________________
વ્યવહાર અને નિશ્ચય સમીક્ષા : ૫૭
નથી એમ કહેવું પણ ઉચિત નથી. કારણ કે ગુણસ્થાનની ભૂમિકા મુજબનો વ્યવહાર ધર્મ અનાયાસે ઉપલબ્ધ થાય છે એટલે બન્ને નયેને પિતાપિતાને સ્થાને દઢતમ ઉપગ છે જ. આ હકીકતને સિદ્ધ કરનારી આ કીમતી ગાથા છે.
जइ जिणमय पवज्जह ता मा ववहारणिच्छसे मुयह ।
अगेण विणा छिजइ तित्थ अण्णेण उण तच्च ॥ જે જૈનધર્મમાં પ્રવર્તન કરવાની અભિલાષા હોય તે વ્યવહાર અને નિશ્ચય એ બને તને છોડો નહિ. કારણ વ્યવહાર વગર તીર્થને નાશ થશે અને નિશ્ચય વગર તત્વને નાશ થઈ જશે.
સાધકને પિતપેતાના ગુણસ્થાન અનુસાર વ્યવહારધર્મ હોય છે એમાં શંકા નથી, પરંતુ તે બંધ-પર્યાયરૂપ હેવાને કારણે સાધકની તેમાં સદા હેય બુદ્ધિ હોય છે. વળી સાધક રાગને કર્તા ન હોવાને કારણે તે વ્યવહારને શ્રદ્ધામાં આશ્રય કરવા ગ્ય માનતા નથી. સાધક શ્રદ્ધામાં તે નિશ્ચયનયને જ આશ્રય કરવા ગ્ય માને છે. પરંતુ જે ભૂમિકામાં સાધક અવસ્થિત છે તે કાળે, તે ભૂમિકા અનુસાર વર્તન કરતે તે વ્યવહાર ધર્મને વ્યવહારનયથી જાણ તે પ્રજનવાન માને છે.
व्यवहरणनयः स्याद्यद्यपि प्राक् पदव्या । मिह निहित पदानां हंत हस्तावलम्बः ॥ तदपि परममर्थ चिच्चमत्कार मात्र ।
परविरहितमन्तः पश्यतां नैष किञ्चित ॥ જેણે સાધક દશાના આ પ્રથમ ચરણ (શુદ્ધસ્વરૂપની ઉપલબ્ધિની પૂર્વાવસ્થા)માં પગ મૂકે છે, તેમને માટે વ્યવહારનયનું હસ્તાવલંબન અવશ્ય ઉપકારક હોય છે. પરંતુ જે પુરુષ પર દ્રવ્યભાવથી રહિત ચૈતન્ય ચમત્કાર માત્ર પરમ અર્થને અંતરંગમાં અવેલેકન કરે છે તેમને વ્યવહારનય બહુ પ્રજનવાન હેતે નથી.
જે મોક્ષમાર્ગમાં નિશ્ચયનયની જ પ્રધાનતા હોય તે આચાર્ય કુંદકુંદે સમયસર (આત્મતત્તવ)ને નાના પક્ષથી રહિત કેમ કહ્યો છે?
कम्म बद्धमबद्धं जीवे अव तु जाण णय पक्ख ।
पक्खातिकतो पुण भण्णदि जो सो समयसारो ॥ જીવમાં કર્મ બદ્ધ છે કે અબદ્ધ છે આ રીતે તો નય પક્ષ જાણવું. પરંતુ જે પક્ષાતિકાંત કહેવાય છે તે સમયસાર નિર્વિક૯પ- શુદ્ધ આત્મા છે. આને વધારે સ્પષ્ટ કરતાં તેઓ
પુનઃ કહે છે?
दाण्ह विणयाण भणिय जाणइ णवरंतु समय पडिबद्धो । - ण दु णय पक्ख गिण्हदि किंचिति णय पक्खपरिहीणो ॥
નયપક્ષથી રહિત જીવ, સમયથી પ્રતિબદ્ધ થતી એટલે જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ કરતે, અને નાના કથનને માત્ર જાણે જ છે પરંતુ નય પક્ષને કિંચિત્માત્ર પણ ગ્રહણ નથી કરતે. આ જ વાતને પુષ્ટિ આપતાં આચાર્ય અમૃતચંદ્ર કહે છેઃ