________________
પ૮૪ : મેઘા પાષાણુ, ત્યાં દ્વાર વિવક્ષિત પર્યાયના ઉત્પન્ન થવાને કારણે રાગવશ તેની પ્રાપ્તિમાં તે હર્ષિત થાય છે અને તેના વ્યયના અભિમુખ થવા પર વિયેગની કલ્પનાથી તે દુઃખી થાય છે. પર્યાનું ઉત્પન્ન થવું અને નષ્ટ થવું તે તેમને પિતાને સ્વભાવ છે તે સત્ય ભૂલીને, તેના ઉત્પાદ અને વ્યયને તે પિતાને ઉત્પાદ અને વ્યય માનતે આવ્યું છે. “આ પર્યામાં રમતે હું ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છું” એનું તેને ભાન જ રહેતું નથી. આ જ જીવના અનાદિકાલીન પરિભ્રમણનું મૂળ કારણ છે.
એ તે સ્પષ્ટ જ છે કે, આ જીવને સંસાર સ્વરૂપ જેટલી પર્યાયે પ્રાપ્ત છે તે બધી ત્યાગવા લાયક છે અને એ પણ સ્પષ્ટ છે કે, સિદ્ધ પર્યાય ઉપાદેય હોવા છતાં પણ તે વર્તમાનમાં પ્રાપ્ત નથી. જે પર્યાયે અવશ્ય ત્યાગવા લાયક છે તેને આશ્રય લેવાથી સિદ્ધ પર્યાયની પ્રાપ્તિ થઈ શકતી નથી. કારણ, તેના આશ્રયથી સંસારની જ વૃદ્ધિ થાય છે. તે પ્રશ્ન એ થાય છે કે, તે પછી મોક્ષ માટે કયા પદાર્થને આશ્રય લે? એને જવાબ સ્પષ્ટ છે કે, મેક્ષ માટે જે પદાર્થને આશ્રય લેવામાં આવે તે પિતાથી અભિન્ન અને અવિકારી હોવી જોઈએ. સાથે નિત્ય પણ હવે જોઈએ. કારણ કે વિકારી હશે તેને આશ્રય લેવાથી વિકારની સુષ્ટિ થશે અને જે અનિત્ય હશે તેને સર્વદા આશ્રય બની શકશે નહિ. તે પછી આ કર્યો પદાર્થ હોઈ શકે છે પિતાથી અભિન્ન હોઈ, વિકારી પણ નથી અને અનિત્ય પણ નથી. વિચાર કરવાથી આ પદાર્થ માત્ર પરમ પરિણામિક ભાવ જ હોઈ શકે છે. જ્ઞાયક ભાવ અથવા ત્રિકાલી ધ્રુવ સ્વભાવ પરમ પારિણામિક ભાવનું જ બીજું નામ છે.
રિજામિકા જૈવનાર નિષ નિરૂપા રવામાયિક એવ” અર્થાત્ પરિણામિક ભાવ અનાદિ અનંત, નિત્ય, નિરુપાધિ-સ્વભાવભૂત છે. તે જ મોક્ષ માર્ગમાં આશ્રય કરવા લાયક ભૂતાર્થ છે.
નિશ્ચય શબ્દ “નિર ઉપસગપૂર્વક “ચિ ધાતુથી નિષ્પન્ન થએલ છે. તેને અર્થ છે જે નય બધા પ્રકારના ચય એટલે ગુણો અને પર્યાયોને સમુદાય, સંયોગ સંબંધ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને ઉપાદાન-ઉપાદેય સંબંધને પ્રકાશિત કરનારે જે વ્યવહાર નય છે તેનાથી નિષ્ઠાન્ત થઈને જે માત્ર અભેદરૂપ ત્રિકાળી ધ્રુવ ભાવ અથવા પરમ પરિણામિક ભાવને જ સ્વીકારે છે તે નિશ્ચય નય છે. સમય પ્રાભૂતમાં આને ઉલ્લેખ આ રીતે કરેલ છે
जो पस्सदि अप्पाण' अबद्ध मुट्ठमणण्णय णियद।।
अविसेसमसजुत्तं तं शुद्धणय वियाणा हि ॥ અર્થાત્ નિયમથી અબદ્ધ, પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુકત આત્માની જે અનુભૂતિ છે તે શુદ્ધ નય છે. તે અનુભૂતિ આત્મા જ છે એટલે આ અનુભૂતિમાં માત્ર આત્મા જ પ્રકાશમાન હોય છે.
મોક્ષ માર્ગમાં નિશ્ચયનય વડે જે વ્યવહારનય સર્વથા પ્રતિષિદ્ધ છે તે સાધકની વ્યવહારધર્મમાં પ્રવૃત્તિ કેવી રીતે થશે, તેની વાત આવતી કાલે કરીશું.