________________
કર્મવાદની કરામત : ૧૯૫ પુલે હંમેશાં વેગ અને કષાયેના નિમિત્તને પામીને જ કર્મભાવ રૂપે પરિણમે છે, અન્યથા નહિ. એટલે ગ, કષાય અને કર્મભાવ રૂપે પરિણમેલા બધા જ પગેલે કર્મ કહેવાય છે.
શાસ્ત્રમાં કર્મના નિમિત્તરૂપ યોગને ગરમ લેઢાની અને કષાયને ગુંદરની ઉપમા આપવામાં આવેલી છે. જેમ ગરમ લોઢાને પાણીમાં નાખવાથી તે ચારેકોરથી પાણીને ખેંચે છે તેમ યોગને લઈ છએ દિશાઓથી જીવ પણ પિતાના સર્વ આત્મપ્રદેશમાં કર્મ પરમાણુઓને આકર્ષે છે. જેમ ગુંદર બે કાગળના કટકાઓને પરસ્પર સંશ્લિષ્ટ કરી શકે છે, તેમ કષાયથી જીવના પ્રદેશ સાથે કર્મ પરમાણુઓને ક્ષીર અને નીરની માફક એક ક્ષેત્રાવગાહરૂપ સંશ્લેષાત્મક સંબંધ થઈ જાય છે. યોગથી કર્મોને આશ્રવ થાય છે તે કષાયથી તેમને બંધ થાય છે.
જૈનદર્શનની દષ્ટિએ બધાં દ્રવ્યો સ્વતંત્ર છે. જીવ દ્રવ્ય પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે. દરેક દ્રવ્યમાં જેમ અનંત શકિતઓ છે તેમ જીવ દ્રવ્યમાં પણ અનંત શકિતઓ છે. પરંતુ તે બધી શક્તિઓ કર્મથી આવૃત થએલી છે. શકિતઓ અનંત છે, તેમ તે શકિતઓના એક એક અવની અપેક્ષાથી ઉત્કર્ષાપકર્ષને લઈ અસંખ્ય પ્રકારો છે. છતાં પ્રમુખ શકિતઓને અનુલક્ષી તેને આવૃત્ત કરનારા કર્મોને પણ આઠ પ્રકારે કહ્યા છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય () મેહનીય (૫) આયુ (૬) નામ (૭) ગેત્ર (૮) અન્તરાય.
જ્ઞાનાવરણીય.? જીવની જ્ઞાનશકિતને આવૃત્ત કરનાર કર્મ જ્ઞાનાવરણીય છે. તેના પણ પાંચ ભેદ છે.
દર્શનાવરણીય? જીવન દર્શનશકિતને ઢાંકનાર કર્મ દર્શનાવરણીય છે. તેના પણ નવ ભેદ છે.
વેદનીય : સુખ અને દુઃખને વેદન કરાવનારૂં કર્મ વેદનીય કર્મ છે. તેના બે ભેદ છે.
મેહનીય : રાગ, દ્વેષ અને મેહને જન્માવનાર કર્મ મેહનીય છે. એના દર્શન મનીય અને ચારિત્ર મેહનીય એમ બે ભેદ છે. દર્શન મેહનીયના પણ પાછા ત્રણ ભેદ અને ચારિત્ર મેહનીયના પચ્ચીસ ભેદ છે.
આયુ : નરકાદિ ગતિએના અવસ્થાનમાં કારણભૂત કમ આયુ છે. તેના ચાર ભેદ છે.
નામ : અલગ અલગ પ્રકારના શરીર, મન, વચન તથા જીવની વિવિધ અવસ્થાઓનાં કારણરૂપ કર્મ નામકર્મ છે. તેના ૯૩ અથવા ૧૦૩ ભેદ છે.
ગોત્ર : નીચ અથવા ઉચ્ચ સંતાન (પરંપરા)નાં કારણભૂત કર્મ તે ગાત્ર છે. તેના બે ભેદ છે. જૈનધર્મ જાતિકૃત ઉચ્ચતા કે નીચતાને સ્વીકારતો નથી. તેમનાં મંતવ્ય મુજબ અંત્ય જ કુળમાં જન્મેલો જીવ પણ સત્સંગના પ્રભાવથી મુનિ અથવા શ્રાવક થઈ ઉચ્ચ ગેત્રવાળે બની શકે છે.