસ પોતાના ભાગે આવેલા કર્તવ્યને ઈશ્વરીય સેવા માની સતત ઉપયોગ અને કાર્યમાં તન્મય બની રહે તે હેવાથી તેનું શરીર નીરોગી અને ચકખું હેય છે. તેનાં મેં વાર્થ ભાવનાથી ઉલ્ટેરિત નહિ, પરંતુ સાર્વત્રિક હિત અને નિઃસ્વાર્થ ભાવનાઓથી પ્રેરિત હોઈ માત્ર તેને જ પિષણ આપનાર નથી બનતા પરંતુ તેનાથી આગળ વધી, તે સમાજના પણ પોષક અને વિકાસિક થઈ જતા હોય છે. નિરાસત કર્મયેગીના કાર્યોમાં સ્વાર્થને જરા જેટલો પણ અવકાશ હોતું નથી. તેનામાં પરમાર્થમૂલક વૃત્તિની પ્રધાનતા હોવાને કારણે તે
વ જન હિતાય, વહુજન મુલાય”—પ્રવૃત્તિ કરતે હોય છે. અનાસકત કર્મયોગી કદાચ ખેડૂત હશે તો પણ વધારે આવકની ઇચ્છાથી તે ખેતીના કામમાં જોડાશે નહિ. બીજા ખેડૂતે કરતાં પિતાનું પૈસાની આવક વધારે થાય એ દષ્ટિને સામે રાખી તે અફીણ અને તમાકુની ખેતી નહિ કરે. પતિક્ષણ જાગૃત રહીને તે પિતાની ખેતીને સંબંધ પોતાના વાર્થ સાથે ન જોડતાં સમાજ કલ્યાણ સાથે જોડશે. પૈસાની સર્વોપરિતાનું સ્થાન તેનામાં રહેલી સમાજ કલ્યાણની ભાવના લેશે. ફલતઃ તેના સ્વધર્મ રૂપ કર્મ સાર્વત્રિક હિતના થશે. ખેડૂતને દાખલ તે માત્ર ઉપલક્ષણ છે. ફલા ક્ષાશૂન્ય વેપારીને વેપાર પણ જનસમાજના કલ્યાણ માટે થશે. સમાજને કે રાષ્ટ્રને હાનિ થાય એવું એક પણ કાર્ય તેના હાથથી નહિ થાય. તે સમાજને કંટક નહિ બને પરંતુ સમાજને ઉપકારક બનશે. પિતાના આસપાસના સમાજના વ્યાપક હિતમાં ભળી જનારા આવા કર્મએ ગી વેપારીઓથી સમાજમાં સમરસતા, સુવ્યવરથા, શાંતિ, સમાધિ અને આબાદી સ્થપાય છે.