________________
૫૯૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર
જેટલા પણ ઉદાહરણ સહિત વિશેષણ વિશેષ રૂપ નય છે તે બધા પર્યાયાથિકનય છે. એનું જ બીજું નામ વ્યવહારનય છે. પરંતુ દ્રવ્યાર્થિનય એવું નથી. આની સ્પષ્ટતા આ રીતે કરેલ છે.
पर्यायार्थिक नय इति यदिवा व्यवहार अवनामेति । अकार्थों यस्मादिह सर्वोऽप्युपचार मात्रः स्यात् ॥ व्यवहरण व्यवहारः स्यादिति शब्दार्थ तो न परमार्थः । स यथा गुणगुणिनो हि सदभेदे भेदकरण स्यात् ॥ साधारण गुण इति यदिवाऽसाधारणः : सतस्तस्य ।
भवति विवक्ष्यो हि यदा व्यवहारनयस्तदा श्रेयान् ॥ પર્યાયાર્થિક અથવા વ્યવહાર નય આ સંજ્ઞા એક જ અર્થની વાચક છે. કારણ આમાં સમસ્ત વ્યવહાર ઉપચાર માત્ર છે. વિધિપૂર્વક ભેદ કરે તે વ્યવહાર છે. વ્યવહારને આ કલ્પનાથી નિરુપે અર્થ છે પરંતુ આ પરમાર્થરૂપ નથી. જેમકે ગુણ અને ગુણીમાં સત્તારૂપથી ભેદ ન હોવા છતાં પણ ભેદ કરે એ વ્યવહાર નય છે. જે વખતે સની સાથે સાધારણ અથવા અસાધારણ ગુણેમાંથી કેઈ એક ગુણ વિવક્ષિત હોય છે તે વખતે વ્યવહારનય ગ્ય માનેલ છે. નયચક્રમાં આનું લક્ષણ આશબ્દોમાં દેખાય છે.
जो चिय जीवसहावो णिच्छयदा हाइ सव्व जीवाण।
सो चिय भेदुषयारा जाण कुड' होई ववहारो ॥ નિશ્ચયનયથી બધા જીવને જે સ્વભાવ છે તે જ્યારે ભેદવડે ઉપચરિત કરાય છે, ત્યારે તેને વિષય કરનારે વ્યવહારનય જાણુ. આ જ વાતને બીજા શબ્દોમાં પણ વ્યક્ત કરેલ છે.
जो सिय भेदुवयार' धम्माण कुणइ अग वत्थुस्स ।
सो ववहारो भणियो विवरीयो णिच्छयो होदि ॥ જે એક વસ્તુમાં ધર્મોના કથંચિત્ ભેદને ઉપચાર કરે છે તે વ્યવહારનય કહેવાય છે અને નિશ્ચયનય તેનાથી વિપરીત હોય છે.
આ રીતે જ્યાં જ્યાં ગુણે અને પર્યાના આશ્રયથી અથવા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવના આશ્રય ભેદથી ઉપચાર કરી, જે વસ્તુને વિષય કરે છે તે વ્યવહારનય છે. એના સદ્દભૂત, અસદ્દભૂત, ઉપચરિત, અનુપચરિત આદિ ઘણા પ્રકારે છે. સંક્ષેપમાં તેને ઉલ્લેખ સમજવા માટે કરેલ છે
अहमेद अदमह अहमे दस्सेव होमि मम अद। अण्ण ज' परदव्य सच्चित्ताचित्त मिस्स वा ।।