________________
તમેગુણુ અને તેના ઉપાય : ૬૨૩
આળસ નથી. જરા એ કાળિયા વધારે ખાધું કે તેણે પેતાને આળેાટવા માટે આપણને આડા પાડયા જ જાણેા ! આળસ માટેની આપણી સદા પૂર્વ તૈયારી હાય છે. આપણે જે મહેનત પૈસા મેળવવા અથવા કોઈપણ કાર્ય માટે કરીએ છીએ તેની પાછળનુ ધ્યેય પણ એકજ હાય છે કે, વૃદ્ધાવસ્થામાં તે કામ આવે. ભવિષ્યની આળસ માટેના આજનેા પ્રયત્ન છે. ઘણા પૈસા મેળવવા એટલે આગળની આળસ માટે બંદોબસ્ત કરી રાખવા. આપણી વિચારવાની દૃષ્ટિ પણ તમેગુણુ આશ્રયી છે. અન્યથા સરળતાપૂર્વક અને સહજ પ્રાકૃતિક જીવન જીવનાર વ્યકિત ઘડપણમાં પણ યથાચિત રીતે કામ આપી શકવાની જ છે. ખરી રીતે તે ઘડપણ અનેક વર્ષોના અનુભવાના સમૃદ્ધ નિધિ છે. આ અનુભવાના યોગ્ય માર્ગે ઉપયાગ કરી જીવનને પ્રભુતાની દેશામાં ચેાગ્ય માર્ગે વળાંક આપી શકવાની જેટલી સરળતા ઘડપણુ માટે શકય છે તેટલી અન્ય અવસ્થામાં નથી; છતાં ઘડપણુ નિષ્ક્રિય બને તે માટેના જ આપણા વિચારો અને પ્રયત્ન
હાય છે.
આળસ ભૂલે ચૂકે આપણામાં અવકાશ ન મેળવી લે તે માટે સતત જાગૃતિ અનિવાય છે. એક ક્ષણનો પ્રમાદ પણ જીવને બીજી દિશામાં ધકેલી શકે છે. માટે ભગવાને સતત સાવધાની રાખતા સાધકોને પણ સાવધાન રહેવા કહ્યુ. છે સમય ગાયમ ! આ પમાયે’” હે ગૌતમ ! એક સમય માટેના પણ પ્રમાદ આચરીશ નહિં !
નળ રાજાની એક કથા બહુ પ્રચલિત છે. નળ રાજા કેવડા મોટા રાજા હતા તે તે જાણીતી હકીકત છે. દમયંતી તેમનાં ધર્મપત્ની હતાં. સાળ સતીઓમાં તેમનુ નામ છે. એકવાર આ નળરાજા જ્યારે પગ ધાઈ રહ્યા હતા, ત્યારે તેમના પગનું યુિ કરુ` રહી જતાં કથાકારો કહે છે કે, કલિએ ત્યાંથી તેમનામાં પ્રવેશ કર્યાં. નળરાજા સ્ફટિક જેવા નિર્મળ, પવિત્ર અને સ્વચ્છ હતા. સ્વચ્છતા તેમના આગવા ગુણ હતા. ઉતાવળમાં તેમનું એક અંગ સહેજ કોરુ રહી ગયુ. એટલે કહે છે કે, એટલા આળસના છિદ્રમાંથી કલિ તેમનામાં પેસી ગયા. આપણું તે આખુયૈ શરીર ખુલ્લું પડેલુ છે એટલે તેમાં પ્રવેશવાની આળસને ભારે સુગમતા થઈ પડે છે. એ જ્યાથી પણ આપણા શરીરમાં પ્રવેશવા માંગે ત્યાંથી તે સરળતાપૂર્વક આપણામાં પ્રવેશી શકે છે. તેને પ્રવેશવા માટેનાં સર્વાં દ્વાર ખુલ્લાં છે. એક વખત જો શરીરમાં આળસને પ્રવેશ મળે એટલેસન અને બુદ્ધિની પવિત્રતા પણ અભડાયા વગર રહે નહિ. મન વિકારગ્રસ્ત અને બુદ્ધિ મલિન ખની જવાની. મન અને બુદ્ધિ જ્યારે વિકૃતિ બને છે ત્યારે અનેક દુઃખા આવીને ઊભાં રહે છે. આ દુઃખાને પાર કરી જવાની જો લેશ પણ ઇચ્છા હોય તે આળસને પરિત્યાગ એ અનિવાય હકીકત છે.
આળસ અને ઊંઘને મીઠા સંબંધ છે. આળસ જીતવાની વાત સાથે ઊંઘને જીતવાની વાતને પણ સહજ સંબંધ છે. આમ તે ઊંઘ બહુ મીઠી વસ્તુ છે. જીવનમાં તેની અમુક અંશે જરૂર પણ છે. વધારે વખત સુધી માણસ ઊંઘ ન કરે તે તે ગાંડા થઈ જવાને ભય રહે છે.