________________
૬૦૮ : ભેઘા પાષાણુ ત્યાં દ્વાર
આ રીતે કર્મની કાર્ય મર્યાદાને વિચાર કરવાથી સ્પષ્ટ થઈ જાય છે કે, કર્મ બાહા સામગ્રીના સંગ કે વિયેગનું કારણ નથી.
જે કે જૈનદર્શન કર્મને સ્વીકાર કરે છે, પરંતુ યાવત કાર્યો પરત્વે તે કર્મને નિમિત્ત માનતું નથી. તે જીવની વિવિધ અવસ્થાઓ એટલે શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, વચન અને મન આવી અવસ્થા માટે જ કર્મને નિમિત્ત કારણ માને છે. કર્મવાદીઓના મતે અન્ય કાર્યો તે સદા પિતાપિતાનાં કારણથી જ થાય છે. દાખલા તરીકે પુત્રની પ્રાપ્તિ, પુત્રનું મરણ, વ્યાપારમાં લાભ-હાનિ, બીજા વડે સન્માનિત અથવા અપમાનિત થવું, અકસ્માત મકાનનું પડવું, ખેતીના પાકને નાશ, દુષ્કાળ, સુકાળની ઉપલબ્ધિ, વિજળી પડવી, અનુકૂળ અને પ્રતિકૂળ અનેક પ્રકારના સંગે અને વિયેગો ઊભા થવા આદિ ઘણાં કાર્યો છે જેનું કારણ કર્મ નથી. ભ્રમથી આપણે આ બધાંને કર્મોનું કાર્ય માની બેસીએ છીએ. પુત્રની પ્રાપ્તિ થવા પર માણસ ભ્રમવશ તેને પોતાનાં શુભ કર્મોનું કાર્ય સમજે છે અને પુત્રના મરી જવા પર ભ્રમવશ પિતાનાં અશુભ કર્મને ઉદય માની બેસે છે. પરંતુ શું પિતાના અશુભદયથી પુત્રનું મૃત્યું સંભવ છે? અને પિતાના શુભદયથી પુત્રની ઉત્પત્તિ સંભવ છે? કમિપિસંભવ નથી. તત્વતઃ ઈષ્ટ સંયોગ અને ઇષ્ટ વિયેગ આદિ જેટલાં પણ કાર્યો છે તે સારા નરસાં કર્મોનાં કાર્યો નથી. નિમિત્ત બીજી વાત છે અને કાર્ય બીજી વાત છે. નિમિત્તને કાર્ય કહેવું તે નથી.
દિગંબરના ગોસ્મરસાર કર્મકાંડમાં એક કર્મ પ્રકરણ આવેલું છે. ત્યાં મૂળ અને ઉત્તર કર્મ પ્રકૃતિએનાં કર્મ બતાવ્યાં છે. જેમકે, ઇષ્ટ અન્ન-પાન આદિને અસાતવેદનીયનું, વિદુષક અથવા બહુરૂપીને હાસ્યકર્મનું, સુપુત્રને રતિકર્મનું, ઈષ્ટ વિગ અને અનિષ્ટ સંગને અરતિ કર્મનું, પુત્ર મરણને શોક કર્મનું, સિંહ આદિને ભય કર્મનું, ગ્લાનિકર પદાર્થોને જુગુપ્સા કર્મનું કર્મ દ્રવ્ય બતાવેલ છે.
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આપણને ઘણા પ્રકારનાં માણસને સમાગમ થાય છે. કઈ હસતો હોય છે તે કઈ રડતે પણ હોય છે. તેનાથી આપણને સુખ પણ થાય છે અને દુઃખ પણ થાય છે. તે શું મુસાફરી કરનારા મુસાફરો આપણાં શુભાશુભ કર્મોનાં કારણે મુસાફરીએ ઉપડયા છે? ના, એમ હોઈ શકે નહિ. જેમ આપણે આપણાં કારણે મુસાફરી કરી રહ્યાં છીએ તેમ તેઓ પણ પિતપોતાનાં કારણે જ મુસાફરી કરી રહ્યા છે. આપણું અને તેમના સંગ વિયોગમાં ન આપણા કર્મો કારણ છે, કે ન તેમનાં કર્મો કારણ છે. આ સંગ-વિયેગ યા તે પ્રયત્નપૂર્વક હોય છે અથવા કાકતાલીય ન્યાયથી સહજ પણ હોય છે. આમાં કોઈનું કર્મ કારણ નથી છતાં આ સારા નરસાં કર્મોના ઉદયમાં નિમિત્ત થયા કરે છે.
જૈનાના કર્મવાદના સિદ્ધાંત અનુસાર જનતાને કહેવું જોઈએ કે, જન્મથી કેઈ અસ્પૃશ્ય નથી અને સ્પૃશ્ય પણ નથી. આ ભેદ મનુષ્યકૃત છે. એકની પાસે વધારે ધનનું હોવું