________________
૬૦૬ : ભેદ્યા પાષાણુ, ખેલ્યાં દ્વાર
દીવાલની અને કર્મ પરમાણુઓને ધૂળની ઉપમા આપી શકાય છે. દીવાલ પર જ ગંદર જેવા સ્નિગ્ધ પદાર્થને લેપ હશે તે વાયુ સાથે ઊડનારી ધૂળ દીવાલ સાથે અવશ્ય ચૂંટી જવાની. પરંતુ જે દીવાલ સ્નિગ્ધતાશૂન્ય હશે તે વાયુ સાથે આવેલી ધૂળ ભીંતની સાથે સંસ્પર્શ પામી તરત જ ખરી જશે. ધૂળનાં પરિમાણને આધાર વાયુ પર આધારિત છે. વાયું જે પ્રબળ પરિમાણમાં હશે તો ધૂળનું પરિમાણ પણ વધારે હશે અને જે વાયુ મંદ હશે તે ધૂળનું પરિમાણ પણ મંદ હશે. હાં, દીવાલ સાથે ધૂળને ચોંટી રહેવાને આધાર ભીંત સાથે ચૂંટેલા ગુંદરની ચૂનાધિકતા સાથે સંબંધિત છે. જે દીવાલ પર પાણીને લેપ હોય તે ધૂળ ડે વખત સુધી ટકે છે, કઈ વૃક્ષનાં દૂધને લેપ હોય તે તે થોડો વધારે વખત ટકે છે અને ગુંદરને લેપ હોય તે તે ધૂળ ઘણા દિવસે સુધી ટકી રહે છે. આ જ વાત ચોગ કષાયનાં સંબંધમાં પણ જાણવી જોઈએ.
યુગ શકિત જે ઉત્કૃષ્ટ હોય તે કર્મ પરમાણુઓ પણ અધિક માત્રામાં આત્મા તરફ આકૃષ્ટ થાય છે અને વેગ શકિત જે જઘન્ય અથવા મધ્યમ પ્રકારની હોય તે કમો પરમાણુઓની માત્રામાં કેગના અનુરૂપ ન્યુનાધિકતા થઈ જાય છે. આજ રીતે કષાય જો તીવ્ર હોય તે કર્મ પરમાણુઓ આત્માની સાથે વધારે વખત સુધી ટકી રહે છે અને ફળ પણ તીવ્ર આપે છે અને કષાય જે મંદ હોય તે આત્મા સાથે ટકી રહેવાની તેની સ્થિતિ પણ ઓછી હોય છે અને તેની ફળદાનશકિત પણ મંદ બની જાય છે.
કર્મની કાર્ય મર્યાદાઃ કર્મનું મોટામાં મોટું કાર્ય જીવને સંસારમાં રોકી રાખવાનું છે. ચોર્યાસી લાખ યૂનિઓ અને તેમાં થતી જીવની વિવિધ અવસ્થાઓનું કારણ કર્મ છે. કારણ “જામાદિ પ્રમાત્રિઃ વર્માન્યાહત ” જીવની કામ, ક્રોધાદિરૂપ વિવિધ અવસ્થાએ પિતતાનાં કર્મોનાં અનુરૂપ હોય છે. સંસાર દશામાં જીવની પરિણતિ પ્રતિ સમયે ભિન્નભિન્ન થાય છે. તેને માટે નિમિત્તરૂપે ભિન્નભિન્ન કારણે માનવામાં આવ્યાં છે. તે નિમિત્તે સંસ્કારરૂપમાં આત્મા સાથે સંબદ્ધ થયા કરે છે અને તદ્દનુકૂળ પરિણતિ જન્માવવામાં સહાય આપે છે. જીવની, શુદ્ધતા અને અશુદ્ધતા આ નિમિત્તોના ભાવ અને અસદૂભાવ ઉપર આધારિત છે. જેનદર્શન આ નિમિત્તોને કર્મનાં નામથી ઓળખાવે છે.
કઈ શંકા કરે છે, જે સમયે જેવી બાહ્ય સામગ્રી ઉપલબ્ધ થાય છે તે સમયે તદનુરૂપ અશુદ્ધ આત્માની પરિણતિ થાય છે. જેમકે, સુંદર સ્વરૂપવાળી સ્ત્રીના મળવાથી રાગ ભાવ ઉત્પન્ન થાય છે. જુગુપ્સા ઉત્પન્ન કરે એવી સામગ્રી મળે તે ઘણા ઉત્પન્ન થાય છે, ધન, સંપત્તિને જોઈ લેભ ઉત્પન્ન થાય છે, ઠોકર લાગવાથી પીડા થાય છે અને ઈષ્ટ વસ્તુના સંગથી સુખનું નિર્માણ થાય છે તે પછી કેમ કહી શકાય કે માત્ર કર્મ જ આત્માની વિવિધ પરિણતિમાં નિમિત્ત છે? ઉપર જણાવેલી અન્ય સામગ્રીઓ પણ તેમાં નિમિત્ત છે. માટે કર્મનું સ્થાન બાહ્ય સામગ્રીને પણ અવશ્ય મળવું જોઈએ.