________________
૬૨૬ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર
યાદ રાખજો, જ્ઞાની પુરુષની છેવટની અવસ્થામાં બધી ક્રિયાઓ ખરી પડે છે. નિર્વાણને અર્થ પણ આ જ છે. દીપકને ફૂંક મારે અને તે જેમ અનંતમાં વિલીન થઈ જાય છે તેમ જ્ઞાની પુરુષ પિતાની ચરમ સ્થિતિમાં શૂન્યરૂપ થઈ જાય છે. આ અંતિમ મેક્ષાવસ્થા એ જ સાધકની સાધનાની પરાકાષ્ઠા છે અને સાધકની સાધનાની આ જ સહજ અવસ્થા છે. આ અવસ્થામાં સાધક પાપ પણ સહન કરતું નથી અને પુણ્ય પણ સહન કરેત નથી. ખંખેરીને તે બધું ફેંકી દે છે. પોતાની જાત પર એક પણ કર્મ લેવા તે તૈયાર નથી. તેને સ્પર્શ સરખે તે સહી શકતું નથી. આ અવસ્થા જ્ઞાની પુરુષની સાધનાની પરમ પરાકાષ્ઠાની દશામાં સંભવે છે. આ જવાબોથી શ્રી કેશીકુમાર શ્રમણ સંતુષ્ટિ પામે છે અને બેલી ઊઠે છેઃ
साह गोयम ! पन्ना ते छिन्नो मे ससओ इमो ।
नमो ते ससया ईयं सव्वसुत्त महायही ॥ હે ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. તે સંશયાતીત! હે સવકૃતના મહેદધિ! તમને મારા નમસ્કાર !
શ્રી કેશી શ્રમણના માનસિક સંશયે નાશ પામ્યા. તે પરમ સંતુષ્ટ થયા. તેમના શિષ્યનાં મનના સંશો પણ નાબૂદ થયા. તેની ફલશ્રુતિ શી આવવાની તે આવતી કાલે...
પ્રકાશપર્વ ધનતેરસ ધનતેરસ, રૂપચતુર્દશી અને દીપાવલી આ ત્રણે શુભ દિવસે પ્રકાશ પર્વના નામથી ઓળખાય છે. આ પર્વ વિરાટની માફક વ્યાપક છે. બધા ધર્મના લેકે આ પર્વને પિતાની રીતે મનાવે છે. સામાન્યતયા અમુક પવૅ અમુક ધર્મ અથવા જાતિ સાથે સંબંધ ધરાવે છે. પર્યુષણ પર્વ જેને જ ઊજવે છે. જન્માષ્ટમી અને રામનવમી વૈષ્ણવ મનાવે છે. રમઝાન મુસલમાને ઊજવે છે તે નાતાલ ઈસાઈઓ મનાવે છે. પરંતુ દીપાવલી જાતિ અને ધર્મની ઉપયુંકત લક્ષ્મણ રેખાને ઓળંગી જાય છે. આ મંગળ પર્વ સર્વ જાતિ અને સર્વ ધર્મોના લોકે સમાન રીતે ઊજવે છે. દીપાવલી સૌના સરખા આનંદને તહેવાર છે.
આ પર્વને મંગળ પ્રારંભ ધનતેરસના પુનીત પ્રભાતથી થાય છે. આ ધનતેરસ સર્વોત્તમ દિવસ તરીકે અંકાય છે. કઈ પણ મંગલકાર્યના શ્રી ગણેશ આજના દિવસે લોકો “વગર પૂછયું મુહૂર્ત’ માની કરતા હોય છે. આ અત્યંત પ્રચલિત અને જુની કહેવત આ જ દિવસ સાથે સંબંધ ધરાવે છે.
अनपूछया मुहरत भला के तेरस के तीज । पूनमनी पडवा भली अने अमावस की बीज ॥