________________
વ્યવહાર અને નિશ્ચય સમીક્ષા : ૫૮૯
કરે કે, વર્તમાન પર્યાયની માફક હું પિતાના ત્રિકાળી યુવા સ્વભાવમાં પણ અશુદ્ધ છું તે તે સર્વથા એકાંત પક્ષને આગ્રહી હોવાથી, જિનવચનથી બાહ્ય શ્રદ્ધા કરનારે ગણાય. પરંતુ તે આમ શ્રદ્ધા કરતું નથી. કારણ, જ્યાં સુધી જાણવાને સવાલ છે ત્યાં સુધી તે આ બન્ને નયના વિષયને
ગ્ય રીતે અને સમાન રૂપથી જાણે છે. આમાંથી તે કઈ એક પક્ષનું ગ્રહણ કરતું નથી. પ્રકૃતમાં જાણવું એ જ માત્ર પ્રજનીય નથી. અહીં તે વર્તમાનમાં જે અશુદ્ધ અવસ્થા છે તેમાં હેય બુદ્ધિ કરી પર્યાયરૂપમાં પિતાના સહજ સ્વરૂપ, નિજ તત્વને પ્રગટ કરવાની દષ્ટિ છે. જે તેની આ દષ્ટિ ન હોય તે તે મેક્ષમાગ થઈ શકે નહિ અને તે સાધક થવાને પાત્ર પણ બની શકે નહિ. કહ્યું પણ છે
सुद्धं हि वियाण तो सुद्ध चेवप्पय लहई जीवो ।
जाण तो दु असुद्ध असुद्धमेवप्पय लहई ॥ જે આત્માને શુદ્ધ જાણે છે તે શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરે છે અને જે તેને અશુદ્ધ જાણે છે તેને અશુદ્ધ જ આત્મા પ્રાપ્ત થાય છે.
નિશ્ચય નયના કથનમાં ત્રણ વિશેષતાઓ હોય છે. એક તે એ કે તે અભેદગ્રાહી હોય છે. બીજી વિશેષતા એ છે કે, તે એક દ્રવ્યના આશ્રયથી પ્રવૃત્ત થાય છે; અને તેની ત્રીજી વિશેષતા એ છે કે, તે વિશેષણ રહિત હોય છે. પરંતુ વ્યવહારનયનું કથન આનાથી વિપરીત છે. હવે જે આ દષ્ટિને ધ્યાનમાં રાખી વિચાર કરીએ તે શુદ્ધ નિશ્ચય નય જ એક માત્ર નિશ્ચયનય મનાય છે. કારણ, તેના વિષયમાં ગુણ પર્યાય રૂપથી કેઈ પણ પ્રકારને ભેદ પરિલક્ષિત ન થતાં માત્ર દ્રવ્યના આશયથી તે પ્રવૃત્ત થાય છે. પરંતુ આ સિવાય નિશ્ચયનયના અશુદ્ધ નિશ્ચયનય વગેરે જે જે પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા છે તે બધા આ વિશેષતાઓને એકીસાથે લીધેલા દષ્ટિગોચર થતા નથી. કારણ, તે એક દ્રવ્યના આશ્રયથી પ્રવૃત્ત થઇને, કેઈ ને કોઈ પ્રકારે, ભેદ અથવા ઉપાધિ સહિત વસ્તુનું જ કથન કરે છે. એટલે તે બધા ભેદ, કથન અથવા ઉપાધિ સહિત દ્રવ્ય કથનની મુખ્યતાથી વ્યવહાર નયની પરિધમાં આવી જાય છે.
વ્યવહાર’ આ યૌગિક શબ્દ છે. “વિ” અને “અવ” ઉપસર્ગ પૂર્વક “હ ધાતુથી નિષ્પન્ન થએલ છે. આને અર્થ થાય છે–ગુણ અને પર્યાય આદિનું અવલંબન લઈ અખંડ વસ્તુને ભેદ દૃષ્ટિથી જેવી. આ વિકલપાત્મક શ્રુતજ્ઞાનને ભેદ છે અને ભેદની મુખ્યતાથી તે વસ્તુને સ્વીકાર કરે છે. એટલે જેટલા વ્યવહાર ન છે તે બધા ઉદાહરણ સહિત વિશેષણ–વિશેષ્ય રૂપ જ હોય છે. પંચાધ્યાયીમાં આનું સ્વરૂપ આ રીતે વર્ણવેલ છે.
सोदाहरणो यावान्नयो विशेषण विशेष्य रूपः स्यात् । व्यवहारापरनामा पर्यायार्थो नयो न द्रव्याः ॥