________________
અનેકાન્ત સમીક્ષા : ૬૧૧ પદ્રવ્ય, પરક્ષેત્ર અને પરકાળને સર્વથા અભાવ છે એટલે એ દષ્ટિએ અસત્ પણ છે. દરેક પદાર્થની નિત્યાનિત્યતા, એકાનેકતા પણ આ જ રીતે સાધી લેવી જોઈએ. જ્યારે આપણે કઈ પણ પદાર્થનું દ્રવ્ય દૃષ્ટિથી અવલોકન કરીએ છીએ ત્યારે તે જેમ આપણને એક અને નિત્ય પ્રતીત થાય છે તેમ પર્યાય દષ્ટિથી જેવાથી અનેક અને અનિત્ય પણ પ્રમાણિત થાય છે.
શામાં પ્રકૃત વિષયને પુષ્ટ કરવા માટે અનેક ઉદાહરણો આપવામાં આવ્યાં છે. વિચાર કરવાથી પ્રતીત થાય છે કે, દરેક દ્રવ્ય એક અખંડ પદાર્થ છે. આ દષ્ટિએ તેને વિચાર કરવાથી દ્રવ્યભેદ, ક્ષેત્રભેદ, કાળભેદ અને ભાવભેદને અવકાશ નથી રહેતું. અન્યથા તે એક અખંડ પદાર્થ હોઈ શકે નહિ. એટલે દ્રવ્યાર્થિક દ્રષ્ટિથી (અભેદ દષ્ટિથી) અવલોકન કરવાથી તે તસ્વરૂપ, એક, નિત્ય અને અસ્તિરૂપ જ પ્રતીતિમાં આવે છે. પરંતુ જ્યારે તેના જુદા જુદા અવય, અવયવોના પૃથફ પૃથફ ક્ષેત્ર, પ્રત્યેક સમયમાં થનારા તેના પરિણામ લક્ષણ કાળ અને તેનાં રૂપ, રસાદિ અથવા જ્ઞાન, દર્શનાદિ વિવિધ ભાવ આદિની દષ્ટિએ વિચાર કરીએ ત્યારે તે એક અખંડ પદાર્થ અતવરૂપ, અનેક, અનિત્ય અને નાસ્તિ રૂપ જ પ્રતીતિમાં આવે છે. પ્રત્યેક પ્રદાર્થ તંદુ ભિન્ન અન્ય અનંત પદાર્થોથી પૃથફ હેવાને કારણે તેમાં તે અનંત પદાર્થોને અત્યંતભાવ કે અન્યાભાવ હોય છે એ વાત સુસ્પષ્ટ છે. અન્યથા તેના સ્વદ્રવ્ય દની અપેક્ષાથી સ્વરૂપાસ્તિત્વ જ સિદ્ધ થઈ શકે નહિ અને તે અનંત પદાર્થોમાં પણ પિતાના દ્રવ્યાદિની અપેક્ષાએ ભેદ કરે તે પણ ખેંચી શકાય નહિ. અન્યાભાવ અથવા અત્યંત ભાવ ન માનવા પર કેઈપણ દ્રવ્યને વિવક્ષિત દ્રવ્યાધિરૂપથી વ્યપદેશ કરવો સંભવ નથી. સાથે સાથે ગુણપના કિંચિત મિલિત સ્વભાવ રૂપ તે સ્વયં પણ એક છે અને એક નથી; નિત્ય છે અને નિત્ય નથી; તસ્વરૂપ છે અને તસ્વરૂપ નથી; અસ્તિરૂપ છે અને અતિરૂપ નથી. કારણ, દ્રવ્યાર્થિક દષ્ટિથી અવલોકન કરવાથી જ્યાં તે એક, નિત્ય, તસ્વરૂપ અને અતિરૂપ પ્રતીતિમાં આવે છે ત્યાં પર્યાયાર્થિક દષ્ટિથી અવકન કરવાથી તે એક નથી પણ અનેક છે, નિત્ય નથી પણ અનિત્ય છે, તસ્વરૂપ નથી અર્થાતુ અતસ્વરૂપ છે અને અસ્તિરૂપ નથી પરંતુ નાસ્તિરૂપ છે એમ પણ પ્રતીતિમાં આવે છે.
આ રીતે જે ન માનવામાં આવે તે પ્રાગભાવ, પ્રદર્વાસાભાવ અન્યાભાવાદિની સિદ્ધિ ન થઈ શકવાનાં કારણે ન તો તેને વિવક્ષિત સમયમાં વિવક્ષિત આકાર સિદ્ધ થશે અને ન તેમાં જે ગુણભેદ અને - પર્યાયભેદની પ્રતીતિ થાય છે તે પણ સાધી શકાશે. પ્રાગભાવના અભાવમાં કાર્ય અનાદિ થઈ જશે. પ્રäસાભાવ ન માનવા પર કાર્ય દ્રવ્ય અનંતતાને પ્રાપ્ત થશે અને ઇતરેતરાભાવના અભાવમાં કાર્ય સર્વાત્મક થઈ જશે. દાર્શનિક વિદ્વાને પદાર્થ કથંચિત્ સત્ છે અને કથંચિત્ અસત્ છે તેની સ્પષ્ટતા કરતાં કહે છે
सदेव सर्व का नेच्छेत् स्वरूपादि चतुष्टयात् । असदेव विपर्यासान्न चेन्न व्यवतिष्ठते ।।