________________
કર્મ અને સાધના : ૬૧૫ યાત્રાનું પ્રથમ ચરણ બને છે. જન્મને અંત તે નવા જન્મને પ્રારંભ છે. માટે મરણનું પ્રતિક્ષણ સ્મરણ રાખી એવું જીવન જીવવા પ્રયત્ન કરીએ કે જન્મજન્માંતરની અનંત યાત્રામાંથી પરમ વિશ્રાંતિની પરમ ઉપલબ્ધિ થઈ જાય.
કર્મ અને સાધના
વૈદિક દાર્શનિકે જેને નિષ્કામ એટલે અનાસકત કમગ કહે છે, જેનદાર્શનિકો તેને નિઃશલ્ય કર્મવેગના નામથી સંબોધે છે. કશા જ ફળની આકાંક્ષા વગર નિરાકાંક્ષિત બુદ્ધિથી કરવામાં આવતા આવા કર્મયગમાં અપ્રતિમ અને આશ્ચર્ય પમાડનારૂં સામર્થ્ય હોય છે. આવા ફલાકાંક્ષાશૂન્ય કર્મથી જ વ્યષ્ટિ અને સમષ્ટિનું કલ્યાણ સંભવે છે. જે ધરતી, સમાજ અને દેશમાં હું જ છું તેનું મારા ઉપર અસાધારણ કણ છે—આમ તે ત્રણમાંથી ઉઋણ થવા માટે આ ધરતી, દેશ અને માનવ સમાજના કલ્યાણની પુનિત ભાવનાથી પ્રેરાઈ સતત વધર્મ આચરનાર પવિત્ર કમલેગીની શરીરયાત્રા અવિચ્છિન્નપણે ચાલ્યા કરતી હોય છે. ખ રીતે અનવરત શ્રમમાં રચ્યાપચ્યા રહેતા પરમાત્મપરાયણ કર્મવેગીનું શરીર, સાત્વિક પવિત્ર ભોજનાઓ તેમજ ઈશ્વરાર્પણની સાત્વિક બુદ્ધિ અને કર્મવેગના સાતત્યને લઈને નીરોગી, સ્વર અને પવિત્ર રહ્યા કરે છે. હું સમજું છું ત્યાં સુધી બધા રોગોનું મૂળ મનુષ્યની રજોગુણપરાય છે અને તમે ગુણપરાયણ વૃત્તિ જ છે. મેટા ભાગના રેગોને ઉદ્ભવ આપણી આવી વૃત્તિઓમાં થી જ થાય છે. રજોગુણ માણસને સુખ અને તેનાં સાધનો તરફનું આકર્ષણ ઊભું કરે છે. બીજાનાં ચડિયાતાં સાધને જોઈ તે માણસમાં ઈર્ષ્યા અને અસહિષ્ણુતાના રે જન્માવે છે. માણસના માનસને વિકૃત બનાવવામાં આ રોગુણ કીમતી ભાગ ભજવે છે. માણસ ગુણને કાવતી થઈ રાગદ્વેષમાં લપેટાઈ જાય છે. સુખ અને વૈભવને જીવનનું સર્વસ્વ માની, તેને મેળવવાની ઘેલછામાં તે રાતદિવસના શ્રમભર્યા ઉજાગરા કરે છે અને વધારે પડતાં શારીરિક અને માનસિક શ્રમથી વિકળ બની પિતાના શારીરિક અને માનસિક સ્વાથ્યને ખોઈ બેસે છે. વિષયાસતિ અને તેના સાધને જુટાવવાનું ઊભું થએલું આકર્ષણ તેને સાત્વિક અને પ્રભુપરાયણ વૃરિ શી બહુ દૂર હડસેલી મૂકે છે. પરિણામે તે કદી પણ નીરગિતા કે સ્વસ્થતાની અનુભૂતિ કરી શકો નથી. તેનામાં સુખ મેળવવાની વૃત્તિ તીવ્ર બનતાં અનેક પ્રકારની માનસિક અસ્વસ્થાને તે અનિચ્છયા પણ શિકાર બની જાય છે. રજોગુણથી નિષ્પન્ન થતી આ બીમારી સામ-પ રીતે તેમને ખ્યાલમાં ન આવે તે સમજી શકાય છે. કારણ, આ બીમારીથી તમે એવા તે ટેવાઈ ગએલા છે, આ બીમારી તમને એવી તે કેઠે પડી ગઈ છે કે, પ્રતિક્ષણ રાગદ્વેષના કીટ ઓથી તમારી શારીરિક અને માનસિક સ્વસ્થતા હણતી અને ખવાતી જાય છે છતાં તમારા નસમાં તેનાથી ઉદ્ભવતી હાનિને તમને ખ્યાલ આવતો નથી !