________________
કમાવાદની કરામત : ૧૯૩ તે યોગ્યતા સ્નિગ્ધ અને રૂક્ષ વગેરે ગુણરૂપે રહેલી છે. જીવ મિથ્યાત્વાદિ નિમિત્તેના વશવર્તી થઈ અન્ય દ્રવ્ય સાથે સંશ્લિષ્ટ થાય છે અને પુદ્ગલ સ્નિગ્ધ તથા રૂક્ષ ગુણને લઈને સંલેષને પામે છે. હાં, જીવમાં મિથ્યાત્વાદિપ યોગ્યતા અનાદિ માનેલ છે અને પુગલમાં સ્નિગ્ધ અને રૂક્ષ ગુણરૂપ યોગ્યતા સંશ્લેષ વગર પણ છે, માટે તે અનાદિ અને સાદિ બન્ને પ્રકારની છે.
જીવની કર્મ સાપેક્ષ અને કર્મ નિરપેક્ષ અવસ્થા ભારતીય બધા આર્યદર્શનોએ સ્વીકારેલ છે. જીવ જે કર્મ સાથે સંશ્લિષ્ટ ન હોય તે મુક્ત થવા માટેના પ્રયત્નોની કેઈ અપેક્ષા ન રહેત. લગભગ બધા દર્શનનું પ્રયજન મેક્ષની પ્રાપ્તિ છે. છતાં જૈન દર્શને જીવની બંધ અને મોક્ષની સ્થિતિના સંબંધમાં જેટલી સૂફમતાપૂર્ણ અને ગંભીરતા ભરેલી તાત્ત્વિક વિચારણા કરી છે તેટલી ભાગ્યેજ બીજા કોઈએ કરી છે. જીવ કયારે અને કેમ બંધાય છે ? બંધાએલા જીવની શી અવસ્થાઓ છે ? તે બાંધનાર બીજે પદાર્થ કર્યો છે કે જેને જીવની સાથે બંધ થાય છે ? બંધથી મુક્તિ કેમ મળી શકે ? બંધના કેટલા પ્રકારે છે ? બંધાએલા પદાર્થને જીવની સાથે ક્યાં સુધી સંબંધ ટકી રહે છે? પુદગલની સંશ્લેષાત્મક અવસ્થાને પામેલા જીવની જુદી જુદી અવસ્થાએ કેવી હોય છે ? બંધાએલો પદાર્થ જે ને તે અંત સુધી રહે છે કે તેમાં ઉત્કર્ષાપકર્ષ થાય છે ? આ બધા પ્રશ્નનું બુદ્ધિ અને યુક્તિપૂર્ણ સમાધાન, જેવું જૈનાગમે અને તેના આધારે નિર્માણ થએલા કર્મવિષયક ગ્રંથમાં મળે છે, તેવું અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે.
આપણે જોઈ ગયા કે, કર્મ બંધનું મુખ્ય કારણ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને ગ છે. જયાં સુધી આ વિભાને સદ્ભાવ હોય છે ત્યાં સુધી વિપરિણતિ અવશ્યભાવી છે. આ વિભાવના અભાવમાં સ્વભાવની અભિવ્યકિત એટલે કર્મોથી મુક્તિ સંભવિત છે. આ મિથ્યાત્વાદિ પણ જીવના જ પરિણામ છે જે સંશ્લેષ અવસ્થામાં હોય છે. આથી જીવમાં કર્મ અને મિથ્યાત્વાદિની અનાદિકાલીન કાર્યકારણ ભાવરૂપ પરંપરા ચાલી આવે છે. કર્મોના નિમિત્તને પામી મિથ્યાત્વાદિ થાય છે અને મિથ્યાત્વાદિન નિમિત્તથી કર્મબંધ થાય છે.
जीव परिणाम हेर्दू कम्मत्त पुग्गला परिणमंति ।
पुग्गल कम्म णिमित्त तहेव जीवा वि परिणमइ ॥ જીવના મિથ્યાત્વાદિ પરિણમેના નિમિત્તને પામી યુગલેનું કર્મ રૂપ પરિણમન થાય છે અને પુદગલ કર્મના નિમિત્તથી જીવ પણ મિથ્યાત્વ આદિ રૂપ પરિણમે છે.
આથી સ્પષ્ટ થાય છે કે, સંસારી અને મુકત એ બને જીવની જ અવસ્થાઓ છે. આ અવસ્થાઓને અષ્ટા પણ જીવ પોતે જ છે. સંસાર અને મુકિત જીવને આધીન છે. અશુદ્ધ અથવા શુદ્ધ જે કાંઈ જીવની અવસ્થાઓ છે તે નિમિત્ત સાપેક્ષ છે. જેમ પટની ઉત્પત્તિમાં વણકર અને