________________
૬૧૦ : ભેદ્ય પાષાણ, ખેલ્યાં દ્વાર
વ્યાવૃત્તિ અને એક પર્યાયની અન્ય પર્યાયથી વ્યાવૃત્તિ બતાવવી પણ શક્ય બની શકશે નહિ. એટલે જૈનદર્શનમાં અનેકાંતની જે સ્વતંત્ર અને સુસ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે તેને સમજીને આનું કથન કરવું જોઈએ. અનેકાંતનું લક્ષણ આ છે
तत्र यदेव तत् तदेवातत्, यदेवैक' तदेवानेक', यदेवसत् तदेवासत, यदेव नित्य तदेवा नित्य पत्त्येकस्मिन् वस्तुनि वस्तुत्व निष्पादक परस्पर विरुद्ध शक्तिद्वय प्रकाशनमनेकान्तः"
જે સત્ છે તે જ અસત્ છે, જે એક છે તે જ અનેક છે, જે તત્ છે તે જ અતત છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે. આ રીતે એક જ વસ્તુમાં વસ્તુને ઊપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શકિતઓનું પ્રકાશિત થવું તે અનેકાન્ત છે.
જે કે ઉપર્યુકત કથનમાં જે તત્ સ્વરૂપ છે તે જ અતત્ સ્વરૂપ પણ છે. આ વાત પરસપર વિરુદ્ધ જણાય છે અને એક જ વસ્તુમાં પરસ્પર બે વિરુદ્ધ ધર્મોને સ્વીકાર કરવામાં સ્પષ્ટ બાધા પ્રતીત થાય છે. પરંતુ તત્વતઃ આમાં પરસ્પર વિરોધની કેઈ શક્યતા નથી. કારણ અનેકાંતવાદમાં વસ્તુને જે અપેક્ષાએ તત્ સ્વરૂપ સ્વીકારેલ છે તે જ અપેક્ષાથી તેને અતત સ્વરૂપ સ્વીકારેલ નથી. એક જ વસ્તુમાં બને ધર્મોને સ્વીકારમાં અપેક્ષા અને દષ્ટિને ભેદ છે. દાખ ! તરીકે, એક જ વ્યકિત પિતાના પિતાની અપેક્ષાથી પુત્ર છે પરંતુ તે જ વ્યક્તિ પિતાના પુત્રને અપેક્ષાથી પિતા પણ છે. એટલે જે રીતે એક જ વ્યક્તિમાં જુદી જુદી અપેક્ષાઓને અનુ યી પિતૃત્વ અને પુત્રત્વ આદિ વિરોધી જણાતાં ધર્મોને સભાવ સંભવી શકે છે તેવી જ રીતે દરેક પદાર્થ દ્રવ્યાર્થિક દૃષ્ટિથી તત્ સ્વરૂપ છે. કારણ, અનાદિ કાળથી તે જે અને એટલે છે તેનો અને તેટલો જ તે વર્તમાનકાળમાં પણ દષ્ટિગોચર થાય છે અને ભવિષ્ય અનન્તમાં પણ તે અને તેટલો જ રહેશે. તેમાંથી કઈ પ્રદેશ અથવા ગુણ ખસી જતું હોય અને તેનું સ્થાન બીજે કઈ ગુણ અથવા પ્રદેશ લઈ લેતે હેય એમ નથી એટલે તે સદાકાળ તસ્વરૂપ જ છે. પરંતુ આ રીતે તે તસ્વરૂપ સિદ્ધ થવા છતાં પર્યાયરૂપથી પણ તેનું રૂપાંતરણ થતું નથી એમ તે નથી જ. કારણ, આપણે જોઈએ છીએ કે, જે બાળક જન્મ સમયે જે હોય છે તે સમય જતાં, તે જ હેઈને પણ અન્ય રૂપમાં થઈ જાય છે. અન્યથા તેમાં બાળક, યુવાન અને શ્રદ્ધાવસ્થારૂપ જે ભિન્ન ભિન્ન અવસ્થાઓ દષ્ટિગોચર થાય છે, તે અવસ્થાઓની શક્યતા કથમ પ ન રહે. એટલે વિવક્ષાના ભેદથી તત્ અને અતત્ રૂપ પરસ્પર વિરોધી દેખાતા બને ધમે એક જ વસ્તુમાં સ્વીકાર કરવામાં કઈ બાધા નથી. માત્ર અન્વયને જ સ્વીકાર કરનાર દ્રવ્યાક નયની દૃષ્ટિથી વિચાર કરવા પર તે દરેક પદાર્થ આપણને તસ્વરૂપ જ પ્રતીત થવાને છે : છે તે જ પદાર્થના વ્યતિરેકને સ્વીકાર કરનાર પર્યાયાર્થિક નયની દષ્ટિથી જેવા પર તે જ પદાદ માત્ર અતત્ સ્વરૂપ પ્રતીત થવાનું છે. પરંતુ તત્વતઃ દરેક પદાર્થ તત્ સ્વરૂપ પણ છે અને બતત્ સ્વરૂપ પણ છે. આ જ રીતે દરેક પદાર્થ સત્ પણ છે અને અસત્ પણ છે. દરેક પદા સ્વદ્રવ્ય, રવક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી અતિરૂપ છે એટલે તે સત્ છે અને તેમાં