________________
૬૨૪: ભેદ્યા પાષાણુ, બોલ્યાં દ્વાર ગીતાકાર ભગવાન કૃષ્ણ કહે છે, યા નિરા સર્વભૂતાનાં તwાં ગાઉં સંશો-જે આત્મજ્ઞાન સઘળાં પ્રાણીઓ માટે રાત્રિરૂપ છે તેમાં ગી પુરુષ જાગે છે. અર્થાત યોગી પુરુષે જરા પણ પ્રમાદ કરતા નથી. પ્રભુતાની અમુક કેટિએ પહોંચી ગયેલા મહાત્માઓની ઊંઘ પણ એક જાતને
ગ જ છે. પ્રગાઢ અને શાંત ઊંઘ સૌ માટે શક્ય નથી. ઊંઘનું મહત્ત્વ તેને સમય સાથે નથી પરંતુ તેની પ્રગાઢતા સાથે છે. કૂવે જેટલો ઊંડે હોય છે તેટલું જ તેનું પાણી પણ સ્વચ્છ અને મીઠું હોય છે. પરિમાણમાં નિદ્રા ભલે થોડી હોય, પરંતુ પ્રગાઢ હોય તેનું જ એકંદર મહત્વ છે. ચંચળવૃત્તિ સાથે ત્રણ કલાક સુધી અભ્યાસ કરનાર બાળક કરતાં મનની એકાગ્રતા સાથે અર્ધો કલાક કરેલો અભ્યાસ વધારે કીમતી છે. સાચી ઊંઘ સદા સ્વપ્ન વગરની હોય છે. ઊંઘમાં પણ જે જાતજાતના વિચારે છાતી પર ચડી બેસે તે આરામ મળતું નથી.
ઊંઘની મીઠાશ માટે દૈહિક શ્રમના સાતત્યની અનિવાર્ય અપેક્ષા છે. આખા દિવસ દરમિયાન એવી રીતે શારીરિક શ્રમ કરે કે જેથી પથારીમાં પડતાંવેંત ઘસઘસાટ ઊંઘ આવી જાય. ઊંઘ એ પણ ચેડા કલાકનું મૃત્યુ જ છે. સારી ઊંઘ માટે આખા દિવસના ગ્ય શારીરિક શ્રમની જરૂર છે. અંગ્રેજ કવિ શેકસપિયરે કહ્યું છે-“રાજાના માથા પર મુગટ છે પરંતુ તેના અંતરંગમાં ચિંતા છે.” રાજાને ઊંઘ ન આવે તેનું મુખ્ય કારણ તે શારીરિક શ્રમ કરતે નથી તે છે. જે માણસ જાગવાને સમયે ઊંઘે છે તેને ઊંઘને વખતે જાગતા રહેવું પડે છે. દિવસે બુદ્ધિ અને શરીરને ન વાપરવાં એટલે તે ઊંઘ જ થઈ જાણવી. પછી ઊંઘની વખતે બુદ્ધિ વિચાર કરતી ૨ખડે અને શરીરને સાચું નિદ્રાસુખ ન મળે તે સ્વાભાવિક છે. પછી લાંબા વખત સૂઈ રહેવું પડે છે. જીવન પરમ પુરુષાર્થની સાધના માટે છે. તે જીવનને જે ઊંઘ ખાઈ જાય તો પછી પુરુષાર્થ સંપાદન થશે કયારે? અધું આયુષ્ય ઊંઘમાં જ ખોવાઈ જાય પછી મેળવવાનું ક્યારે મેળવાય?
ઊંઘણશી માણસનું માનસ કાબેલ અને સાવધ રહેતું નથી. અસાવધાન વ્યકિતમાં સદા અનવધાન જન્મવાનું. ઝાઝી ઊંઘના કારણે આળસ પેદા થાય છે અને આળસને લઈ માણસ ભૂલકણે થઈ જાય છે. વિસ્મરણ સદા પરમાને નાશ કરનારી વસ્તુ છે. વિસ્મરણની આ લાંબી પ્રક્રિયા પરમાર્થમાં કે દુનિયાદારીના વહેવારમાં નુકસાન કરનારી જ નીવડે છે. વિસ્મરણ એક મોટી અને અસાધ્ય બીમારી છે. જીવનમાં તેથી સડે પ્રવેશી જાય છે અને જીવન તેનાથી ખવાઈ જાય છે.
વિસ્મરણનું કારણ મનની આળસ છે. મન જાગ્રત હોય તે વિસ્મૃતિ શક્ય નથી. આળોટવામાં સ્વર્ગનાં સુખને અનુભવ કરનારના મનને વિસ્મરણને રેગ વળગ્યે જ છૂટકે છે. એટલે જ ભગવાન બુદ્ધ પણ કહ્યું છે કે “મા, મયુના પર્વ” પ્રમાદ એજ મૃત્યુનું સ્થાન છે. પ્રમાદને જીતવા માટે આળસ અને ઊંઘને જીતી લે ! અંગ મહેનત કરે ! સતત જાગૃત