________________
૫૯૬ : ભેઘા પાષાણુ, ત્યાં દ્વાર
અંતરાય જીવના દાનાદિભાવ પ્રગટ ન થવામાં કારણભૂત કર્મ અંતરાય છે. તેના પાંચ ભેદ છે.
કર્મની વિભિન્ન અવસ્થાઓ જે બંધના સમયથી લઈ તેમની નિર્જરા થાય ત્યાં સુધી યથા સંભવ રહે છે તે આ પ્રકારે છે.
- (૧) અન્ય (૨) સત્તા (૩) ઉદવર્તન (૪) અપવાઁન (૫) સંક્રમણ (૬) ઉદય (૭) ઉદીરણા (૮) ઉપશાંતિ (૯) નિધત્તિ અને નિકાચના
બન્ધઃ કર્મવર્ગણાઓને આત્મ-પ્રદેશે સાથે એક ક્ષેત્રાવગાહ સંશ્લિષ્ટ થવાનું નામ બન્ય છે. બન્ધના ચાર ભેદ છે. પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ અને પ્રદેશ બંધ. જે કર્મને જે સ્વભાવ છે તે તેની પ્રકૃતિ કહેવાય છે. જેમ જ્ઞાનાવરણીયને સ્વભાવ જ્ઞાનને ઢાંકવાને છે, દર્શનાવરણયને સ્વભાવ દર્શન ગુણને ઢાંકવાને છે એમ જુદાં જુદાં કર્મોના જે જુદા જુદા સ્વભાવ પડે છે તે પ્રકૃતિ બંધ કહેવાય છે. આત્મ પ્રદેશે સાથે સંશ્લિષ્ટ થએલું કર્મ જ્યાં સુધી આત્મ પ્રદેશથી જુદું ન પડે ત્યાં સુધીની કાળ મર્યાદાને સ્થિતિ બંધ કહેવાય છે. કર્મોની શુભાશુભ ફળ આપવાની શકિતનું નિર્માણ તે અનુભાગ બંધ છે અને પ્રતિ સમયે આત્મા સાથે સંબંધ થતાં કર્મ પરમાણુઓના સમુદાયને પ્રદેશ બંધ કહેવાય છે.
અહીં સ્વાભાવિક આવો પ્રશ્ન થાય છે કે, જીવ અમૂર્ત છે અને કર્મ દ્રવ્ય મૂર્તિ છે. બન્ને વચ્ચે કેઈ પણ જાતનું સામંજસ્ય નથી. તે પછી અમૂર્ત આત્મા સાથે મૂર્ત કર્મોને સંબંધ કેમ સંભવે ? આચાર્ય કુન્દ કુન્દ લખેલ છે
परिणमदि जदा अप्पा सुहम्मि असुहम्मि रागदासजुदा ।
त पविसदिकम्मरयं णाणावरणादि भावे हि ॥ અથા–રાગદ્વેષથી ઘેરાએલે આત્મા જ્યારે સારા નરસાં કાર્યોમાં લાગી જાય છે ત્યારે કર્મ રૂપી રજ જ્ઞાનાવરણાદિ રૂપે આત્મામાં પ્રવેશ કરે છે.
આ રીતે જૈન સિદ્ધાંત અનુસાર કર્મ એક મૂર્ત પદાર્થ છે, પરંતુ રાગદ્વેષ રૂપ વિભાવ શકિતથી છવમાં વિપરિણતિ ઊભી કરે છે. સારાંશ એ છે કે જન્મ, જરા, મરણરૂપ સંસારચક્રમાં પડેલા પ્રાણીઓ અજ્ઞાન, અવિદ્યા અને મિથ્યાત્વથી ઘેરાએલા છે. આજ અજ્ઞાન, અવિદ્યા, માયા અથવા મિથ્યાત્વના કારણે વરતુ સ્વરૂપના યથાર્શ્વને સમજવા જીવ અસમર્થ હોય છે, એટલે તેમના યાવન્માત્ર કાર્યો અને ક્રિયા કલા અજ્ઞાનમૂલક હોય છે. તેનામાં રાગદ્વેષને અભિનિવેશ લાગેલો હોય છે એટલે તેમનું દરેક કાર્ય આત્મા માટે બંધનરૂપ હોય છે.
અન્ય દર્શનની માફક જૈનદર્શન પણ જીવ અને કર્મના સંબંધના પ્રવાહને અનાદિ માને છે. કેઈ વખતે જીવ પરમ શુદ્ધ હતો અને પછી અમુક સંગને આધીન કર્મથી બદ્ધ