________________
નિમિત્તની શાસ્ત્રીય મહત્તા : પ૭૭ તેમજ જે ઈષ્ટ અને અનિષ્ટ કાર્ય બુદ્ધિપૂર્વક હોવાથી તેમાં પૌરુષની મુખ્યતા છે તેથી તે પૌરુષ નિમિત્તક કહેવાય.
જો કે દેવને અર્થ એગ્યતા અને પૌરુષને અર્થ બળ, વીર્ય એ ઘણું કરે છે. એટલે આ લેકને અર્થ ઉપાદાન પરક પણ હોઈ શકે છે, પરંતુ આગમમાં નિમિત્તને વીકાર નિમિત્તક છે એ બતાવવાનું આ પ્રકરણનું પ્રયોજન છે.
આગમાં દરેક ગતિમાં સમ્યકત્વની ઉત્પત્તિના બાહ્ય સાધનોનો નિર્દેશ કરતાં લખેલ છે કે, નારકીઓને જાતિસ્મરણ, ધર્મશ્રવણ અને વેદનાભિભવ આ ત્રણ બાહ્યા સાધને સમ્સવની ઉત્પત્તિમાં હોય છે. આ વ્યવસ્થા માત્ર ત્રણ નરક સુધી છે. પછીના નરકમાં ધર્મરાવણ સાધન નથી. તિયામાં સમ્યક્ત્વની ઉત્પત્તિમાં જાતિ સ્મરણ, ધર્મશ્રવણ અને જિનબિંબ દાનને કારણ માન્યા છે. સમ્યક્ત્વની ઉત્પત્તિનાં પણ આ જ ત્રણ સાધન છે. દેશમાં સમ્યક્ત્વની ઉત્પત્તિનાં જાતિમરણ, ધર્મશ્રવણ, જિનમહિમાદર્શન અને દેવદ્ધિદર્શન એ ચારને કારણ માન્યા છે. આ ચાર સાધને ભવનવાસીઓથી માંડીને સહસ્ત્રારના દેવે સુધી હોય છે. પછીના કલ્પમાં દેવદ્ધિદર્શન છોડી ત્રણ સાધન હોય છે. અને નવ રૈવેયકમાં તે જાતિસ્મરણ અને ધર્મ શ્રવણ આ બે જ સાધને હોય છે. આ ષટુ ખંડાગમનાં જીવસ્થાન ચૂલિકાની વાત છે. આ જ ચૂલિકામાં ક્ષાયિક સમ્યક્ત્વની ઉત્પત્તિના બાહ્ય સાધન કેવળી અથવા શ્રુત કેવળીના સાન્નિધ્યને બતાવેલ છે.
જીવસ્થાન ચૂલિકાના આ કથનથી જણાય જાય છે કે, એક દ્રવ્ય બીજા દ્રવ્યના કાર્યમાં નિમિત્ત થાય છે. તત્વાર્થ સૂત્રમાં સમ્યગ્દર્શનની ઉત્પત્તિને અંતરંગ હેતુ શું છે એને નિર્દેશ કરતાં દર્શન મેહનીયના ક્ષય, ઉપશમ અને ક્ષોપશમને જે કારણ બતાવેલ છે તે આ હેત નિસર્ગજ અને અધિગમજ બન્ને પ્રકારનાં સમ્યગ્દર્શનેની ઉત્પત્તિમાં સમાન છે. માત્ર અને પ્રકારનાં સમ્યગ્દર્શનમાં જે કઈ ભેદ હોય તે તે બાહ્ય ઉપદેશના નિમિત્તથી થવા રને ન થવાની અપેક્ષાથી જ છે. તાત્પર્ય એ છે કે, અંતરંગ હેતુના સદુભાવમાં જે બાહ્ય ઉપદેશને નિમિત્ત કર્યા વગર થાય છે તે નિસર્ગજ સમ્યગ્દર્શન છે અને જે બાહ્ય ઉપદેશના નિમિત્તથી થાય છે તે અધિગમજ સમ્યગ્દર્શન છે.
સામાન્ય નિયમ એ છે કે, જે દ્રવ્ય, જે સમયે, જે રૂપે પરિણમન કરે છે તે સમયે, તે રૂપે, તે તન્મય થઈ જાય છે. શુભ રૂપે પરિણુત આત્મા શુભ હોય છે; અશુભરૂપે પ ણત આત્મા અશુભ હોય છે. અન્યથા દરેક દ્રવ્યનું પોતાની વર્તમાન પર્યાય સાથે તાદાભ્ય બની શકતું નથી. આત્માના સંસાર અને મુક્ત આ બે ભેદો આ જ કારણે હોય છે. સંસારી આત્માના નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ, ક્રોધી, માની, માયાવી, લેભી, ઉપશમ સમ્યગ્દષ્ટિ, ક્ષાપશામક સમ્યગ્દષ્ટિ, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃ પર્યાવજ્ઞાની, ચક્ષુદર્શની,