________________
અનેકાન્ત સમીક્ષા : ૬૦૯ અને બીજાની પાસે એક કડાનું પણ ન હોવું, એકનું મેટરમાં ફરવું અને બીજાનું ભીખ માંગવું એ કર્મનું ફળ નથી. કારણ સંપત્તિને પુણ્યનું ફળ અને સંપત્તિના અભાવને પાપનું ફળ માનવામાં આવે તે અલ્પ સંતોષી અને સાધુ બને પાપી ગણાશે.
જૈન વિદ્વાને પણ તૈયાયિકના કર્મવાદનું સમર્થન કરતાં જૈન કર્મવાદના આધ્યાત્મિક રહસ્યને ભૂલી ગયા છે. જૈનદર્શનમાં છે કે પુણ્યકર્મ અને પાપકર્મ એવા બે ભેદે અવશ્ય મળે છે; પરંતુ એનાથી ગરીબી પાપકર્મનું ફળ છે અને સંપત્તિ પુણ્યકર્મનું ફળ છે, આ વાત સિદ્ધ થતી નથી. કેટલીક વાર ગરીબ માણસ સુખી દેખાય છે અને સંપત્તિવાળો દુઃખી દેખાય છે. એટલે પુણ્ય અને પાપની વ્યાપ્તિ સુખ અને દુઃખથી કરી શકાય છે, ગરીબ અને અમીરથી નહિ.
વર્તમાનકાલીન વિદ્વાનો પણ આ દેષથી અસ્પૃશ્ય રહી શક્યા નથી. તેઓ પણ ધનસંપત્તિના સદ્દભાવ–અસદ્દભાવને પુણ્ય પાપનું ફળ માને છે. પરંતુ આ તેમના ઉપર તૈયાયિક વૈશે કેના કર્મવાદની અસર છે. જૈન સાહિત્ય ઉપર પણ આ દોષની ભારે પકડ ચાલુ છે. આ દેશનાં કારણે જ જૈન જનતા કર્મની અપ્રાકૃતિક અને અવાસ્તવિક ગૂંચમાં ફસાઈ પડી છે. જ્યારે તે કથા ગ્રંથમાં વાંચે છે કે જીવને ભાગ્યોદય થવા પર તેને ઘર બેઠા જ રત્ન મળી જાય છે અને પ્રારબ્ધના અભાવમાં સમુદ્રનું અવગાહન કરે તે પણ તેને રત્ન પ્રાપ્ત થતાં નથી તારે તે કર્મની સામે પિતાનું માથું નમાવી દે છે અને જૈન કર્મવાદના આધ્યાત્મિક રહસ્યને સદાને માટે ભૂલી જાય છે.
અનેકાન્ત સમીક્ષા
અનેકાંત શબ્દ “અનેક” અને “અન્ત’ આ બે શબ્દોના મેળથી બનેલ છે. તેની વ્યુત્પત્તિ આ મુજબ છે. “અને જતા રહ્યા હતી અને તરતઃ” જેમાં અનેક અંત એટલે ધર્મોની ઉ લબ્ધિ થાય તે અનેકાન્ત કહેવાય છે. અનેકાન્ત શબ્દનું વાએ માત્ર કેઈ વિવક્ષિત જીવ, પરમાણુ આદિ પદાર્થોના સમ્યક્ત્વ, જ્ઞાનાદિ વિવિધ ધર્મો અથવા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શાદિ ધર્મોવાળા હોવા એટલું જ માત્ર અભીસિત નથી. કારણ, દરેક પદાર્થમાં અનેક ધર્મોને સ્વીકાર માત્ર જૈનદર્શન જ નથી કરતું, બીજા પણ ઘણા દાર્શનિકે આ સત્ય સ્પષ્ટ સ્વીકારે છે. જે અનેકાંતનો અર્થ એક પદાર્થમાં અનેક ધર્મોને સ્વીકાર એટલે જ કરવામાં આવે, તે એક પદાર્થના અનેક ધર્મો માનનાર જૈનેતર દાર્શનિકે પણ અનેકાંતવાદી થઈને ઊભા રહેશે. આવી સ્થિતિમાં જૈનદર્શનની અનેકાંતવાદી તરીકેની જે સવિશિષ્ટ છાપ અને પ્રસિદ્ધિ છે તેનું ગણનાપાત્ર મહત્વ રહેશે નહિ. સાથે સાથે અનેકાંતને આ જ અર્થ સ્વીકારવાથી એક પ ની બીજા પદાર્થથી વ્યાવૃત્તિ તેમજ એક જ પદાર્થમાં એક ગુણની અન્ય ગુણથી અથવા ૫ થી