________________
કર્મવાદને વિજ્ય : ૬૦૧ સાંખે સાથેના ઉપર જણાવેલા ઉપલક સામંજસ્યથી શ્રોતાઓ (પાઠકે)ને કદાચ ભ્રમ થવા સંભવ છે કે, જૈને પણ સાંખેના પુરુષત્વની માફક જીવતત્વને સર્વથા અકર્તા માનતા હશે અને પ્રકૃતિની માફક પુદ્ગલ તત્વને કર્તા માનતા હશે! પરંતુ ખરી રીતે જેને માન્યતા આ રીતે સાં સાથે મેળ ધરાવતી નથી. સાંખ્યદર્શનમાં પુરુષ તત્વની સાથે કર્તુત્વને સ્નાનસૂતકને પણ સંબંધ નથી ત્યારે જૈનદર્શનમાં આત્મા એકાંત અર્તા પણ નથી. જૈનદર્શનમાં આત્મા પિતાના સ્વાભાવિક ગુણ એટલે જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિને અને વૈભાવિક ભાવ રાગદ્વેષાદિને કર્તા અવશ્ય છે, પરંતુ આ વિભાવના નિમિત્તથી જે કામણ વર્ગણામાં કર્મરૂપ પરિણમન થાય છે તેને કર્તા જીવ નથી પણ પુદ્ગલ દ્રવ્ય જ છે. વસ્તુતઃ નિમિત્ત કારણ નહિ પરંતુ ઉપાદાન કારણ જ વસ્તુને કર્તા હોઈ શકે છે, નિમિત્ત કારણમાં તે કર્તુત્વને ઉપચાર કરાય છે. પારમાર્થિક કર્તા તે તે કહેવાય જે સ્વયં કાર્યરૂપે પરિણિત થાય. આ રીતે ઘટને કર્તા માટી છે, પરંતુ કુંભાર નથી. કુંભારને વ્યાવહારિક રીતે જે કર્તા કહેવામાં આવે છે તેનું તાત્પર્ય એટલું જ છે કે, ઘટ પર્યાયમાં કુંભાર નિમિત્ત છે. વાસ્તવમાં તે ઘટ માટીને જ એક ભાવ છે તેથી તેને કર્તા તે જ છે.
કર્તૃત્વના સંબંધમાં જે વાત કરવામાં આવી છે તે જ વાત ભકતૃત્વના સંબંધમાં પણ સમજવી જોઈએ. જે જેને કર્તા નથી તે તેને ભેકતા કેમ હોઈ શકે? આત્મા જ્યારે પાંગલિક કર્મને પારમાર્થિક કર્તા નથી ત્યારે તે તેને ભેકતા પણ કેમ થઈ શકે ? આત્મા પોતાના વિભાવને લઈ જે રાગદ્વેષાદિને કર્તા થઈ શકે તે સંસાર દશામાં તે તેને જ લેતા પણ થઈ શકે. જેમકે, વ્યવહારમાં કુંભારને ઘટને પણ કહેવાય છે. કારણ, ઘટના વિકથી તે પિતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે. તેનાથી પિતાનાં કુટુંબનું પોષણ કરે છે એટલે તે ઘટને વ્યાવહારિક ભકતા ગણાય છે. પારમાર્થિક દૃષ્ટિએ તે તે પિતાના ભાવેને જ ભકતા છે. એવી જ રીતે આત્મા પણ સ્વકૃત કર્મોના ફળસ્વરૂપ મળનારા સુખદુઃખાદિને ભકતા અવશ્ય કહેવાય છે પરંતુ વાસ્તવમાં તે પિતાના ચૈતન્ય ભાવને જ ભકતા છે.
વૈદિકદ જે ઈશ્વરને જગતને અષ્ટા અને નિયંતા માને છે, તેઓ પણ આ હકીકતને સ્વીકાર કરે છે કે, જીવ કર્મ કરવામાં સંપૂર્ણ સ્વતંત્ર છે પરંતુ ફળ ભેગવવામાં તે પરતંત્ર છે. બૂરાં કર્મોના દુઃખદ ફળ ભોગવવા તે તૈયાર ન થાય એટલે ઈશ્વર બલાત્ તેનાં કુતકર્મોનાં ફળ આપે છે.
अज्ञो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः ।
इश्वरप्रेरितो गच्छेत् स्वर्ग'वाश्वभ्रमेषवा ॥ . - આ અજ્ઞાની છવ પિતાના સુખ અને દુઃખને સ્વયં ભગવવા સમર્થ નથી. એટલે ઈશ્વર વડે પ્રેરિત થઈ તે સ્વર્ગ અને નરકમાં જાય છે. ગીતામાં પણ કહ્યું છે
लभते च ततः कामान् मयैव विहितान् हितान् । મારાથી વિહિત–નિશ્ચિત કરાયેલાં ઇચ્છિત ફળે મનુષ્ય મેળવે છે.