________________
અનેકાન્ત સમીક્ષા : ૬૧૩ ૪. દ્રવ્યાર્થિક દૃષ્ટિથી અનેક ક્ષણસ્થાયી ઘટમાં જે પૂર્વકાલીન કુશલ પર્યત અવરથાઓ થાય છે અને ઉત્તરકાલીન કપાલાદિ અવસ્થાઓ હોય તે બધી અવસ્થાઓ ઘટ માટે પરાત્મા અને તેના મધ્યમાં અવસ્થિત ઘટ પર્યાય તે સ્વાત્મા છે. મધ્યવતી અવસ્થા રૂપથી તે ઘટ છે. કારણુ ઘટના ગુણ-ક્રિયા આદિ તે જ અવસ્થામાં હોય છે. જે કુશ્તાંત અને કપાલાદિ રૂપથી પણ ઘટ જ હોય તે ઘટ અવસ્થામાં પણ તેની ઉપલબ્ધિ થવી જોઈએ અને આમ જે થશે તે ઘટની ઉત્પત્તિ અને વિનાશ માટે જે પ્રયત્ન કરાય છે તેના અભાવને પ્રસંગ આવી જશે. આટલું જ નહિ, પરંતુ અન્તરાવત અવસ્થા રૂપથી પણ જે તે અઘટ થઈ જાય તે ઘટ કાર્ય અને તેનાથી થનારા ફળની પ્રાપ્તિ ન થવી જોઈએ.
૫. તે મધ્યકાળવતી ઘટસ્વરૂપ વ્યંજન પર્યાયમાં પણું ઘટ પ્રતિક્ષણ ઉપચય, અપચય રૂપ થયા કરે છે એટલે જજુ સૂત્ર નયની દષ્ટિથી એક ક્ષણવત ઘટ જ સ્વાત્મા છે અને તે જ ઘટની અતીત અને અનાગત પર્યાયે પરાત્મા છે. જે પ્રત્યુત્પન્ન ક્ષણની માફક અતીત અને અનાગત ક્ષણથી પણ જે ઘટનું અસ્તિત્વ માની લેવાય તે બધા ઘટે વર્તમાન ક્ષણવતી થઈ જશે અથવા અતીત અને અનાગત ક્ષણની માફક વર્તમાન ક્ષણ રૂપથી પણ જે અસત્ માની લેવાય તે ઘટના આશ્રયથી થનારા વ્યવહારોને લેપ થઈ જશે.
. અનેક રૂપાદિના સમુચ્ચય રૂપ તે વર્તમાન ઘટમાં પૃથુબુનોદરાકાર રૂપથી ઘટ અસ્તિત્વ રૂપ છે, અન્ય રૂપથી નહિ. કારણ પૃથુબુનેદરકારથી જ ઘટ વ્યવહાર થાય છે, અન્ય આકારથી નહિ. જે ઉકત આકારથી ઘટ ન હોય તે તેને અભાવ થઈ જશે અને અન્ય આકારથી જે ઘટ હોય તે તે આકારથી રહિત પદાર્થમાં પણ ઘટે વ્યવહાર થવા માંડશે.
૭. રૂપાદિના સન્નિવેશ વિશેષનું નામ સંસ્થાન છે. તેમાં ચક્ષુથી ઘટનું ગ્રહણ થવા પર રૂપ મુખથી ઘટનું ગ્રહણ થયું એટલે રૂપ તેને સ્વાત્મા છે અને રસાદિ પરાત્મા છે. તે ઘટ રૂપથી અસ્તિત્વરૂપ છે અને રસાદિરૂપથી નાસ્તિત્વરૂપ છે. જ્યારે ચક્ષુથી ઘટને ગ્રહણ કરીએ ત્યારે જે રસાદિ પણ ઘટ છે આવું ગ્રહણ થઈ જાય તે રસાદિ પણ ચક્ષુ ગ્રાહ્ય થવાથી રૂપ થઈ જશે. આવી અવસ્થામાં અન્ય ઈન્દ્રિયેની કલ્પના પણ નિરર્થક થશે અથવા ચક્ષુ ઇન્દ્રિયથી રૂપ પણ ઘટ છે આવું ગ્રહણ જે ન થાય તે તે ચક્ષુ ઇન્દ્રિયને વિષય રહેશે નહિ.
૮. શબ્દ ભેદથી અર્થભેદ થાય છે એટલે ઘર, કુટ આદિ શબ્દોને જુદો જુદો અથ થશે. જે ઘટન ક્રિયાથી પરિણુત થશે તે ઘટ કહેવાશે અને જે કુટિલરૂપ ક્રિયાથી પરિણત થશે તે કુટ કહેવામાં આવશે. આવી સ્થિતિમાં ઘટન ક્રિયાને કર્તભાવ સ્વાત્મા છે અને અન્ય પરાત્મા. જે અન્ય રૂપથી પણ ઘટ કહેવાય તે પટાદિ પણ ઘટ વ્યવહાર થવે જોઈએ અને આ રીતે થતાં બધા પદાર્થો એક જ શબ્દના વાચ્ય બની જશે અથવા ઘટન ક્રિયા કરતી વખતે પણ જે ઘટ અઘટ હોય તે ઘટ વ્યવહારને જ સદંતર અભાવ થઈ જશે.