________________
ઈશ્વરકતૃત્વ અને કર્મવાદ : ૬૦૭
આને સ્પષ્ટ જવાબ એ છે કે, અંતરંગમાં આવી ગ્યતાના અભાવમાં બાહ્ય સામગ્રી કઈ જાતની વિપરિણતિ આત્મામાં જન્માવી શકતી નથી. ગમે તેવી પ્રબળ રાગની સામગ્રીને સદ્ભાવ પણ વીતરાગી પુરુષની પાસે રાગ જન્માવી શકે નહિ, એટલે અંતરંગની યોગ્યતાના અભાવમાં બાહ્ય સામગ્રી કેઈ વિપરિણામ લાવી શકે નહિ. માટે બાહ્ય સામગ્રી પારંપરિક નિમિત્તમાં અવશ્ય સ્થાન પામી શકે છે પરંતુ સાક્ષાત્ નિમિત્તમાં તે સ્થાન પામી શકતી નથી.
કર્મની કાર્યમર્યાદા ઉપર જણાવ્યા મુજબની છે છતાં ઘણા વિદ્વાનો અભિપ્રાય છે કે, બાહ્ય સામગ્રીની પ્રાપ્તિ પણ કર્મથી જ થાય છે. પરંતુ ગંભીરતાપૂર્વક વિચાર કરવાથી તે અભિપ્રાય યુક્તિસંગત લાગતો નથી. કારણ કર્મના બે પ્રકારે છે. (૧) જીવ વિપાકી અને (૨) પુદગલ વિપાકી. જે જીવની વિવિધ અવસ્થા અને પરિણામમાં નિમિત્ત થાય છે તે જીવ વિપાકી છે અને જેનાથી વિવિધ પ્રકારના શરીર, વચન, મન અને શ્વાસોચ્છવાસની પ્રાપ્તિ થાય છે તે પુગલ વિપાકી કર્મ કહેવાય છે. આ બંને પ્રકારનાં કર્મોમાં બાહ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવનાર એક પણ કર્મ દેખાતું નથી. સાતવેદનીય અને અસતાવેદનીય પણ છવ વિપાકી પ્રકૃતિ છે. આવી સ્થિતિમાં અનુકૂળ અને પ્રતિકૂળ બાહ્ય સામગ્રીના સંગમાં કર્મોને નિમિત્ત માનવાની જરૂર નથી. બાહ્ય સામગ્રીની પ્રાપ્તિ તે પિતાનાં કારણેથી થાય છે, કર્મથી થતી નથી. આમ છતાં આધુનિક વિદ્વાનેમાંથી કઇ વેદનીય કર્મને બાહ્ય સામગ્રીની પ્રાપ્તિમાં નિમિત માને છે તે કઈ વળી લાભાંતરાય કર્મના ક્ષય અથવા ક્ષયે પશમને નિમિત્ત માને છે. પરંતુ તેમ કહેવા જતાં ઉકત કથન કર્મ વ્યવસ્થાને પ્રતિકૂળ આવીને ઊભું રહે છે.
બાહ્ય સામગ્રીની ઉપલબ્ધિમાં પણ કમની નિમિત્તતા જોનારા વિદ્વાનને ઉત્તર ઉપચારથી ભલે આપી શકાય, વાસ્તવિકતાએ તે નહિ જ. તત્વતઃ બાહ્ય સામગ્રીની પ્રાપ્તિ સાતા, અસાતાનું પણ ફળ નથી તેમજ લાભાંતરાય કર્મના ક્ષય તથા ક્ષપશમનું પણ ફળ નથી. બાહ્ય સામગ્રી તે પિતપોતાનાં કારણથી જ પ્રાપ્ત થાય છે. જેમકે વ્યાપાર કરે, ખેતીવાડી કરવી, ખિસ્સાં કાપવાં, ચોરી કરવી, ભીખ માંગવી, નોકરી કરવી, રાજા મહારાજાઓની ખુશામદ કરવી આદિ કારણેથી બાહ્ય સામગ્રીની પ્રાપ્તિ થાય છે, કર્મનાં કારણે નહિ.
અત્રે એવી શંકા કરી શકાય કે, બાહ્ય સામગ્રીને લાભાલાભ જે પુણ્ય પાપનું ફળ નથી તે પછી એક ગરીબ અને બીજે શ્રીમાનું એમ ભેદ શા માટે છે?
જવાબ સ્પષ્ટ છે. શ્રીમંતાઈ કે ગરીબી સામાજિક વ્યવસ્થાનું ફળ છે, પુણ્ય-પાપનું નહિ. ત્યાં પંજીવાદી વ્યવસ્થા છે ત્યાં પિતાની યોગ્યતા અને સાધન મુજબ માણસો સંચય કરે છે અને તે વ્યવસ્થા મુજબ ગરીબ અને અમીર સૃષ્ટિનું નિર્માણ થાય છે. રશિયાએ આ વ્યવસ્થા મોટા ભાગે તેડી નાખી છે, છતાં ત્યાં પુણ્ય અને પાપ તે છે જ. તત્ત્વતઃ પુણ્ય અને પાપ બાહ્ય વ્યવસ્થાથી પર છે અને તે આધ્યાત્મિક છે.